આ બોલિવૂડ સ્ટાર્સે અનાથ બાળકોને આપ્યું છે પોતાનું નામ, સગા માં-બાપથી પણ વધારે કર્યો પ્રેમ

Posted by

સમયની સાથે સાથે ધીરે ધીરે લોકો અંદરથી ખૂબ જ સ્વાર્થી બની ગયા છે. આજના સમયમાં મોટાભાગના લોકો સ્વાર્થી થઈ ગયા છે અને ફક્ત પોતાના વિશે જ વિચારતા હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય છે કે દુનિયામાંથી માણસાઈ ખતમ થઈ ગઈ છે પરંતુ આજે પણ દુનિયામાં એવા લોકો પણ છે કે જેમને જોઈને માનવતા પર વિશ્વાસ થવા લાગે છે.

આજે અમે તમને બોલીવુડના અમુક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું કે જેમના દ્વારા કરવામાં આવેલા અમુક એવા કામો જે તમને માણસાઈનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે. તો ચાલો જાણીએ બોલિવૂડના આ સુપરસ્ટારના વિશે.

સુભાષ ઘાઈ

સુભાષ ઘાઈને બોલીવૂડના સૌથી સફળ ડાયરેક્ટર તરીકે જાણવામાં આવે છે તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેના સિવાય તેમણે ઘણા લોકોને સુપર સ્ટાર પણ બનાવ્યા છે. સુભાષ ઘાઈ એ મેઘા નામની એક યુવતીને દત્તક લીધી હતી. તેમણે મેઘાને ખૂબ જ લાડ-પ્રેમથી ઉછેરી અને તેને અભ્યાસ માટે લંડન મોકલવામાં આવી હતી. અભ્યાસ પુરો થયા બાદ તેમણે મેઘાના લગ્ન રાહુલ પૂરી સાથે કરાવ્યા.

સની લિયોન

આ લિસ્ટમાં બીજું નામ સની લિયોનનું આવે છે. સની લિયોનને બોલિવૂડની ખૂબ જ મોટી અને સુંદર એક્ટ્રેસ માનવામાં આવે છે. સની લીયોનીએ ગયા વર્ષે એક બાળકીને દત્તક લીધી હતી. તે આ બાળકીનું પાલન-પોષણ ખૂબ જ લાડ-પ્યારથી કરી રહી છે.

મીથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીને બોલીવુડના એક્શન હીરો માનવામાં આવે છે. તે પોતાના સમયમાં જાણીતા અભિનેતા રહી ચૂક્યા છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. મિથુન ચક્રવર્તીએ એક બાળકીને દત્તક લીધી હતી. આ બાળકીનું નામ તેમણે દિશાની રાખ્યું છે. દિશાનીને કોઈ કચરાના ડબ્બામાં ફેંકીને ચાલ્યું ગયું હતું. ત્યારે મિથુન દા એ તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ આવ્યા અને પોતાની ત્રણ બાળકીઓની સાથે તેમનું પણ પાલન પોષણ કર્યું અને પોતાની પુત્રીની જેમ જ રાખી.

સલીમ ખાન

સલીમ ખાન એક જાણીતા લેખક અને અભિનેતા સલમાન ખાનના પિતા છે. તેમણે અર્પિતાને રસ્તા પરથી ઉઠાવીને ખૂબ જ પ્રેમથી તેમનું પાલન-પોષણ કર્યું. સંપૂર્ણ ખાન પરિવાર પોતાના પિતાના આ કાર્ય પર ગર્વ મહેસૂસ કરે છે. અર્પિતાના ત્રણેય ભાઈઓ પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે. આ ત્રણેય ભાઈઓએ મળીને ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રીતિ ઝિન્ટા એક સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ખૂબ જ સારી વ્યક્તિ પણ છે. તેમની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. પ્રીતિ ઝિંટાએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાંથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ. તેમણે એક સાથે ૩૪ યુવતીઓને દત્તક લીધી હતી. આ ૩૪ યુવતીઓના અભ્યાસનો ખર્ચ અને ખાવા-પીવા સહિત તમામ ખર્ચ પ્રીતિ ઝિન્ટા ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *