આ એક્ટરની સાથે શ્રદ્ધા કપૂર પસાર કરી ચૂકી છે ઘણી રાતો, ઘરે ઢસડીને પરત લઈ આવ્યા હતા તેમના પાપા

શ્રદ્ધા કપૂરનું નામ આજે બોલિવૂડની ટોપ હિરોઇનોમાં આવે છે. ખાસ કરીને આજકાલના યુવાનોમાં શ્રદ્ધા કપૂરનો ખૂબ જ ક્રેઝ છે. ખૂબ જ નાની ઉંમરમાં શ્રદ્ધાએ બોલિવૂડમાં પોતાની ઓળખાણ બનાવી લીધી છે. ફિલ્મો સિવાય શ્રદ્ધા પોતાના રીલેશનશીપને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. શ્રદ્ધા સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ પ્રતિભાશાળી પણ છે. શ્રદ્ધા એ બોલિવુડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ “આશિકી-૨” સાથે કરી હતી.

આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર હતાં.ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી અને શ્રદ્ધા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મ હિટ થયા બાદ તેમની બીજી પણ ફિલ્મો આવી અને સાથે જ રોજ તેમની હુક-અપ્સ ની ખબરો પણ સામે આવવા લાગી. સૌથી પહેલા તેમનું નામ જોડાયું બોલીવુડના અભિનેતા, ડાયરેક્ટર અને સિંગર ફરહાન ખાનની સાથે.

ફરહાનની સાથે હતી લિવ ઇનમાં

ખબરો ના અનુસાર શ્રદ્ધા કપૂરે થોડા સમય સુધી જાવેદ અખ્તરના દિકરા અને બોલીવુડના મશહૂર એક્ટર, ડાયરેક્ટર ફરહાન અખ્તરને ડેટ કરેલ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વાતનો ખુલાસો શ્રદ્ધા કપૂરે પોતે એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. ખબરો તો એવી પણ મળી રહી હતી કે શક્તિ કપૂર આ સંબંધની બિલકુલ વિરુદ્ધમાં હતા અને જ્યારે તેમને આ વિશે જાણ થઈ તો તે શ્રદ્ધાથી ખૂબ જ નારાજ પણ થયા હતા. પરંતુ તેમ છતાં પણ શ્રદ્ધા માની નહીં અને પોતાનું બધું જ છોડીને ફરહાનની સાથે લિવ-ઇનમાં રહેવા ચાલી ગઈ.

દિકરીને ઘરે પરત લઇને આવ્યા શક્તિ કપૂર

રિલેશનશિપમાં હોવાની વાત સાંભળીને શક્તિ કપૂર ફક્ત શ્રદ્ધાથી નારાજ થયા હતા પરંતુ જ્યારે શ્રદ્ધા ફરહાનની સાથે લિવ-ઇનમાં રહેવા માટે તેમના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ચાલી ગઇ તો શક્તિ કપૂર ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ખબર અનુસાર વર્ષ ૨૦૧૭ ના ૧૮ ડિસેમ્બર મહિનામાં શક્તિ કપૂર દિકરી શ્રદ્ધાને ફરહાનના એપાર્ટમેન્ટમાંથી વાળ પકડી ઢસેડીને ઘરે પરત લઇ આવ્યા હતા. જોકે હવે શ્રદ્ધા અને ફરહાનની વચ્ચે બ્રેક-અપ થઈ ચૂક્યું છે અને બાપ દિકરીની વચ્ચે બધા જ મતભેદ દૂર થઈ ગયા છે. હાલના દિવસોમાં શ્રદ્ધાનું નામ એક નવા યુવક સાથે જોડાઈ રહ્યું છે અને ખબરોનું માનીએ તો શક્તિ કપૂર પણ તે યુવકને ખૂબ જ પસંદ કરે છે અને તેમને જ પોતાના ઘરના જમાઈ બનાવવા માંગે છે.

આમની સાથે ઉડી રહી છે અફેર ની ખબરો

શ્રદ્ધા જે યુવકને ડેટ કરી રહી છે તે કોઈ મશહૂર અભિનેતા નથી પરંતુ એક ફોટોગ્રાફર છે. જણાવી દઈએ કે શ્રદ્ધા સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શેઠને ડેટ કરી રહી છે. શ્રદ્ધા અને રોહન બાળપણથી જ એકબીજાને જાણે છે અને બંને સારા મિત્રો પણ છે. રોહનના પિતા રાકેશ શેઠ પણ બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર છે. પોતાના પિતાની જેમ જ તેમના દિકરાએ પણ આ પ્રોફેશન અપનાવી લીધું છે. જણાવી દઈએ કે રોહનની ઉંમર અત્યારે ૩૩ વર્ષ છે વળી શ્રદ્ધા ૩૧ વર્ષની છે. તેવામાં બંને એકબીજા માટે પરફેક્ટ મેચ થઈ શકે છે. હાલમાં જ ખબરો આવવાની શરૂ થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. શક્તિ કપૂર રોહનને ખૂબ જ પસંદ કરે છે અને તે ઈચ્છે છે કે શ્રદ્ધાના લગ્ન રોહન સાથે થાય. જોકે શ્રદ્ધાએ આ ખબર પર હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી.