આ બે બાળકીઓ આજે છે બોલિવૂડની શાન, તેમના બાળપણની તસ્વીરો જોઇને તમે ઓળખી નહી શકો

Posted by

બોલિવૂડ સ્ટાર કિડ્સ અવારનવાર કોઈને કોઈ ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર ચર્ચામાં રહેલી છે. હકીકતમાં શનાયાનો ૩ નવેમ્બરનાં રોજ જન્મદિવસ હતો. તેવામાં તેમના ચાહનારા લોકોએ તેમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા. આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે પણ સામેલ છે.

હકીકતમાં હાલનાં દિવસોમાં અનન્યા પાંડે અને શનાયા કપૂરનાં બાળપણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે બંને સ્ટાર કિડ્સ રસ્તા પર પ્રીતિ ઝિન્ટાનું ગીત “ઇટ્સ દ ટાઈમ ટુ ડિસ્કો” પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસ ખૂબ જ ક્યુટ લાગી રહી છે. તે પ્રીતિ ઝિન્ટાનાં ડાન્સ સ્ટેપ્સની કોપી કરવાની કોશિશ કરી રહી છે.

આ ક્યુટ વીડિયોને અનન્ય પાંડેની માં ભાવના પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ૨૧માં જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ મારી ડાર્લિંગ શનાયા. તારો આજનો દિવસ સુંદર હોય અને આવનારું વર્ષ ખુશી અને પ્રેમથી ભરેલું રહે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ ૬૦ હજાર લોકો જોઈ ચૂક્યા છે. માં ની જેમ અનન્યા પાંડેએ પણ શનાયાને ૨૧માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમણે પોતાની અને શનાયાની એક તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે ૨૧માં જન્મદિવસની શુભકામનાઓ મારી આત્મીય બહેન. આઇ લવ યુ સનિકેક્સ.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

જણાવી દઈએ કે અનન્યા પાંડે અને શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન હાલના દિવસોમાં ઘણીવાર શનાયા કપૂરની સાથે જોવા મળે છે. તે ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે. કામની વાત કરીએ તો શનાયા કપૂર પોતાની કઝિન જાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે. વળી અનન્યા છેલ્લે ઈશાન ખટ્ટરની સાથે ખાલી પીલી ફિલ્મમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *