આ ૭ હસીનાઓ સાથે ઇશ્ક લડાવી ચૂક્યા છે ઋત્વિક રોશન, એક ની સાથે તો બ્રેકઅપ બાદ થયો હતો હંગામો

બોલીવૂડના સૌથી સ્ફૂર્તિલા અભિનેતાઓમાં સામેલ ઋત્વિક રોશન પોતાની ફિલ્મોથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેમનું નામ અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે એટલું જ નહી પરંતુ તે ફિલ્મોમાં જે અભિનેત્રીઓને સાથે કામ કરે છે તેમની સાથે જ તેમનું નામ પણ જોડાઈ જાય છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં ઋતિક રોશનના લવ અફેરની વિશે જણાવીશું. ચાલો જાણી લઈએ આખરે ઋત્વિક રોશન કઈ કઈ અભિનેત્રીઓની સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યા છે.

કરીના કપૂર અને ઋત્વિક રોશન

બોલિવૂડની બેબો કહેવાતી કરીના કપૂરની સાથે ઋત્વિક રોશનનું સિરિયસ અફેર રહી ચુક્યું છે. ખબરોનું માનીએ તો “મેં પ્રેમ કી દિવાની હું” ફિલ્મના સમયમાં જ બન્નેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહી. જણાવવામાં આવે છે કે તે સમયે ઋત્વિક પરણિત હતા. જેના લીધે કરીના કપૂર સાથે તેમનો સંબંધ તૂટી ગયો અને બાદમાં કરીના પોતાની લાઈફમાં આગળ વધી ગઈ.

પ્રિયંકા ચોપડા અને ઋત્વિક રોશન

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ભલે લગ્ન કરીને વિદેશમાં સેટલ થઈ ગઈ હોય પરંતુ તેમનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. આ કડીમાં ઋતિક રોશનનું નામ પણ સામેલ છે. માનવામાં આવે છે કે બંનેની વચ્ચે પ્રેમ ફિલ્મ ક્રિશ નાં સેટ પર પાંગર્યો હતો અને બાદમાં બંનેએ અગ્નિપથ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું, જોકે બંનેએ પોતાના સંબંધના વિશે ક્યારેય પણ કોઈની સાથે ખુલીને વાતચીત કરી નથી અને હવે બંનેના રસ્તા એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે.

કેટરીના કૈફ અને ઋત્વિક રોશન

બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશનનું નામ કેટરીના કૈફ સાથે પણ જોડાઇ ચુક્યુ છે, તે બન્નેની વચ્ચે પ્રેમ ફિલ્મ “બેંગ બેંગ” ના સેટ પર પાંગર્યો હતો, ત્યારબાદ બંનેના અફેરની ખબરો ખૂબ જ વાયરલ થઈ હતી એટલું જ નહીં કંગના રનૌત એ કેટરીના કૈફ પર આરોપ લગાવ્યા હતા કે તેમના લીધે જ તેમનો સંબંધ ઋત્વિક સાથે તૂટી ગયો હતો. તેના સિવાય સલમાન ખાને પણ આ પુરા મામલા પર નિવેદન આપ્યું હતું કે ઋત્વિક રોશને કેટરીના કૈફના જીવનથી દૂર રહેવું જોઈએ. જણાવી દઈએ કે કેટરીના પર સલમાન ખાન ફિદા હતા અને તેમની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા.

કંગના રનૌત અને ઋત્વિક રોશન

ફિલ્મ કાઇટ્સ થી કંગના રનૌત અને ઋતિક રોશનની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમનો અંત ખૂબ જ દર્દનાક રીતે થયો હતો, એટલું જ નહી તે બંનેના અફેરની જેટલી ચર્ચા થઈ ના હતી તેનાથી ઘણી વધારે તેમના વિવાદની ચર્ચા થઈ હતી. કંગના રનૌત એ તો ઋત્વિક રોશનને કાનૂની કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી, ત્યારબાદ તે વિવાદ વધારે ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે હજુ પણ કંગના રનૌત ઋત્વિક રોશન પર નિવેદન આપવાની કોઈ તક છોડતી નથી.

બારબરા મોરી અને ઋત્વિક રોશન

બારબરા મોરીની સાથે પણ ઋત્વિક રોશનનું નામ જોડાઈ ચૂક્યું છે. બંનેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો પરંતુ બંનેએ ક્યારેય પણ મીડિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નહોતો.

શ્વેતા બચ્ચન

બચ્ચન પરિવારની સાથે પણ ઋતિક રોશનનો ખાસ સંબંધ રહ્યો છે. હકીકતમાં ઋત્વિક રોશનનું દિલ શ્વેતા બચ્ચન પર આવી ગયું હતું. બંનેની વચ્ચે સારી દોસ્તી જોવા મળતી હતી અને ઘણીવાર શ્વેતાને અભિષેકની સાથે ઋત્વિકનાં ઘર પર જતાં જોવા મળતી હતી. પરંતુ બંનેએ આ સંબંધની વિશે ક્યારેય પણ કંઈ જણાવ્યું નથી.

સુજૈન ખાન અને ઋત્વિક રોશન

ઋત્વિક રોશનનું દિલ સુજૈન ખાન પર આવ્યું હતું અને બાદમાં બંનેએ લગ્ન પણ કર્યા હતા. લગ્નના થોડા વર્ષો સુધી સંબંધ ખૂબ જ સારો રહ્યો પરંતુ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા. જો કે હવે બંને ખૂબ જ સારા મિત્રો છે અને બંનેના બે બાળકો પણ છે.