આ છે બોલિવૂડના ટોપ ફિટનેસ ટ્રેનર્સ, સિતારાઓની શાનદાર બોડીની પાછળ છુપાયેલી છે આમની મહેનત

Posted by

બોલીવુડ સિતારાઓની સૌથી આકર્ષક ચીજ જ તેમની શાનદાર બોડી હોય છે. ભલે તે પછી હીરોના સિક્સ પેક એબ્સ હોય કે પછી હિરોઈનનો ઝીરો ફીગર વાળો લુક. આ સિતારાઓ ઓન સ્ક્રીન ફીટ દેખાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. કોઈપણ વ્યક્તિની શાનદાર બોડીની પાછળ તેમનો ફિટનેસ ટ્રેનર જવાબદાર હોય છે. તેવામાં આજે અમે તમને બોલીવુડના ફેમસ ફિટનેસ ટ્રેનર્સ સાથે મુલાકાત કરાવીશું. તે એ લોકો જ છે જેમના લીધે ઘણા બોલિવુડ સિતારાઓ શાનદાર બોડી લઈને ફરે છે. જ્યારે પણ અંગત જીવનમાં કે ફિલ્મની ડિમાન્ડના અનુસાર કોઈ સિતારાને બોડી શેપમાં લાવવાની હોય તો તે આ ટ્રેનર્સની પાસે જ જાય છે.

પ્રશાંત સાવંત

પ્રશાંત બોલીવૂડના સૌથી વધારે લોકપ્રિય છે. તેમના ફિટનેસ સેન્ટરનું નામ Body Sculpture છે. હેપ્પી ન્યુ યર ફિલ્મમાં તમને શાહરૂખ ખાનની સિક્સ પેક એબ્સ વાળી બોડી યાદ છે ? પ્રશાંત એ જ શાહરુખને ટ્રેન કરીને તેવી બોડી બનાવવામાં મદદ કરી હતી. શાહરૂખ સિવાય વરુણ ધવન, આલિયા ભટ્ટ, અજય દેવગન, અભિષેક બચ્ચન અને સની લીયોન પણ પ્રશાંત પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.

ક્રિસ ગેથીન

ક્રિસ ખૂબ જ પ્રશિક્ષિત ટ્રેનર છે. તેમણે ફિટનેસને લઈને સૌથી વધારે વેચાતી પુસ્તકો Body By Design અને The Transformer પણ લખ્યું છે. ક્રિસ જ્હોન અબ્રાહમને ટ્રેન કરી ચૂક્યા છે. તેના સિવાય ક્રિસ-૩ ફિલ્મમાં ઋત્વિકની શાનદાર બોડી બનાવવામાં પણ તેમણે મદદ કરી હતી.

અબ્બાસ અલી

કબીર સિંહ અને ઉડતા પંજાબમાં શાહિદ કપૂરની જે શાનદાર બોડી હતી તેમની પાછળ અબ્બાસ અલીનો હાથ હતો. અબ્બાસ પાછલા ૮ વર્ષોથી શાહિદ કપૂરને ટ્રેન કરી રહ્યા છે. જો કે શાહિદ શુદ્ધ શાકાહારી છે તેથી તેમના પર બોડી બનાવવા માટે થોડી વધારે મહેનત કરવી પડે છે.

સમીર જૌરા

જ્યારે પણ કોઈ સ્પોર્ટ ખેલાડી પર બાયોપીક ફિલ્મ બને છે તો સમીર તેમની પહેલી પસંદ હોય છે. તે ફરહાન અખ્તરને “ભાગ મિલ્ખા ભાગ” અને પ્રિયંકા ચોપડાને “મેરી કોમ” માટે ટ્રેન કરી ચુક્યા છે.

યાસ્મીન કરાચીવાલા

યાસ્મીન બોલિવૂડ એક્ટ્રેસની વચ્ચે ખૂબ જ લોકપ્રિય ફિટનેસ ટ્રેનર છે. યાસ્મીન દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપડા જેવી અભિનેત્રીઓને ટ્રેન કરી ચૂકી છે. તેના કારણે જ બોલીવુડની મોટા ભાગની એક્ટ્રેસ પરફેક્ટ ફિગર લઈને ફરી રહી છે.

યોગેશ ભટેજા

યોગેશ સોનુ સૂદ અને કપિલ શર્મા જેવા સિતારાઓનાં પર્સનલ ટ્રેનર રહી ચૂક્યા છે. તે પાછલા ૧૨ વર્ષોથી ફિલ્મી સિતારાઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. યોગેશ જણાવે છે કે ફિટનેસ સંપૂર્ણ રીતે મગજ અને મોટીવેશનની રમત છે. તે મોટાભાગે હાઈડ્રો વર્કઆઉટ પર ભાર આપે છે.

વિનોદ ચન્ના

વિનોદ જ એકમાત્ર તે વ્યક્તિ છે જેમણે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું ૧૦૮ કિલો વજન ઘટાડ્યું હતું. તેના સિવાય તે જ્હોન અબ્રાહમ, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાને પણ ટ્રેન કરી ચૂક્યા છે. વિનોદ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, વેટ લોસ, મેનેજમેન્ટ અને ન્યુટ્રીશન અને બોડી સ્કલ્પટિંગ પર ફોકસ કરે છે.

લોઈડ સ્ટીવંસ

સ્ટીવંસનો પોતાનો શારીરીક બદલાવ આશ્ચર્યજનક હતો. તે હાલના દિવસોમાં રણવીર સિંહને બોડી બનાવવા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *