આ અભિનેત્રીઓ લગ્ન પહેલાં જ થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ, જાણો લિસ્ટમાં કઈ કઈ એક્ટ્રેસનું નામ છે સામેલ

બોલિવૂડની દુનિયામાંથી દરરોજ કોઈને કોઈ નવા સમાચાર સાંભળવા તો મળી જતા હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર દરરોજ સિતારાઓનો સંબંધ જોડાય છે અને તૂટી પણ જાય છે, પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે આ સિતારાઓ ફિલ્મમાં કામ કરતાં કરતાં એક-બીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને અભિનેત્રીઓ લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. ઘણીવાર તમે લોકોએ આ પ્રકારના સમાચાર સાંભળ્યા હશે. આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓની વિશે જાણકારી આપીશું, જે લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી અને બાદમાં તેમણે લગ્ન કર્યા હતા. તો ચાલો જાણી લઈએ આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓનું નામ સામેલ છે.

નેહા ધૂપિયા

ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રી નેહા ધૂપિયા વર્ષ ૨૦૦૨ની ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી ચૂકી છે. નેહા ધૂપિયાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૩માં અજય દેવગણની સાથે ફિલ્મ “કયામત” થી કરી હતી. આ ફિલ્મની અંદર તેમણે અજય દેવગણની પ્રેમિકાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર લગભગ ખૂબ જ સારો વેપાર કર્યો હતો. તેના સિવાય હિન્દી સિનેમામાં તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોની સિવાય પોતાના અંગત જીવનને લઈને પણ તે ચર્ચામાં છવાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી નેહા ધૂપિયાએ વર્ષ ૨૦૧૮ માં અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે પોતાના લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. લગ્નના ૬ મહિના પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.

એમી જેકસન

અભિનેત્રી એમી જેક્સને પોતાના કરિયરની શરૂઆત ૧૭ વર્ષની ઉંમરથી મોડેલ તરીકે કરી હતી. મોડલિંગ દરમિયાન એમી-જેકસન મિસ ટીન લિવરપૂલ અને મિસ ટીન ગ્રેટ બ્રિટેન પ્રતિયોગિતા જીતી ચૂકી છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૮ માં તેમણે મિસ ટીન વર્લ્ડનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. તમને જણાવી દઈએ કે એમી જેકશન અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ “સિંઘ ઇઝ બ્લીંગ” અને રોબોટ : ૨.૦ માં નજર આવી ચૂકી છે. અભિનેત્રી એમી જેકસન પોતાના લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. તેમણે એક દિકરાને જન્મ આપ્યો છે. તેમણે હજી સુધી પોતાના બોયફ્રેન્ડ જોર્જ સાથે લગ્ન કર્યા નથી.

ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ

તમને જણાવી દઈએ કે ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલની પ્રેમિકા છે. ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ એ ૧૮ જુલાઇના રોજ મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ ગર્ભવતી હતી ત્યારે આ વાતની જાણકારી અભિનેતા અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ બંને એ હજી સુધી લગ્ન કર્યા નથી.

લિઝા હેડન

લિઝા હેડને બોલીવુડની ક્વીન, હાઉસફુલ-૩ અને આયશા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પણ લગ્ન પહેલાં જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. આ વાતની જાણકારી તેમણે પોતે આપી હતી. બાદમાં તેમણે વર્ષ ૨૦૧૬ માં પોતાના બોયફ્રેન્ડ ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા.

કલ્કી કોચલીન

અભિનેત્રી કલ્કી કોચલીન બોલિવૂડમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે મશહૂર છે. તેમણે બોલિવૂડમાં પોતાની અભિનયની શરૂઆત અનુરાગ કશ્યપની ફિલ્મ “દેવ-ડી” થી કરી હતી. તમને જણાવી દઈએ કે બોલિવૂડની ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં કલ્કી કોચલીન નજર આવી ચૂકી છે. તે થોડા દિવસો પહેલાં જ માં બની છે. તે પોતાના ઇઝરાયેલી ક્લાસિકલ Guy Hersh Berg ને ડેટ કરી રહી છે. તેમણે હજી સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.