કાજોલ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાંથી ઘણી ફિલ્મો કરણ જોહરે બનાવી છે. તેવામાં કરણ અને કાજોલ એકબીજા સાથે ખૂબ જ સારી બોર્ડિંગ શેર કરે છે. તે બંને એકબીજાના ખૂબ જ સારા મિત્રો છે. તેથી એકબીજાના બધા જ રહસ્યો જાણતા હોય છે. થોડા સમય પહેલાં જ કરણ જોહરે કાજોલનું એક એવું રહસ્ય બધાને જણાવ્યું હતું કે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
અક્ષય કુમાર હતા કાજોલના ક્રશ
હકીકતમાં કરણ જોહર અને કાજોલ કપિલ શર્માના શો પર આવ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે કાજોલને અક્ષય કુમાર પર ક્રશ હતું. કરણ જોહરે જણાવ્યું કે કાજોલને અક્ષય કુમાર પર ખૂબ જ સારું ક્રશ હતું. પુરા પ્રીમિયરમાં તે અક્ષય કુમારને જ શોધી રહી હતી અને હું તેમનો સહારો બની ગયો હતો કારણકે હું પણ અક્ષય કુમારને જ શોધી રહ્યો હતો. કરણ જોહરની આ વાત સાંભળીને કપિલ શર્મા અને અર્ચના જોરજોરથી હસવા લાગ્યા હતા.
કરણ જોહરે ખોલ્યું રહસ્ય
આ જુનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર બોલિવુડ નોન સ્ટોપ નામથી એક પેજ એ શેર કર્યો છે. કાજોલના આ રહસ્ય વિશે ઘણા લોકોને જાણ હતી નહી પરંતુ કરણ જોહરે કપિલના શો પર તેને ખોલી નાખ્યું હતું. મહત્વપૂર્ણ છે કે કાજોલ વર્તમાન સમયમાં અજય દેવગનની પત્ની છે. તેમના બે બાળકો પણ છે જેનું નામ યુગ અને ન્યાસા છે.
જુઓ વિડિયો
જોકે તેમાં કાજોલની પણ કોઈ ભૂલ નથી. અક્ષય કુમારની પર્સનાલિટી જ કંઈક એવી છે કે કોઈને પણ તેમના ઉપર ક્રશ આવી જાય. પછી તે કાજોલ હોય કે કરણ જોહર.
માં ને આપી જન્મદિવસની શુભેચ્છા
કાજોલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે હાલમાં જ તેમણે પોતાની માં તનૂજાને ૭૭ માં જન્મદિવસની શુભકામના પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે કાજોલ છેલ્લે “તાન્હાજી : ધ અનસંગ વોરિયર” માં અજય દેવગન સાથે નજર આવી હતી.