આ ૬ નુસખાઓને અપનાવીને તરત જ વધારી શકો છો યાદ શક્તિ, મગજ કરવા લાગે છે ઝડપથી કામ

જો તમે પણ ઘણીવાર અમુક ચીજોને ભૂલી જાઓ છો અને તમારી યાદશક્તિ ઓછી થઈ રહી હોય તો તમારે તેને અવગણવું જોઈએ નહિ. કારણકે યાદશક્તિ ઘટવી એક ગંભીર બીમારી બની શકે છે. તેથી યાદશક્તિ ઓછી થવા પર તમે નીચે જણાવવામાં આવેલા ૬ ઉપાયોને જરૂર અપનાવવા જોઈએ. આ ઉપાયોની મદદથી યાદશક્તિ યોગ્ય જળવાઈ રહે છે અને મગજ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગે છે.

વાળમાં લગાવો મહેંદી

વાળ પર મહેંદી લગાવવાથી યાદશક્તિને વધારી શકાય છે. આયુર્વેદના અનુસાર મહેંદીના પાંદડામાં કરનોસિક નામનું તત્વ મળી આવે છે, જે યાદશક્તિ વધારવાનું કામ કરે છે તેથી જ્યારે તમે પોતાના માથા પર મહેંદી લગાવો છો તો તેની અસર તમારા મગજ પર પડે છે અને મહેંદી લગાવવાથી મગજની માંસપેશીઓ એક્ટિવ થઈ જાય છે.

મેવાનું કરો સેવન

મેવાને મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને ખાવાથી મગજ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગે છે. બધા પ્રકારના મેવામાંથી બદામ અને અખરોટને મગજ માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમની અંદર વિટામિન-એ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે અને તે યાદશક્તિ વધારવામાં મદદગાર સાબિત થાય છે. તેથી તમારે દરરોજ અખરોટ અને બદામનું સેવન જરૂર કરવું જોઈએ. તમે બદામનું સેવન દૂધની સાથે કરી શકો છો અથવા તો તેમને સવારે ખાલી પેટ પણ ખાઈ શકો છો. જોકે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગરમીની સિઝનમાં તેમનું વધારે પ્રમાણમાં સેવન ના કરવું અને અખરોટ અને બદામને પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ.

સવારના સમયે ચાલવું

સવારના સમયે કોઈ પાર્ક કે ખુલ્લી જગ્યા પર ચાલવાથી મગજ અને શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. સવારે વહેલા ઊઠીને ચાલવાથી મગજને શાંતિ મળે છે અને દરેક પ્રકારના તણાવમાંથી તમને મુક્તિ મળે છે. તેથી તમારે દરરોજ સવારે ઊઠીને ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી ચાલવું જોઈએ.

ફળોનું સેવન

ફળોની અંદર ઘણા પ્રકારના એંટીઓક્સીડેંટ મળી આવે છે અને આ એન્ટીઓક્સીડેન્ટની મદદથી મગજ દરેક સમયે ઝડપથી કામ કરવા લાગે છે. સાથે જ આ એન્ટીઓક્સીડેન્ટ યાદશક્તિ વધારવામાં પણ કારગર સાબિત થાય છે. તેથી તમારે એન્ટીઓક્સીડેન્ટ ફળો જેમ કે દાડમ, ચેરી અને સફરજનનું સેવન જરૂર કરવું જોઈએ. દરરોજ આ ફળોને ખાવાથી તમારી યાદશક્તિ વધવા લાગે છે.

ગ્રીન ટી નું કરો સેવન

ઘણા લોકોને ચા અને કોફી પીવી ખૂબ જ પસંદ હોય છે પરંતુ ચા અને કોફીને મગજ માટે યોગ્ય માનવામાં આવતી નથી અને તેને પીવાથી યાદશક્તિ પર ખરાબ અસર પડે છે, તેથી તમારે ચા અને કોફીની જગ્યાએ ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ કારણ કે ગ્રીન ટીનું સેવન કરવાથી મગજને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી.

યોગા કરો

યોગા કરવા શરીર અને મગજ માટે ખૂબ જ લાભદાયક હોય છે અને જે લોકો નિયમિત રૂપથી દરરોજ યોગા કરે છે, તેમનું મગજ હંમેશા સેહતમંદ જળવાઈ રહે છે અને યાદશક્તિ પણ કમજોર પડતી નથી, તેથી તમારે દરરોજ યોગા જરૂર કરવા જોઈએ.