આ અભિનેત્રીથી સલમાનને લાગતો હતો ડર, સાથે કામ કરવામાં છૂટી જતો હતો પરસેવો

Posted by

સલમાન ખાનને આજના બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દબંગ કહેવું ખોટું નથી. સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીમાં તેમનો એક અલગ જ અંદાજ છે. દરેક નવા કલાકાર જે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માંગતા હોય છે તે એકવાર સલમાન ખાનની સાથે કામ કરવાની ઈચ્છા જરૂર રાખતા હોય છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે કે સલમાન ખાનની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને તેમની લગભગ દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થાય છે. એમની દબંગાઈથી ઇન્ડસ્ટ્રીના દરેક કલાકાર થર-થર કાપે છે પરંતુ તમને લગભગ જ જાણ હશે કે એક સમય હતો જ્યારે સલમાન ખાન પણ અભિનેત્રી શ્રીદેવીથી ડરતા હતા. ચાલો જાણીએ આખરે શા માટે શ્રીદેવીને જોઈને જ દબંગ ખાનને પરસેવો છૂટી જતો હતો.

જાણો શા માટે શ્રીદેવીથી ડરતા હતા સલમાન ખાન

સલમાન ખાનની કારકિર્દીનો એક સમય હતો જ્યારે તે અભિનેત્રી શ્રીદેવીની સાથે કામ કરવામાં ડરતા હતા. તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ વાતનો ખુલાસો પોતે સલમાન ખાને તેમના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેમણે પોતાના આખા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને શ્રીદેવીની સાથે ફિલ્મની શૂટિંગ કરવામાં સૌથી વધારે ડર લાગતો હતો. સલમાન ખાને કહ્યું કે શ્રીદેવી ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર એવી અભિનેત્રી છે કે જેમની ફિલ્મોમાં લોકો હીરો પર ઓછું ધ્યાન આપે છે. દર્શકો સિનેમાઘરોમાં ફક્ત શ્રીદેવીને જોવા માટે જ જતા હતા. તેવામાં તેમની સાથે હીરો તરીકે કામ કરવામાં ખૂબ જ ડર લાગતો હતો.

સલમાન ખાને એ વાત ખુલીને સ્વીકારી હતી કે જે ફિલ્મમાં શ્રીદેવી હતી તે ફિલ્મમાં દર્શકો શ્રીદેવીના અપોઝિટ સ્ટારને ખૂબ જ ઓછા જોતા હતા. દર્શકોના મગજમાં ફક્ત શ્રીદેવી જ છવાયેલી રહેતી હતી. સાથે જ સલમાને જણાવ્યું કે તે શ્રીદેવીની સાથે કામ કરવામાં ખૂબ જ ડરતા હતા. જણાવી દઈએ કે સલમાન ખાને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પગલું માંડ્યું ત્યારે શ્રીદેવી બોલિવુડની સુપરસ્ટાર હિરોઈન હતી.

શ્રીદેવી અને સલમાન ખાને ફિલ્મ “ચાંદ કા ટુકડા” અને “ચંદ્રમુખી” સાથે કામ કર્યું હતું ચંદ્રમુખી વર્ષ ૧૯૯૩માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી તો ચાંદ કા ટુકડા ૧૯૯૪ માં આવી હતી. જોકે આ બંને ફિલ્મોને દર્શકોએ પસંદ કરી નહી અને તે ફિલ્મ ફ્લોપ સાબિત થઈ પરંતુ આ ફિલ્મમાં સલમાન ખાન નહી પરંતુ શ્રીદેવીનો વધારે રોલ હતો અને ફિલ્મોના નામ પણ શ્રીદેવીના રોલ પર જ આધારિત હતો. એટલું જ નહીં આ બંને ફિલ્મોમાં શ્રીદેવીને સલમાનથી વધારે ફી પણ મળી હતી. એકવાર તો સ્ટેજ શો માં સલમાન અને શ્રીદેવીએ સાથે પર્ફોમન્સ કર્યું હતું. તેમાં રસપ્રદ વાત એ હતી કે આ શો ના પોસ્ટરમાં શ્રીદેવીનો ખૂબ જ મોટો ફોટો લગાવવામાં આવ્યો હતો તો વળી સલમાન ખાનના ફોટાને એક નાના બોક્સમાં રાખવામાં આવ્યો હતો.

૮૦ અને ૯૦ ના દશકની સુપરસ્ટાર શ્રીદેવીએ બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં ચાંદની, ચાલબાઝ, નગીના, ખુદા ગવાહ, હિમ્મતવાલા અને જુદાઈ સહિત ઘણી અન્ય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મમાં કામ કરનાર હીરો હંમેશા સાઈડલાઇનમાં જ રહ્યા છે. લગભગ ૩ દશક સુધી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહેવાવાળી અભિનેત્રી શ્રીદેવી એ લગભગ ૨૦૦ ફિલ્મોમાં પોતાના એક્ટિંગનો જાદુ બતાવ્યો છે. એક જમાનો હતો જ્યારે ફિલ્મો ફક્ત શ્રીદેવીના નામ પર જ હિટ થઈ જતી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત સલમાન ખાન જ નહી પરંતુ બીજા હીરો પણ શ્રીદેવીની સાથે કામ કરવામાં ખૂબ જ ડરતા હતા. વર્ષ ૧૯૭૯ માં ફિલ્મ સોલહ સાવન થી તેમણે બોલિવૂડમાં પોતાનું પગલું માંડ્યુ હતું. જોકે તેમની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી ત્યારબાદ વર્ષ ૧૯૮૩ માં ફિલ્મ હિમતવાલા એ તેમને સફળતા અપાવી અને આ ફિલ્મ પછી તે એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી આવી. ત્યારબાદ તેમણે પોતાનો એવો જાદુ બતાવ્યો કે બે દશક સુધી બોલિવૂડમાં હિરોઈન સહિત હીરો પણ પોતાના કરિયરને ઇનસિક્યોર ફીલ કરવા લાગ્યા હતા. એવું કહેવું ખોટું નથી કે ૮૦ અને ૯૦ ના દશકમાં શ્રીદેવીનું બોલિવૂડમાં એક તરફી રાજ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *