આ બાળકનાં મોઢામાંથી નીકળ્યું કંઈક એવું કે ઓપરેશન સમયે ડોક્ટરોની પણ આંખો ફાટી ગઈ, તમને પણ નહિ આવે વિશ્વાસ

તમે બાળપણમાં જ સાંભળ્યું હશે કે મોઢામાં માત્ર ૩૨ દાંત હોય છે. સ્કુલમાં ભણતા સમયે પણ તમને પુસ્તકમાં એવું જ શીખવાડવામાં આવે છે કે મનુષ્યને માત્ર ૩૨ દાંત જ હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે, જેમને ૩૨ ની જગ્યાએ ૧-૨ વધારે દાંત હોય છે. ૧ થી વધારે દાંત હોવા સુધી તો આપણે વિચારી શકીએ છીએ પરંતુ જ્યારે તમને ખબર પડે કે કોઈ વ્યક્તિનાં મોઢામાં ૫૦ થી પણ વધારે દાંત છે તો તમારું રિએક્શન કેવું હશે?. હવે તમે એવું જ કહેશો કે શું મજાક છે ?. પરંતુ આ મજાક નથી, હકીકત છે.

Advertisement

૧૦ વર્ષનાં બાળકનાં મોઢામાંથી નીકળ્યા ૫૦ દાંત

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાંથી એક એવો જ કેસ સામે આવ્યો છે, જેમાં એક બાળકનાં મોઢામાંથી ૫૦ દાંત નીકળ્યા છે. બાળકનાં મોઢા માં ૫૦ દાંત વિષે જાણ્યા બાદ દરેક લોકો આશ્ચર્યચકિત રહી ગયા છે. દરેક લોકો એવું જ વિચારી રહ્યા છે કે આખરે કેવી રીતે કોઇ બાળકનાં મોઢા માં ૫૦ દાંત હોય શકે છે. તમે પણ જાણવા માંગતા જ હશો કે આખરે આ બાળક કોણ છે ?, જેનાં મોઢામાં ૫૦ દાંત છે. તો ચાલો તમને આ બાળક વિશે જણાવી દઈએ.

હકિકતમાં આ વિષય ઇન્દોરમાંથી સામે આવ્યો છે. ત્યાં એક ૧૦ વર્ષનાં બાળકનાં મોઢામાં ૫૦ દાંત છે. હકિકતમાં આ બાળકને ઘણા લાંબા સમયથી પોતાનાં દાંતમાં દુખાવાની સમસ્યા હતી. ત્યારબાદ ડોક્ટર્સે જણાવ્યું કે આ બાળકને એક ગંભીર બિમારી છે, જેનાં લીધે તેનાં મોઢામાં ૫૦ દાંત છે. ડોક્ટર પ્રમાણે તો આ બિમારીનાં કેસ એક લાખ લોકોમાંથી ૧-૨ વ્યક્તિમાં જ જોવા મળે છે.

ડોક્ટરે તરત કર્યું ઓપરેશન

ડોક્ટર અનુસાર આ બાળકને ઓડોંટોમા નામની ગંભીર બિમારી છે, જેનાં લીધે આ બાળકનું ઓપરેશન પણ કરવામાં આવી ચુક્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકને ઘણા દિવસોથી પોતાના દાંતમાં દુઃખાવાની ફરિયાદ રહેતી હતી. ત્યારબાદ તેના પરિવારનાં લોકો બાળકને લઇને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે બાળકનું મોં જોયું તો ખબર પડી કે આ બાળકનાં મોઢામાં ખુબ જ સોજો હતો. તેવામાં ડોક્ટરે તરત જ બાળકનું ઓપરેશન કરવાનું યોગ્ય સમજ્યું. આ બાળકની  સારવાર કરી રહેલા ડોકટર સચિને જણાવ્યું કે, “જો સમયસર આ બિમારીની સારવાર ના કરવામાં આવે તો તેનાં ગંભીર પરિણામ જોવા મળી શકે છે. આ બાળકને બિમારીનાં કારણે આ દાંત તેના સ્વાસ્થ્ય પર પણ અસર કરવા લાગ્યા હતાં.

૧૮ વર્ષની ઉંમર સુધીમાં આવી જશે ૩૦ દાંત

ડોક્ટર સચિને જણાવ્યું કે ૩ ડોકટરોની ટીમે આ ૧૦ વર્ષનાં બાળકનું ઓપરેશન કર્યું છે. ઓપરેશન દરમિયાન બાળકનાં ૩૦ થી વધારે દાંત કાઢવામાં આવ્યા છે. સફળ ઓપરેશન બાદ જણાવવામાં આવી રહ્યું છે કે હવે બાળકની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. ડોક્ટર સચિન પ્રમાણે તેમની ટીમ માટે આ ઓપરેશન ખુબ જ કઠિન હતું અને તેને કરવામાં તેમને અઢી કલાક જેટલો સમય લાગી ગયો હતો. ડોક્ટરે પણ જણાવ્યું કે બાળકની ઉંમર ૧૮ વર્ષની થવા સુધીમાં તેને ૩૦ સ્વસ્થ દાંત આવી જશે.

Advertisement