આ અભિનેતા એ હોટેલમાં વાસણ ધોવાથી લઈને ટેબલ સાફ કરવા સુધીનું કર્યું છે કામ, આવી રીતે કરી બોલીવુડમાં એન્ટ્રી

રોનિત રોય એક એવા અભિનેતા છે, જેમણે પોતાના જીવનનાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પહેલાં ટીવી અને ત્યારબાદ ફિલ્મોમાં તેમણે પોતાની એક્ટિંગથી તમામ લોકોનું દિલ જીતી લીધું છે. તેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની મદદથી લોકોની વચ્ચે ખૂબ જ સારી લોકપ્રિયતા મેળવી છે. વર્તમાન સમયમાં બધા જ લોકો તેમને ખૂબ જ સારી રીતે જાણે છે. તમે લોકોએ રોનિત રોયને ઘણા અલગ-અલગ પાત્રમાં જોયા હશે. તેમના દરેક પાત્રને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. પોતાના શ્રેષ્ઠ અભિનયનાં કારણે તે લોકોની વચ્ચે મશહૂર થયા છે. તેમના નાનાભાઈ રોહિત રોય પણ ટીવી જગતના જાણીતા અભિનેતા છે. આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલ અમુક મહત્વપૂર્ણ વાતોની વિશે જણાવીશું.

રોનિત રોયને એક્ટિંગમાં હતો રસ

રોનિત રોયે પોતાના સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો.. તેમને એક્ટિંગનો ખૂબ જ વધારે શોખ હતો પરંતુ એક્ટિંગની દુનિયામાં પગલું માંડવું એટલું આસાન હોતું નથી. જ્યારે તેમણે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો ત્યારબાદ તે મુંબઈ આવી ગયા અને સુભાષ ઘાઈના ઘર પર રહેવા લાગ્યાં. રોનિત રોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતા હતા. પરંતુ સુભાષ ઘાઈએ ફિલ્મોમાં કામ કરવા માટે તેમને જણાવ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ મળવું ખૂબ જ મુશ્કેલ છે. રોનિત રોયે મુંબઈની “સી રોક હોટેલમાં” ટ્રેની ની નોકરી કરી. નોકરી દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હોટલમાં તેમણે વાસણ ધોયા એટલું જ નહી પરંતુ તેમણે ટેબલ પણ સાફ કરવાનું કામ કર્યું હતું.

આ ફિલ્મથી બોલિવૂડમાં કરી એન્ટ્રી

રોનિત રોયે તો પોતાના મનથી નક્કી કરી લીધું હતું કે તે એક્ટિંગ કરશે. પોતાના લક્ષ્યને મેળવવા માટે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. ખૂબ જ સંઘર્ષ બાદ રોનિત રોયને વર્ષ ૧૯૯૨ માં ફિલ્મ “જાન તેરે નામ” માં લીડ રોલનો પ્રસ્તાવ મળ્યો હતો. તે સમય દરમિયાન આ ફિલ્મ સામાન્ય સાબિત થઇ હતી પરંતુ રોનિત રોય પોતાના કરિયરને જે જગ્યાએ લઈ જવા માંગતા હતા તેમને તે સ્થાન મળી શક્યું નહી. તમને જણાવી દઈએ કે રોનિત રોયે પોતાના ટીવી કરિયરની શરૂઆત સીરીયલ “કમાલ” થી કરી હતી. જ્યારે તેમને ફિલ્મોમાં કામ મળી રહ્યું નાં હતું તો તેમણે ટીવી ઈન્ડસ્ટ્રીની તરફ પોતાના મનને વાળી લીધું.

રોનિત રોયને એકતા કપૂરની મશહૂર સીરીયલ “કસોટી જિંદગી કી” માં કામ કરવાનો અવસર મળ્યો. આ સિરિયલની અંદર તેમના પાત્રને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે આ સીરિયલના પરમેનેન્ટ ભાગ બની ગયા.

એક્ટિંગની સાથે રોનીત રોય એક બિઝનેસમેન પણ છે

તમને જણાવી દઈએ કે અભિનેતા રોનિત રોય એક્ટિંગની સાથે-સાથે પોતાનો વ્યવસાય પણ કરે છે. એસ-સિક્યોરિટી અને પ્રોટેકશન એજન્સીના તે માલિક છે. તેમની કંપની બોલિવૂડની મોટી હસ્તીઓને સિક્યુરિટી પ્રોવાઇડ કરે છે.

રોનિત રોયનું અંગત જીવન

જો આપણે રોનિત રોયનાં અંગત જીવનની વાત કરીએ તો તેમણે બે લગ્ન કર્યા છે. અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથેના લગ્નથી તેમને બે બાળકો છે. તેમના પહેલા લગ્ન વર્ષ ૧૯૯૧માં થયા હતા. પહેલાં લગ્નથી તેમને એક દિકરી પણ છે.