આ એક્ટર પર ફિદા હતી ૩ હિરોઈન રવિના, કાજોલ અને પૂજા ભટ્ટ, પરંતુ તૂટી ગયો હતો સંબંધ

Posted by

બોલિવૂડ અભિનેત્રી કાજોલ, રવિના અને પૂજા ભટ્ટ ત્રણેયમાં ફક્ત એક વાત કોમન છે અને તે છે તેમનું કમલ સદાના સાથે અફેર. એક સમય હતો જ્યારે આ ત્રણેય અભિનેત્રી અભિનેતા કમલ સદાનાનાં પ્રેમમાં પાગલ હતી. જોકે રવિના, કાજોલ અને પૂજા ભટ્ટ ત્રણેયનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે પરંતુ તે દિવસોમાં તેમણે જે અભિનેતાને પ્રેમ કર્યો તેનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું. આજે અમે આ આર્ટિકલમાં કમલ સદાનાની વિશે અમુક રસપ્રદ વાતો જણાવીશું.

મહત્વપૂર્ણ છે કે જ્યારે કમલ સદાના ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા તો તેમની અંદર લોકોને એક ઉભરતો સ્ટાર જોવા મળતો હતો. દરેક લોકો તે વાત માની રહ્યા હતા કે આ એક્ટર આગળ ચાલીને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના મેળવશે. પરંતુ થયું તેનાથી ઊલટું. આજે કમલ સદાના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેમના કરિયરનાં વિશે નહીં પરંતુ લવ સ્ટોરીનાં વિશે જણાવીશું.

પૂજા, રવિના અને કમલનું હતું આ કનેક્શન

૯૦ના દશકનાં શરૂઆતનાં સમયમાં કાજોલ, રવિના અને પૂજા ભટ્ટનું દિલ કમલ સદાના પર ફિદા હતું. વર્ષ ૧૯૯૨માં ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલ એ ફિલ્મ બેખૂદી બનાવવાનો નિર્ણય લીધો અને આ ફિલ્મમાં કમલ સદાના અને પૂજા ભટ્ટને કાસ્ટ કરવામાં આવ્યાં. આ ફિલ્મની શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ કમલ અને પૂજાની લવસ્ટોરી શરૂ થઈ ગઈ હતી. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેનું એક કારણ એ પણ જણાવવામાં આવ્યું હતું કે બંને એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા.

પૂજા અને કમલની નિકટતા વધવા લાગી અને બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. બન્નેની લવસ્ટોરી એ તે દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા જગાવી હતી. આ પ્રેમ કહાની પોતાની ચરમસીમા પર હતી ત્યારે રવીના ટંડનની એન્ટ્રી થઇ.

હકીકતમાં પૂજા અને રવિના એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા અને એકબીજા સાથે બધી જ વાતો પણ શેર કરતા હતા. તેવામાં એકવાર પૂજાએ રવીનાને પોતાના બોયફ્રેન્ડ કમલ સાથે મુલાકાત કરાવી હતી. આ મુલાકાત બાદ કમલ અને રવિનામાં દોસ્તી થઈ ગઈ અને તે મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તે વાતની જાણ બંનેને પણ ના થઈ. જોકે જ્યારે પૂજા ભટ્ટને રવિના અને કમલના નિકટતાની વિશે જાણ થઈ તો તેમણે તરત જ બ્રેકઅપ કરી લીધું અને સાથે જ ફિલ્મ બેખૂદી માંથી પણ પોતાનું નામ પરત ખેંચી લીધું.

પૂજા ભટનાં ફિલ્મ છોડ્યા બાદ નિર્માતાઓએ કાજોલને કાસ્ટ કરી. બીજી તરફ થોડા જ સમય બાદ રવિના અને કમલ સદાનાની રિલેશનશિપમાં તોફાન આવી ગયું. બન્નેની વચ્ચે ઘણી વાર મતભેદની ખબરો સામે આવતી હતી. ત્યારબાદ કમલે બ્રેકઅપ કરી લીધુ. રવિના સાથે બ્રેક અપ કર્યા બાદ એવી ખબરો આવવા લાગી કે કમલ સદાના ફિલ્મ બેખૂદીનાં કો-સ્ટાર કાજોલને ડેટ કરી રહ્યા છે.

આવી રીતે શરુ થઇ હતી કાજોલ-કમલની લવ સ્ટોરી

જણાવવામાં આવે છે કે ફિલ્મની શૂટિંગ દરમિયાન જ બંનેની વચ્ચે નિકટતા વધવા લાગી હતી. હકીકતમાં કમલના ચાર્મિંગ લૂકથી કાજોલ પણ બચી શકી નહી. તે દિવસોમાં બંનેની પ્રેમ કહાની ખૂબ ચર્ચામાં રહેતી હતી પરંતુ કમલ અને કાજોલનો આ સંબંધ પણ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહી. બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કાજોલ અજય દેવગનની સાથે રિલેશનશિપમાં આવી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. આજે આ કપલના બે બાળકો પણ છે.

કમલ સદાનાની વાત કરીએ તો તેમનું ફિલ્મી કરિયર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યું. તેમની પહેલી ફિલ્મ બેખૂદી વર્ષ ૧૯૯૨માં રિલીઝ થઈ હતી પરંતુ તે સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ. ત્યારબાદ ફિલ્મ “રંગ” માં તેમને જોવામાં આવ્યા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર થોડી સારી એવી કમાણી કરી હતી. જોકે આ ફિલ્મને કમલના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવતી હતી પરંતુ એવું થઈ શક્યું નહી કારણકે ત્યારબાદની ફિલ્મોમાં તેમના કરિયરનો ગ્રાફ નીચે ઉતરતો ગયો.

પોતાના ફ્લોપ કરિયરથી કમલ પરેશાન થઈ ગયા અને તેમણે બોલિવૂડને હંમેશા માટે અલવિદા કહી દીધું. ત્યારબાદ તેમણે એક મેકઅપ આર્ટિસ્ટ લિસા જોન સાથે લગ્ન કરી લીધા અને હવે તેમના બે બાળકો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *