આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ માટે સૌથી મીઠી લાગણી પ્રેમ હોય છે. તમે કોઈપણ વ્યક્તિને હૃદયથી પ્રેમ કરશો તો તે પણ તમને એટલી જ વફાદારીથી પ્રેમ કરશે. તેનાથી સારી બીજી કોઈ લાગણી હોય જ ના શકે. પ્રેમ કરવા વાળો વ્યક્તિ બદલામાં પણ પ્રેમની જ આશા રાખે છે પરંતુ માણસ પ્રેમમાં હંમેશા વફાદાર રહે તે જરૂરી તો નથી. વિશ્વાસઘાત, બેવફાઈ, દગો, છેતરપિંડી આ બધા શબ્દ ફક્ત શબ્દ નથી. પરંતુ મજબૂતથી પણ મજબૂત સંબંધના પાયાને હલાવવા માટે કાફી છે. ઘણા લોકો પોતાના પાર્ટનરને દગો આપે છે. એક અભ્યાસ અનુસાર છેલ્લા ઘણા વર્ષોમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં લગભગ લગ્ન બાદ પાર્ટનર દગો કરે છે અને આજના સમયની તો આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે.
પરંતુ તે વાત જાણવા માટે કે તમારો પાર્ટનર ખરેખર તમારી સાથે દગો કરી રહ્યો છે કે નહીં તે જાણવું થોડું મુશ્કેલ છે. દૂર દૂર રહેવું, આદતોમાં એકદમ ફેરફાર થવો તે ઘણી હદ સુધી સંબંધમાં દગાને દર્શાવે છે. તમારો પાર્ટનર વિશ્વાસપાત્ર છે કે નહીં અને તે તમારી સાથે દગો તો નથી કરી રહ્યો. તે જાણીએ આ સંકેતોથી જે બતાવે છે કે તમારો પાર્ટનર તમારી સાથે ચેટિંગ તો નથી કરી રહ્યો ને.
વ્યવહારમાં બદલાવ
સૌથી મોટી ઓળખ તો એ જ છે કે પાર્ટનરના વ્યવહારમાં બદલાવ થવા લાગે છે. “હું કંટાળી ગયો છું” જેવા શબ્દોથી સમજાય જાય છે કે ક્યાંક તો ગડબડ છે. દીપ્તિ માખીજા ના અનુસાર પાર્ટનર જ્યારે દગો કરવા લાગે છે તો પોતાની રીતે જ અમુક વાતો સામે આવવા લાગે છે. જેને બસ સમજવામાં થોડું મોડું થાય છે. જેમ કે તેના શબ્દો અલગ થવા લાગે છે. તને બોલવાની ખબર પડતી નથી ? તારો વજન ઓછો કર, જાડી થઇ ગઈ છો. સાથે જ તમારો પાર્ટનર તમારી તુલના કોઈ બીજા સાથે કરવા લાગે છે. કારણ વગર તમારી ભૂલો કાઢવા લાગે છે. તમારી કોઈ એક નાની ભૂલ પર તમને તે બેજવાબદાર કહેવા લાગે છે. તો તમારે સાવચેત થઈ જવું જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે પહેલા આવું ક્યારેય બન્યું ના હોય. એવું ન સમજવું જોઈએ કે તે આવું કરીને તમને શરમાવવાની કોશિશ કરી રહ્યા છે. આવું કોઈ વ્યક્તિ ત્યારે જ કરે છે જ્યારે તે પોતાનો જુનો સંબંધ તોડીને કોઈ બીજા સાથે નવો સંબંધ બનાવવા માંગે છે.
રૂટિનમાં ફેરફાર
દરરોજના રૂટિનમાં સતત ફેરફાર પણ પાર્ટનરનો તમને દગો આપવાનો સંકેત હોઈ શકે છે. જેમકે અચાનક પોતાના વોર્ડરોબમાં કપડા બદલાવવા, પોતાના પર વધારે ધ્યાન આપવું, અરીસામાં પોતાને જોયા કરવું, તમારા આવવા પર સતર્ક થઈ જવું. જો આવું થાય છે તો સમજવામાં આવે છે કે કંઈક તો ગડબડ ચાલી રહી છે. પહેલાની જેમ તમારામાં રસ ના દાખવવો. કારણ કે પહેલા તમે બંને એકબીજાની નજીક આવવાના બહાના શોધી રહ્યા હતા અને હવે તમારો પાર્ટનર તમારાથી દૂર જવાના બહાના શોધી રહ્યો હોય. કમિટમેન્ટથી જો તે ગભરાવા લાગે તો સમજી જાઓ કે તે તમને દગો આપી રહ્યો છે. તે સિવાય તમારી સાથે કારણ વગર લડાઈ કરવા લાગે. તમારા દરેક કામમાં ખામીઓ શોધવા લાગે. પહેલાની જેમ વ્યક્તિગત વાતો, કરિયર સંબંધિત વાતો જો તમારી સાથે શેર ના કરે તો સમજી જાઓ કે તે તમારાથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તમારા પ્રત્યે પ્રેમ ઓછો થવો
પહેલા જ્યારે તમારી દરેક વાતો તેમને સારી લાગતી હતી પણ હવે તમારી દરેક વાત પર તે ઝગડવા લાગે. ફિલ્મ જોવા અથવા બહાર જવા માટે આનાકાની કરવા લાગે. વધારે સમય ઓફિસમાં વિતાવવા લાગે. આ વાતોથી સ્પષ્ટ ખબર પડે છે કે તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો છે. બની શકે છે કે તમારો પાર્ટનર કોઈ બીજી વાતને લઈને પરેશાન હોય અથવા કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે. પરંતુ આ બધા સાથે તમારો પાર્ટનર કોઈ નિર્ણય લેવામાં તમારી સાથે કોઈ વાત શેર ના કરે તો આ દગાનો સંકેત હોઈ શકે છે.
ફોન થી જોડાયેલ સવાલ
જો તમે તમારા પાર્ટનરની ફોન સાથે જોડાયેલ ગતિવિધિઓમાં બદલાવ જોવો છો તો આ દગા નો સંકેત હોઈ શકે છે. જેમ કે તમારો પાર્ટનર જરૂરથી વધારે ફોન પર વ્યસ્ત રહેવા લાગે. ઓફિસમાં તેમનો ફોન સતત ઘણી કલાકો સુધી વ્યસ્ત આવતો હોય. તમારાથી તેમના ફોન અને મેસેજ છુપાવા લાગે. ફોનનો પાસવર્ડ બદલી નાખવામાં આવ્યો હોય અને તમને તેમનો પાસવર્ડ ના જણાવે અને તેમનો ફોન તમને અડવા પણ ના દે. તો આ બધા જ દગા ના સંકેત હોઈ શકે છે. તેના સિવાય તેમની સોશિયલ મીડિયાની આદતોમાં પણ બદલાવ થઈ શકે છે. જેમકે વધારે ફોટા અપલોડ કરવા અથવા વારંવાર પોતાની પ્રોફાઇલ બદલતા રહેવું. વારંવાર મેસેજ એલર્ટ ચેક કરવું. જેવા ઘણા નાના નાના બદલાવ દગા ના સંકેત હોય છે.
નાની નાની વાતોમાં ખોટું બોલવું
જો તમારો સાથી તમારાથી દરેક નાની નાની વાતમાં ખોટું બોલે છે, વાતો છુપાવે છે તો સમજી જવું કે જરૂર કંઈક ગરબડ છે.
તમારી સાથે નજર ના મેળવી શકે
જો તમારો સાથી તમારી સાથે વાત કરવાથી બચવા લાગે અથવા વાત કરતી વખતે પોતાની આંખો તમારી સાથે ના મેળવી શકે. તમારી વાતોને નજરઅંદાજ કરે. તમારી કોઈ પણ વાતને ગંભીરતાથી ના લે. એ જ કામ કરે જે તમને પસંદ નથી. પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ તમારી જ ભૂલ કાઢવા લાગે, તમારો ફોન રીસીવ ના કરે અને તમારા મેસેજનો પણ કોઈ જવાબ ના આપે તો સમજી લેવું જોઈએ કે તમારો પાર્ટનર તમને નજરઅંદાજ કરવાની કોશિશ કરી રહ્યો છે. દગો આપવાવાળા હંમેશા કોઇ નજીકના જ હોય છે અને કદાચ આ જ કારણ છે કે જ્યારે માણસ ને દગો મળે છે તો બધું જ વિખેરાઈ જાય છે. ખાસ કરીને જ્યારે દગો આપવા વાળો તમારો પાર્ટનર જ હોય.
ત્યારે શું કરશો જ્યારે તમારા પાર્ટનરના દગા નો ખ્યાલ આવે
થોડો સમય લો : જો તમે તમારા પાર્ટનરના દગા દેવાની વાતથી પરેશાન છો તો ઉતાવળ કરવાથી બચવું જોઈએ અને થોડો સમય લેવો જોઈએ. તમારે કોઈની સાથે પણ આ વિશે વાત કરવાની જરૂર નથી. તમારા પાર્ટનર સાથે તો બિલકુલ નહિ. તમને ગુસ્સો તો આવી રહ્યો હોય છે. પરંતુ ગુસ્સામાં કહેલા શબ્દો નુકસાન વધારે પહોંચાડે છે.
ના દલીલ કરો કે ના ઝગડો : વિરોધ કરવો જરૂરી છે અને સામેવાળાને પણ ખબર પડવી જોઈએ કે કંઈક એવું થયું છે જેના લીધે તમે પરેશાન છો. પરંતુ તમારો અવાજ અને તમારા શબ્દો પર સંયમ રાખો. પાર્ટનરને તે જરૂર બતાવો કે તમે કેવું અનુભવી રહ્યા છો.
તેમને દોષ ના આપો : વધારે પડતા કેસમાં દગો આપવાવાળા પાર્ટનરને દોષી માનવાને બદલે તે છોકરી કે છોકરાને દોષી માની લેવામાં આવે છે જેના લીધે આ દગો મળ્યો હોય છે. આવું કરવું બરાબર નથી. કારણ કે જે વ્યક્તિ તમારા પ્રેમને ભૂલીને કોઈ બીજા પાસે ચાલ્યો ગયો તો ભૂલ તેની જ છે.
તમારા મામલામાં કોઇ બીજાને ના બોલવા દો : જો તમે ચાહો છો કે તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે બધું ઠીક થઈ જાય તો આ વાતની ચર્ચા કોઈ બીજા વ્યક્તિને ના કરો. કોઈ ત્રીજા વ્યક્તિને આ વાતોમાં સામેલ કરવી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
એક તક વધારે આપો : જો તમને લાગે કે તમારા પાર્ટનરને તેમની ભૂલ સમજાઈ ગઈ છે અને તે હવે બધું જ ઠીક કરવા માંગે છે તો તેમને સમય આપો. બની શકે છે કે બધું જ ફરીથી પહેલા જેવું થઈ જાય. તેના માટે તમારા બંનેનું સાથે રહેવું અને સાથે સમય વિતાવવો જરૂરી છે. કારણકે તેનાથી તમારા બંને વચ્ચેની ગેરસમજ દૂર થઈ શકે છે.