આ બોલિવૂડના સિતારાઓની પાસે છે સૌથી મોંઘા ફાર્મ હાઉસ, કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૈસા ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને જે આ મનોરંજનની દુનિયામાં સુપરસ્ટારની પોઝીશન પર છે તેમની પાસે પૈસાની કોઇ કમી હોતી નથી. આ જ કારણ છે કે તે ખૂબ જ આલીશાન લાઈફ સ્ટાઈલ જીવન જીવે છે. તેમની પાસે મોંઘી ગાડીઓથી લઈને ઘર બંગલા સુધી તમામ વસ્તુઓ હોય છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડના એ સિતારાઓની વિશે જણાવીશું, જેમની પાસે પોતાના મુખ્ય ઘર સિવાય રજાઓ ગાળવા માટે એક અલગ જ ઘર છે.

શાહરુખ ખાન

બોલીવુડના કિંગ કહેવાતા શાહરુખ ખાનની પાસે મુંબઈમાં મન્નત નામનો આલિશાન બંગલો છે. જો કે તે જ્યારે રજાઓ ગાળવાના મૂડમાં હોય છે તો પોતાના દુબઈ સ્થિત વિલામાં ચાલ્યા જાય છે. હકીકતમાં દુબઈના Palm Jumeirah માં શાહરુખની ૮૫૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી એક પ્રોપર્ટી છે. તેમના આ આલિશાન બંગલાની કિંમત ૧૭ કરોડ રૂપિયાની આસપાસ છે.

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય

એશ્વર્યા રાયના નામે દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ નોંધાયેલ છે. વળી અભિષેક બચ્ચન અને તેમની જોડી બોલિવૂડની ફેમસ જોડીઓમાંથી એક છે. બંને એકસાથે ગુરુ, રાવણ અને ઉમરાવ જાન જેવી ફિલ્મોમાં સાથે કામ પણ કરી ચૂક્યા છે. આ કપલ રજાઓ ગાળવા માટે દુબઈ જાય છે જ્યાં તેમનો ૫૪ કરોડ રૂપિયાનો એક આલીશાન વીલા છે.

પ્રિયંકા ચોપડા

બોલીવુડથી લઈને હોલિવૂડ સુધી નામ કમાવવા વાળી પ્રિયંકા ચોપડાનું ગોવાના બાગા બીચમાં એક ઘર છે. તેમના આ ઘરમાંથી દરિયાનો ખૂબ જ સુંદર નજારો પણ જોવા મળે છે. તેમના આ ઘરની કિંમત ૨૦ કરોડ રૂપિયાની આસપાસ છે.

સૈલી ખાન-કરીના કપૂર

સૈફ અને કરીના ખૂબ જ જલ્દી પોતાના નવા ઘરમાં મહેમાન (સેકન્ડ બેબી) ના દર્શન કરશે. આ લોકો રજાઓ ગાળવા માટે સ્વિત્ઝરલેન્ડ જવાનું પસંદ કરે છે. અહીંયા તેમનું એક સુંદર ઘર પણ છે. તેમના આ ઘરની કિંમતની જાણકારી હાલમાં તો નથી.

આમિર ખાન

આમિરખાન ખૂબ જ ઓછી પરંતુ સારી ફિલ્મો જ કરવાનું પસંદ કરે છે. તે પોતાના મગજને રિલેક્સ કરવા માટે પોતાના બે એકરમાં ફેલાયેલ પંચગીની વાળા ઘરમાં જાય છે. તેમના આ ઘરની કિંમત લગભગ ૭ કરોડ રૂપિયા છે.

સુનીલ શેટ્ટી

પોતાના ૨૫ વર્ષના કરિયરમાં સુનીલ શેટ્ટીએ ૧૧૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના પૈસાથી રજાઓ ગાળવા માટે ખંડાલામાં એક બંગલો ખરીદ્યો છે. તેમની કિંમત લગભગ ૫ કરોડ રૂપિયાની આસપાસ છે.

અક્ષય કુમાર

બોલીવુડના એક્શન ખેલાડી અક્ષય કુમાર હકીકતમાં કેનેડાના નાગરિક છે તેથી તેમણે કેનેડાના ટોરન્ટો શહેરમાં અમુક એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.