આ ભોજનાલયની અનોખી પ્રતિયોગીતા, ૪ કિલો થાળી સમાપ્ત કરો અને જીતો રોયલ એનફિલ્ડ બુલેટ

Posted by

દેશમાં ફેલાયેલી કોરોના મહામારી અને ત્યારબાદ તેના કારણે લગાવવામાં આવેલ લોકડાઈનએ દેશની હોટલ, રેસ્ટોરન્ટનો વ્યવસાય ઠપ કરી દીધો છે. અનલોકનાં ઘણા સમય પછી રેસ્ટોરન્ટ ખુલ્યા તો ખરા પરંતુ ગ્રાહકો તે રીતે આવી રહ્યા નથી જેવી રીતે કોરોના આવ્યા પહેલા આવતા હતાં. તેવામાં પુણે નજીક સ્થિત એક રેસ્ટોરન્ટના માલીકે એવી ટ્રિક અપનાવી છે કે હવે તેમને ત્યાં દરેક સમયે કસ્ટમર્સની લાઈન લાગેલી રહે છે. હવે પરિસ્થિતિ એ છે કે ત્યાં ભોજન કરવા માટે ગ્રાહકોને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે. હકીકતમાં વડગામ માવાલ ક્ષેત્રમાં સ્થિત શિવરાજ રેસ્ટોરન્ટના માલિક અતુલ વાઈકર નો અન્ય રેસ્ટોરન્ટની જેમ જ કોરોના કાળમાં વ્યવસાય ખૂબ જ મંદ ગતિથી ચાલતો હતો જેના કારણે તે પરેશાન થઇ ગયા હતાં.

ત્યારબાદ વાઈકર કસ્ટમર્સ માટે એક ઓફર લઈને આવ્યા. જેમાં કહેવામાં આવ્યું કે જે પણ તેમના રેસ્ટોરન્ટની સ્પેશિયલ થાળીઓમાં રહેલ બધું જ ભોજન ગ્રહણ કરી લેશે, તેમને ૨ લાખ રૂપિયાના કિંમતની બુલેટ બાઈક ઈનામમાં આપવામાં આવશે. આ સ્પેશિયલ થાળી ખાવાવાળા લોકો માટે એક શરત પણ રાખવામાં આવી કે જે પણ આ થાળી પુરી કરવા માંગશે તેમણે એકલાએ જ પૂરી કરવી પડશે. સાથે જ તેમને પૂરી થાળી ખાલી કરવા માટે ૬૦ મિનિટ મળશે.

ઓફર મળવાની સાથે જ સપનું લઈને આવી ગયા લોકો

જ્યારે આ બુલેટ થાળીની ઓફર સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી તો હવે ફક્ત પૂણે જ નહી પરંતુ મહારાષ્ટ્રના અન્ય શહેરોના લોકો પણ શિવરાજ રેસ્ટોરન્ટમાં આ શરતને જીતવાનું સપનું લઈને આવવા લાગ્યા. કસ્ટમરને આકર્ષિત કરવા માટે માલિકે રેસ્ટોરન્ટની બહાર જ ૬ નવી બુલેટ બાઇક્સ ઉભી કરી દીધી. તેને જોઈને દરેક વ્યક્તિ આ શરત જીતવાનું સપનું જોવે છે.

થાળીની કિંમત ૨૫૦૦ રૂપિયા, બધી જ વસ્તુ નોનવેજ

આ રેસ્ટોરન્ટમાં ૬ પ્રકારની થાળી પીરસવામાં આવે છે, દરેક થાળીની કિંમત ૨૫૦૦ રૂપિયા છે, આ થાળીઓમાં બુલેટ થાળીની સિવાય રાવણ થાળી, માલવાની ફિશ થાળી, પહેલવાન મટન થાળી, બકાસુર ચિકન થાળી અને સરકાર મટન થાળી. આ બધી જ થાળીઓ નોનવેજ ટાઈપમાં છે.

આ વ્યક્તિ જીતી ચૂક્યો છે બુલેટ

મીડિયા રિપોર્ટનાં અનુસાર અત્યાર સુધીમાં ફક્ત એક વ્યક્તિ જ એક કલાકની અંદર થાળીમાં રહેલ ભોજનને પૂરું કરીને બુલેટ જીતવામાં સફળ રહ્યો છે. આ ૪ કિલોની થાળી સમાપ્ત કરનાર વ્યક્તિનું નામ છે સોમનાથ પવાર. જે સોલાપુર જીલ્લાના બારશી શહેરના રહેવાસી છે.

અન્ય લોકોની ચેલેન્જ જોવા માટે પણ આવે છે લોકો

જોકે ખૂબ જ ઓછા ગ્રાહકો થાળી ચેલેન્જ લઈને અહીયા આવે છે પરંતુ મોટાભાગના લોકો અન્ય લોકોને આ ચેલેન્જ પૂરી કરવા માટે તેમને જોવા આવે છે. અન્ય કસ્ટમર માટે આ રેસ્ટોરન્ટમાં આ થાળીની સિવાય પણ ભોજન કરવા માટે અન્ય વિકલ્પ પણ હાજર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *