આ છે બોલિવૂડ સિતારાઓનાં સૌથી વિવાદિત ફોટોઝ, વાઇરલ થવા પર ખૂબ જ થયો હતો હંગામો

બોલીવુડ ઈન્ડસ્ટ્રી હંમેશા મીડીયાના લાઈમ લાઈટમાં રહે છે. જેવા કોઈ સ્ટાર પોપ્યુલર થાય છે તો તરત જ તે મીડિયામાં ચર્ચામાં આવવા લાગે છે. વળી ફેન્સ તેમના રીલ લાઈફથી લઈને રીયલ લાઈફ સુધીમાં રસ લેવા લાગે છે. તેવામાં તે સેલિબ્રિટી સાથે જોડાયેલ નાનામાં નાની એક્ટિવિટીના ફોટોઝ અને વિડીયોઝ વાઇરલ થવા લાગે છે. તેમાંથી અમુક તસવીરો વિવાદનું રૂપ પણ લઈ લેતી હોય છે. જોકે આજે અમે આ આર્ટિકલમાં અમુક એવા સેલિબ્રિટીની જ અમુક એવી વિવાદિત તસ્વીરોનાં વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ખૂબ જ ટ્રોલનો શિકાર થઇ હતી.

અક્ષય કુમાર

બોલીવુડનાં ખેલાડી કુમાર કહેવાતા અભિનેતા અક્ષય કુમારની એક ઇવેન્ટ દરમિયાનની તસ્વીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ ઈવેન્ટમાં અક્ષય કુમાર એક જીન્સનાં બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા હતા અને તેમણે પોતાના જીન્સના પેન્ટનું બટન પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના પાસે ખોલાવ્યું હતું. જોકે એક રિપોર્ટના અનુસાર અક્ષય કુમાર પોતાના જીન્સનું બટન એક મોડેલ પાસે ખોલાવવાના હતા પરંતુ તેમણે પોતાની પત્ની પાસે આ કામ કરાવ્યું. જો કે અક્ષયને આ કામ કરવું ખૂબ જ મોંઘુ પડી ગયું હતું કારણ કે તેમના માટે તેમને પોલીસ સ્ટેશનના ચક્કર પણ લગાવવા પડ્યા હતા.

કેટરીના કૈ

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક કેટરીના કૈફ ઘણીવાર મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતી હોય છે. કેટરીનાએ એક પાર્ટી દરમિયાન ખૂબ જ વધારે શરાબ પી લીધું હતું. શરાબ પી લીધા બાદ તે નશામાં સંપૂર્ણ રીતે ભાન ભૂલી ગઈ હતી અને તે ચાલી શકવાની હાલતમાં પણ ના હતી. તેવામાં તેને સપોર્ટ આપવા માટે તેમના મિત્ર સિદ્ધાર્થ માલ્યાએ તેમને પાછળથી પકડી લીધી આ દરમિયાન તેમનો હાથ ભૂલથી કેટરીનાના ડ્રેસની અંદર ચાલ્યો ગયો. ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની હતી અને આ તસ્વીરે વિવાદનું રૂપ પણ લઈ લીધું હતું.

કેટરીના કૈફ – રાની મુખર્જી

કેટરીના કૈફ અને રાની મુખરજીની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ તસવીરમાં બંને લીપ કિસ કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં તે બંને એકબીજાને મળતા સમયે ગળે લાગી રહ્યા હતા પરંતુ કેમેરાના ખોટા એંગલના કારણે લાગ્યું કે તે બંને કિસ કરી રહી છે. ત્યારબાદ આ તસ્વીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગઇ અને લોકોએ આ તસ્વીર પર ખૂબ જ કોમેન્ટ કરી અને ઘણી મજાક ઉડાવી.

શ્વર્યા રાય – અજય દેવગન

ઐશ્વર્યા રાય અને અજય દેવગનની પણ એક તસ્વીરે સોશિયલ મીડિયામાં ખૂબ જ હંગામો મચાવ્યો હતો. તેમાં ઐશ્વર્યા અને અજય દેવગન ગળે મળી રહ્યા હતા અને તે દરમિયાન ઐશ્વર્યા એ પોતાની આંખો બંધ કરી દીધી અને ભૂલથી અજયના હોઠને ચૂમી લીધા. આ એક ભૂલના લીધે ઐશ્વર્યા અને અજયની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી. જણાવી દઈએ કે તે ફક્ત એક નાની ભૂલ હતી પરંતુ આ મામલામાં ઐશ્વર્યા અને અજયને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા.

શ્વર્યા રાય – અમિતાભ બચ્ચન

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક એશ્વર્યા રાય અમિતાભ બચ્ચનની વહુ છે. પરંતુ એક તસ્વીરમાં ઐશ્વર્યા પોતાના સસરા અમિતાભને કિસ કરતી નજર આવી રહી હતી. હકીકતમાં દૂરથી લેવામાં આવેલી એક તસ્વીરમાં એવું દેખાયું જેમ કે તે અમિતાભને લિપ કિસ કરી રહી છે. આ તસ્વીર પર પણ ખૂબ જ હંગામો થયો હતો.