આ ભારતીય કંપનીઓમાં અઠવાડિયામાં માત્ર ૪ દિવસ રહેશે કામ, બાકીનાં દિવસોમાં આરામ, જાણો તમારી કંપની તો સામેલ નથી ને

Posted by

ભારતમાં પ્રાઇવેટ નોકરી કરવી સરળ હોતું નથી. સમય પર જવું પડે છે, પરંતુ સમય પર આવી શકતા નથી. ઓફિસ જઈને બોસની વાતો સાંભળવી તે અલગ. આમ છતાં અઠવાડિયામાં ૬ દિવસ કામ કરવું અને તણાવનો સામનો કરવો પડે છે. ભારતનો લગભગ દરેક વ્યક્તિ આ બધા પ્રેશરથી પાગલ જેવો થઇ જાય છે. જો તેમને કામમાં કમી કે રજાની રાહત મળે તો ખરેખર તેમનું પોતાના કામને લઈને મનોબળ વધશે. જો અમે કહીએ કે તમને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ જ કામ કરવાનું છે તો ? કદાચ તમને અમારી વાત સાચી ના પણ લાગે. પરંતુ આવું જરૂર થઇ શકે છે અને તે પણ ભારત દેશમાં.

શ્રમ મંત્રાલય કર્મચારીઓ માટે કામના કલાકને આનંદદાયક બનાવવાની તૈયારીમાં લાગેલ છે. રિપોર્ટનું માનીએ તો તેના આધાર પર કર્મચારીઓને અઠવાડિયામાં કુલ ૪૮ કલાક જ કામ કરવું પડશે. આ ચર્ચા પર છેલ્લો નિયમ ખૂબ જ જલ્દી જ નોટિફાઇડ થઈ શકે છે. જો હાલની સ્થિતિની વાત કરીએ તો બધી જ કંપનીઓ માટે અઠવાડિયામાં ૬ દિવસ અને દરરોજ લગભગ ૮ કલાક કામ કરવું પડે છે. જેથી એક અઠવાડિયામાં ૪૮ કલાકનું કામ કરવાનું લક્ષ્ય પૂરું કરી શકે. ત્યારબાદ અઠવાડિયામાં એક દિવસની છુટ્ટી આપવામાં આવે છે.

આ વિષયમાં કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ જાણકારી આપતા ૮ ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, અઠવાડિયામાં નક્કી કરેલ મહતમ ૪૮ કલાક સુધી કામ કરવાની સમય સીમાને આરામદાયક બનાવવામાં આવશે. જો કોઈપણ કંપનીનો કર્મચારી દરરોજ ૧૨ કલાક કામ કરીને માત્ર ૪ દિવસમાં જ પોતાના ૪૮ કલાકનું કામ કરી નાખે છે તો તેને બીજા ૩ દિવસ સુધી કામ કરવાની જરૂર પડશે નહી. મતલબ કે તમારે ૫ કે ૬ દિવસ કામ કરવાની જરૂર પડશે નહી પરંતુ તેમાં ધ્યાન આપવા વાળી વાત એ છે કે તેમાં તમારી કંપનીની સહમતી હોવી પણ જરૂરી છે.

આ પ્રસ્તાવમાં એ પણ લખવામાં આવ્યું છે કે, કોઇપણ કર્મચારી સતત ૫ કલાકથી વધારે કામ કરી શકશે નહી. હા, આ દરમિયાન તેને અડધા કલાકનો બ્રેક આપવો પડશે. તમને જણાવી દઈએ કે વચ્ચે એવી ખબરો પણ આવી હતી કે સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં Code on Occupational safety, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન ૨૦૨૦માં કામ કરવાના કલાકોનો સમય ૧૦.૫ કલાકથી વધારીને ૧૨ કલાક સુધીનો કરવામાં આવશે.

તેની સાથે જ હવે ભારતમાં અઠવાડિયામાં ૬ દિવસ ૪૮ કલાક પૂરા કરવાનો પ્રાવધાન છે. આ દરમિયાન જો કોઈ કંપનીને અઠવાડિયામાં કામ કરવાના કલાક ઓછા કરવા હોય તો તેને સરકાર પાસે મંજૂરી જરૂર લેવી પડશે. કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રએ જાણકારી આપતા કહ્યું કે વર્કિંગ સમયને ૧૨ કલાક સુધી વધારીએ તો તેને લઈને ઘણા પ્રકારની સમસ્યા પર પણ ધ્યાન આપવામાં આવશે. ત્યારબાદ જ કંપનીઓને રાહત આપવામાં આવી હતી કે તે અઠવાડિયામાં કામના દિવસોને પોતાના હિસાબે ઉપર નીચે કરી શકે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે આ નિયમ પ્રમાણે કંપની અને કર્મચારી બન્નેની સહમતી આવશ્યક હશે. આવા વિષયોમાં કંપની ૩ દિવસની પેડ લીવ પોતાના કર્મચારીઓને આપવી પડશે. કોડ ઓન ઓકયુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન ૨૦૨૦ તમામ કંપનીઓ અને ફેક્ટરીઓ પર લાગૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *