આ અભિનેત્રીઓને સલમાને કરી લોન્ચ પરંતુ તેમ છતાં પણ જીવી રહી છે ગુમનામીનું જીવન

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક મશહૂર કહેવત છે કે સલમાન ખાન જેમના પર હાથ રાખી દે છે તેમની કિસ્મત જ પલટાઈ જાય છે. એ વાત તો જગજાહેર છે કે સલમાન ખાને ઘણા લોકોને ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવ્યા છે પરંતુ એક દિલચસ્પ વાત એ પણ છે કે જે હિરોઈન સલમાન ખાનની સાથે લોન્ચ થઇ હતી તે ગુમનામીમાં ખોવાઇ ગઇ છે. જે પણ એક્ટ્રેસે સલમાન ખાનની સાથે પોતાની ફિલ્મ ડેબ્યુ કરી તે ફ્લોપ સાબિત થઈ. તેમાં રવીના ટંડન અને સોનાક્ષી સિંહા જેવી અમુક એક્ટ્રેસને જ છોડી દેવામાં આવે તો મોટાભાગની હિરોઈન જે સલમાન ખાનની સાથે લોન્ચ થઇ હતી, તે બોલિવુડમાંથી ગાયબ થઈ ગઈ છે. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ-કઈ એક્ટ્રેસ સામેલ છે.

સાંઈ માંજરેકર (દબંગ-૩)

સલમાન ખાનની “દબંગ-૩” ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ સિનેમાઘરોમાં આવી હતી. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દિકરી સાંઈ માંજરેકર બોલિવૂડમાં લોન્ચ થઈ પરંતુ તેમને અપેક્ષા પ્રમાણે સફળતા પ્રાપ્ત થઈ શકી નહી. તેમ છતાં પણ સલમાન ખાન તેમની સાથે બીજી ફિલ્મ બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે સાંઈ માંજરેકરની એક્ટિંગને ફિલ્મ “દબંગ-૩ માં પસંદ કરવામાં આવી ના હતી, જેના કારણે તેમને બીજી ફિલ્મ મળી શકી નહી પરંતુ તેમ છતાં પણ સલમાન તેમની સાથે બીજી ફિલ્મ કરી રહ્યા છે.

ભાગ્ય શ્રી (મૈને પ્યાર કિયા)

સલમાન ખાનની સાથે ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી ડેબ્યૂ કરવાવાળી ભાગ્યશ્રી પણ ખૂબ જ વધારે પોપ્યુલર થઈ હતી, જોકે તેમનું કરિયર લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં અને બાદમાં તે ગુમનામીનું જીવન જીવવા લાગી. જણાવી દઈએ કે ભાગ્યશ્રીની જ્યારે ફિલ્મો ફ્લોપ થવા લાગી તો તેમને લગ્ન કરવાનું જ યોગ્ય લાગ્યું અને બોલિવૂડથી દૂર થઈ ગઈ. જોકે માનવામાં આવી રહ્યું છે કે તેમની દિકરી ખૂબ જ જલ્દી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી શકે છે.

ડેઈઝી શાહ (જય હો)

ફિલ્મ “જય હો” થી સલમાન ખાનની સાથે પોતાના કરિયરની શરૂઆત કરવા વાળી ડેઇઝી શાહને પણ વધારે સફળતા મળી શકી નહી. ફિલ્મ હેટ સ્ટોરી-૩ પણ તેમના કરિયરને બચાવી શકી નહી. તેવામાં એકવાર ફરી સલમાન ખાને તેમને પોતાની સાથે કામ કરવાનો અવસર આપ્યો છે.

ઝરીન ખાન (વીર)

ફિલ્મ “વીર” થી સલમાન ખાનની સાથે ડેબ્યુ કરવા વાળી ઝરીન ખાનનો ચહેરો કેટરીના સાથે મળે છે પરંતુ તેમ છતાં પણ તેમનું કરિયર વધારે લાંબા સમય સુધી ચાલી શક્યો નહી. તેવામાં હવે ઝરીન ખાન ગુમનામ થઇ ચૂકી છે. જણાવી દઈએ કે ઝરીન ખાનને તે દિવસોમાં કેટરિનાની હમશકલ પણ કહેવામાં આવતી હતી. જેના કારણે તેમને થોડી લોકપ્રિયતા તો મળી પરંતુ બાદમાં તેમની ફિલ્મો ફ્લોપ થતી રહી અને આખરે ઝરીનખાને બોલિવૂડથી દૂર થવું પડ્યું.

ભૂમિકા ચાવલા (તેરે નામ)

ફિલ્મ “તેરે નામ” થી સલમાન ખાનની સાથે કરિયર શરૂ કરનાર ભૂમિકાનું પણ ફિલ્મી કરિયર લાંબા સમય સુધી ચાલી શક્યું નહી. આ ફિલ્મ કર્યા બાદ ભૂમિકા લોકપ્રિય તો થઈ પરંતુ ખૂબ જ જલ્દી ગુમનામ પણ થઈ ગઈ.

સ્નેહા ઉલ્લાલ (લકી : નો ટાઇમ ફોર લવ)

સલમાન ખાને સ્નેહા ઉલ્લાલને લોન્ચ કરી, જેમનો ચહેરો ઐશ્વર્યાને મળતો હતો. જણાવી દઈએ કે સ્નેહાએ ફિલ્મ “લકી : નો ટાઈમ ફોર લવ” થી સલમાન ખાનની સાથે ડેબ્યુ કર્યું પરંતુ તેમનું કરિયર ક્યારેય ખતમ થઈ ગયું તેમના વિશે કોઈને પણ જાણ થઈ શકી નહી. સ્નેહાના વિશે કહેવામાં આવે છે કે તેમને સલમાન ખાને ઐશ્વર્યાને ભુલાવવા માટે લોન્ચ કરી હતી. જોકે સ્નેહા ઐશ્વર્યા જેવી હિટ થઈ શકી નહીં અને હવે તેમનું કરિયર સંપૂર્ણ રીતે ડૂબી ચૂક્યું છે.

ચાંદની (સનમ બેવફા)

ફિલ્મ “સનમ બેવફા” સલમાન ખાનના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં સલમાન ખાને ચાંદનીને લોન્ચ કરી હતી. આ ફિલ્મથી ચાંદની ઈન્ડસ્ટ્રીમાં તો છવાઈ ગઈ પરંતુ ખૂબ જ જલ્દી ગુમનામ પણ થઈ ગઈ. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેમની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે “સનમ બેવફા” ફીલ્મને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મના કારણે જ ચાંદની છવાઈ જશે પરંતુ એવું થઈ શક્યું નહી, તેવામાં ચાંદની હંમેશા માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *