આ છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનાં સૌથી ગુસૈલ્લ સિતારાઓ, પોતાની ખરાબ આદતોથી છે મશહૂર

હિન્દી સિનેમા જગતમાં એવા ઘણા સિતારાઓ રહેલા છે જે પોતાના ગુસૈલ્લ સ્વભાવનાં કારણે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બને છે.

સલમાન ખાન

આ લિસ્ટમાં ટોપ પર છે બોલિવૂડ દબંગ એટલે કે સલમાન ખાન. સલમાન ખાનના ગુસ્સાવાળા સ્વભાવને તો તમે બધા જ જાણતા હશો. જેનો શિકાર ફક્ત મિડિયા જ નહીં પરંતુ સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાયને પણ તેમના આ ગુસ્સાવાળા સ્વભાવનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા સાથે ઝપાઝપીથી લઈને, ધક્કો મારવો, કેમેરો તોડવો જેવી ઘણી હરકતોનાં લીધે સલમાન ખાન ચર્ચામાં રહ્યા છે પરંતુ સલમાન ખાન સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજા ઘણા ગુસૈલ્લ સ્વભાવનાં સ્ટાર રહેલા છે. તો ચાલો તમને જણાવી દઈએ બીજા કયા કયા સ્ટારનાં નામ આ લિસ્ટમાં સામેલ છે.

શાહરુખ ખાન

તમને જાણીને આશ્ચર્ય તો જરૂર થશે પરંતુ બોલિવુડ કિંગ શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રોમાન્સના બાદશાહ શાહરૂખ ખાનને પણ ગુસ્સો ખૂબ જ આવે છે. હકીકતમાં શાહરુખ ખાને ફક્ત સલમાન ખાનની સાથે જ ઝઘડો કર્યો નથી, પરંતુ શિરીષ કુંદરને પણ થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહી પરંતુ શાહરુખ ખાનને તો આમિર ખાન સાથે પણ જામતું નથી. એકવાર તો શાહરુખ ખાન આઈપીએલ દરમિયાન સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ સાથે શરાબના નશામાં ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. આ બધી જ વાતો સાબિત કરે છે કે શાહરુખ ખાન પણ ખૂબ જ ગુસૈલ્લ સ્વભાવના છે.

ગોવિંદા

હિન્દી સિનેમા જગતમાં પોતાના અભિનય, ડાન્સ, કોમેડીથી મશહૂર સુપરસ્ટાર ગોવિંદા પણ આ લીસ્ટનો એક ભાગ છે. હકીકતમાં ગોવિંદાની બગડેલી હરકતો તેમને એરોગન્ટ બનાવે છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે ગોવિંદા “મની હૈ તો હની હૈ” ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા તો તેમણે ભીડમાં જ પોતાના એક ફેન્સને થપ્પડ મારી દીધી હતી, જેની ચારેય તરફ આલોચના પણ થઈ હતી. ગોવિંદા પણ ફિલ્મોની સાથે સાથે પોતાના ગુસૈલ્લ સ્વભાવના લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે.

રામગોપાલ વર્મા

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા પણ પોતાના ગુસૈલ્લ સ્વભાવના લીધે ચર્ચામાં રહે છે. રામગોપાલ વર્મા ઘમંડી અને ઝઘડાવાળી હરકતોથી દરેક પરેશાન રહે છે. તેમણે તો ટ્વીટ કરીને ટાઇગર શ્રોફની બોડીને બિકિની બેબ સુધી કહી દીધું હતું. અહીંયા આશ્ચર્યજનક વાત એ છે કે તે કોઈપણ કારણ વગર કોઈની પણ સાથે ઝઘડો કરી લે છે.

શિરીષ કુંદર

ફરહાન ખાનના નામથી તો તમે બધા જ પરિચિત હશો પરંતુ અમે અહીંયા તમને તેમના પતિ શિરીષ કુંદરનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં શિરીષ કુંદર પણ ખૂબ જ ઘમંડી અને ગુસૈલ્લ સ્વભાવના વ્યક્તિ છે. તેમના આ સ્વભાવનાં કારણે જ તેમણે શાહરુખ ખાનની થપ્પડ ખાવી પડી હતી.

સાજીદ ખાન

ફિલ્મ નિર્દેશક, કોમેડિયન અને અભિનેતા સાજીદ ખાન પણ પોતાના ઓવર કોન્ફિડન્સ અને એરોગેન્સ માટે ચર્ચામાં રહે છે. સાજીદ ખાન ઘણીવાર શો હોસ્ટ કરવા અને રિયાલીટી શો માં લોકોની ખૂબ જ ખરાબ રીતે મજાક ઉડાવે છે. એક એવોર્ડ ફંકશનમાં આશુતોષ ગોવારીકરની સામે સાજીદને સિતારાઓની મજાક ઉડાવવી ભારે પડી ગઈ હતી. જેના લીધે આશુતોષ ગોવારીકરે સાજીદને પોતાનું મોઢું બંધ રાખવા માટે કહી દીધું હતું, આ વાત પર પણ તે ભડકી ઉઠયા હતા.