આ ૬ સંકેતો જણાવે છે કે તમારા ઘર પર નેગેટિવ એનર્જીએ કબજો કરી લીધો છે, જાણો તેના ઉપાયો

આપણે બધા જ હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે ઘરમાં પોઝિટિવ એનર્જી લેવલ હંમેશા વધારે રહે. જ્યારે ઘરમાં સકારાત્મકતા ઉર્જાની માત્રા વધારે હોય છે તો પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તેનાથી વિપરીત જો ઘરમાં નેગેટિવ એનર્જીનું લેવલ વધવા લાગે તો ઘરની ખુશીઓ ગાયબ થવા લાગે છે. નકારાત્મક ઊર્જાને કારણે ઘરમાં કોઈ ખરાબ ચીજો ઘટિત થવા લાગે છે. તેમાં પરિવારનાં સદસ્યોની વચ્ચે મતભેદ, સંબંધો કમજોર પડવા, વધારે પૈસા ખર્ચ થવા, બીમારીનું ના જવું, મન ઉદાસ રહેવું અને અશાંત રહેવું વગેરે ચીજો સામેલ હોય છે. આ વાતોને ધ્યાનમાં રાખતા આજે અમે તમને અમુક એવા સંકેતોનાં વિશે જણાવીશું જે તે તરફ ઇશારો કરે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી ગયો છે. તેવામાં તમારે પોતાનાં ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવાની દિશામાં કાર્ય શરૂ કરી દેવું જોઈએ.

નકારાત્મક ઉર્જાના સંકેતો

  • જો તમે કે તમારા ઘરના કોઇપણ સદસ્ય ખૂબ જ વધારે આળસ કરવા લાગ્યા હોય, તેમને સુસ્તી આવવા લાગી હોય અને તે હંમેશા થકાવટ મહેસૂસ કરતા હોય તો તે એ વાત તરફ ઇશારો કરે છે કે તેમની અંદર નેગેટિવ એનર્જી સમાવવા લાગી છે. આ સ્થિતિમાં તમારે ઘરમાં મોરની તસ્વીર કે કોઈ પ્રાકૃતિક તસવીર લગાવવી જોઈએ.
  • સૂતા પહેલાં જો તમારા મનમાં ફક્ત નકારાત્મક વિચાર જ આવતા હોય તો તેનો પણ અર્થ થાય છે કે તમે જે બેડરૂમમાં સુઈ રહ્યા છો ત્યાં નેગેટીવ ઉર્જાનું સ્તર વધારે છે. તેને દૂર કરવા માટે બેડરૂમમાં શિવ-પાર્વતીની તસ્વીર લગાવી શકાય છે.

  • જો તમે એક જ ભૂલ વારંવાર કરો છો તો તે પણ તમારા ઘરમાં કોઈ મોટી નકારાત્મક શક્તિ હોવાની તરફ ઇશારો કરે છે. તે નેગેટિવ શક્તિ તમારા મગજને ભ્રષ્ટ કરી રહી છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાની પહેલી ભૂલથી શીખીને ફરી તે ભૂલ કરતો નથી પરંતુ તેમ છતાં પણ તમારા પરિવારમાં કોઈ ભૂલ કરે છે તો તેના પર ગુસ્સો થવાની જગ્યાએ તેમને પ્રેમથી સમજાવો.
  • જો તમારા મનમાં સતત કંઇક ખરાબ વિચાર ચાલી રહ્યા હોય તો તે પણ ઇશારો કરે છે કે નેગેટિવ એનર્જીએ તમને ખરાબ રીતે જકડી લીધા છે. તેના માટે તમારે બજરંગ બલીની આરાધના કરતાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તેનાથી તમારા મનમાં ખરાબ વિચારો આવવાના બંધ થઈ જશે.

  • જો તમારું કે તમારા ઘરના કોઈ સદસ્યનું મન કોઈપણ કામમાં લાગતું નથી તો તે પણ નેગેટિવ ઊર્જાની તરફ ઇશારો કરે છે. બાળકોનું અભ્યાસમાં મન ના લાગવું, વડીલોનું બહાર અને ઘરના કામમાં મન ના લાગવું, આ બધી ચીજો એ વાતની તરફ ઇશારો કરે છે કે તમારા ઘરમાં નેગેટિવ ઊર્જાએ કબજો જમાવી દીધો છે. આ સ્થિતિમાં ઘરમાં સત્યનારાયણની કથા કરવી સારો ઉપાય કહી શકાય. આ કથાથી ઘરની બધી જ ખરાબ અને નેગેટિવ શક્તિઓ ભાગી જાય છે.
  • ઘરમાં લડાઈ-ઝઘડાઓનું અચાનકથી વધી જવું પણ નેગેટીવ ઉર્જાની દેન હોય છે. તેવામાં ઘરના તમામ લોકોએ સાથે મળીને પૂજા-પાઠ અને આરતી કરવી જોઈએ. તેના સિવાય ઘરમાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકાય છે.