આ બોલિવુડ સિતારાઓના છે અજીબો-ગરીબ હુલામણા નામ, આ એક્ટ્રેસનું નિકનેમ ચિત્રકૂટ છે

Posted by

ઘણા લોકોના ઘરે બોલાવવામાં આવતું નામ અને બહાર બોલાવવામાં આવતા નામ અલગ અલગ હોય છે. જેમકે કોઈને ઘર પર સોનું કહીને બોલાવતા હોય છે પરંતુ બહાર તેમને લોકો રવિ નાં નામથી જાણતા હોય છે. ઘર પર બોલાવવામાં આવતા નામને આપણે પેટ નેમ અથવા તો નિકનેમ કહીએ છીએ. ઘણીવાર ઘર પર બોલાવવામાં આવતું નામ થોડા રમૂજી અને નાના હોય છે. લગભગ દરેક વ્યક્તિનું કોઈ ને કોઈ નિકનેમ તો જરૂર હોય છે.

ઘર પર બોલાવવામાં આવતા નામની મોટાભાગે પરિવાર, મિત્રો અને સંબંધીઓને જ જાણ હોય છે. સામાન્ય લોકોની જેમ જ બોલિવૂડ સ્ટાર્સના પણ નિકનેમ હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે તે સિતારાઓની લિસ્ટ લઈને આવ્યા છીએ જેમને ઘર પર ખુબ જ મજેદાર નામ સાથે બોલાવવામાં આવે છે. પરંતુ દુનિયા માટે તે કંઈક અલગ હોય છે. તો ચાલો જાણી લઈએ કે ક્યાં સ્ટાર્સને તેમના ઘર પર ક્યાં નામથી બોલાવવામાં આવે છે.

શાહિદ કપૂર

બોલિવૂડના ચોકલેટી બોય તરીકે જાણીતા શાહિદ કપૂરનું પેટનેમ “સાશા” છે. તેમને ઘર પર લોકો આ નામથી જ બોલાવે છે.

સુસ્મિતા સેન

મિસ યુનિવર્સ સુસ્મિતા સેનનું પણ એક સુંદર પેટ નેમ છે. સુસ્મિતાને તેમના નજીકના લોકો પ્રેમથી તેમને ટીટુ નામથી બોલાવે છે.

આફતાબ શિવદાસાની

આફતાબના મિત્રો અને તેમની ફેમિલી તેમને પ્રેમથી “ફૈકી” નામથી બોલાવે છે. જે એક ખૂબ જ સુંદર નામ છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પોતાના ઘર-પરિવાર અને મિત્રોની વચ્ચે “આલુ” નામથી ફેમસ છે. તેમનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેમનું વજન ખૂબ જ વધારે હતું.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા પિગ્ગી ચોપ્સના નામથી પૂરી દુનિયામાં ફેમસ છે. આ નામ તેમને અભિષેક બચ્ચને ફિલ્મ “બ્લ્ફ માસ્ટર” દરમિયાન આપ્યું હતું.

શ્રદ્ધા કપૂર

બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નિકનેમ ખૂબ જ અજીબો ગરીબ છે. તેમનું નિકનેમ ચિત્રકૂટ છે.

વરુણ ધવન

વરુણ ધવનનું પેટ નેમ તેમની પર્સનાલિટીને બિલકુલ શુટ કરે છે. પોતાની બિન્દાસ અને નોટી છબીના કારણે તે પોતાના મિત્રોમાં પપ્પુ નામથી જાણીતા છે.

એશ્વર્યા રાય

દુનિયાની સૌથી સુંદર મહિલાને ઘર પર ગુલ્લુ નામથી બોલાવવામાં આવે છે, જોકે તેમની ગ્લેમરસ પર્સનાલિટી સાથે આ નામ બિલકુલ પણ મેચ કરતું નથી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા આજના સમયમાં બોલિવૂડની ટોપ એક્ટ્રેસ છે. અનુષ્કાએ ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કાનું નિકનેમ “નુશ્કી” છે.

રણબીર કપૂર

બોલિવૂડના હેન્ડસમ એક્ટર રણબીર કપૂરને ઘર પર દબ્બુ અને રેમન્ડનાં નામથી બોલાવવામાં આવે છે.

કંગના રનૌત

બોલીવુડની ક્વીન કંગના રનૌતને ઘર પર અરશદ નામથી બોલાવવામાં આવે છે. તેમના પિતા તેમને મોટાભાગે આ નામથી જ બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *