આ છે ચીયર લીડર્સની દુનિયાની હકીકત, IPL માં તેમની સેલેરીથી લઈને તેમના જીવનની હકીકત જાણીને થઇ જશો હેરાન

Posted by

દરેક વર્ષે IPL પોતાની સાથે અનેક રંગો લઈને આવે છે. આ દરમિયાન વિદેશી ખેલાડીઓ પણ દેશી રંગમાં રંગાઈ જાય છે અને સ્ટેડિયમમાં ચીયર લીડર્સ પોતાના ગ્લેમરસથી ચાર ચાંદ લગાવી દેતી હોય છે. IPL એક એવું માધ્યમ હોય છે કે જેમાં સારા પ્રદર્શનને કારણે ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાના સપના જોતા હોય છે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને કોઈ ખેલાડીના સંઘર્ષની કહાની જણાવવા નહી પરંતુ આઈપીએલની તે ચોંકાવનારી માહિતી વિશે જણાવીશું જે ગ્લેમરસમાં ક્યાંકને ક્યાંક ગાયબ થઈ જાય છે અને તમારી સુધી પહોંચી શકતી નથી.

આજની પોસ્ટમાં અમે તમને તે ચીયર લીડર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દર વર્ષે વિદેશથી રમતનો ભાગ બનવા માટે ભારત આવતી હોય છે. ચીયર લીડર્સ વિશે વાત તો બધા જ કરે છે પરંતુ શું તમે ક્યારેય પણ તેમના વિશે ઊંડાણપૂર્વક જાણવાની કોશિશ કરી છે ?

જણાવી દઈએ કે પાછલા વર્ષે આઠ આઈપીએલ ટીમની ચીયર લીડર્સ વિદેશથી આવી હતી જ્યારે બે ટીમ રાજસ્થાન રોયલ્સ, ચેન્નઇ સુપરકિંગ્સની ચિયર લીડર્સ ભારતીય હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિદેશથી ભારત આવનારી મોટાભાગની ચીયર લીડર્સ યુરોપથી આવતી હોય છે. જોકે અમુક તેમને રશિયાની સમજતા હોય છે. અમુક ચીયર લીડર્સ પહેલા ડાન્સ પ્રોફેશનમાં હોય છે જેમને ચીયર લીડર્સની કામ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ચીયર લીડર્સનું કામ પણ કોઇ ખેલાડીની જેવું જ હોય છે જેમાં તેમણે પોતાના શરીરને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તે મેદાન પર રમી રહેલા ખિલાડી જેટલી જ મહેનત અને ટ્રેનિંગ કરતી હોય છે.

જ્યારે પુરુષ હતા ચિયર લીડર

અમેરિકામાં આ પ્રોફેશન ખૂબ જ પોપ્યુલર છે. યુરોપમાં થતા રમત-ગમતમાં ચીયર લીડર્સ પરફોર્મ કરતી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મીનીસોટામાં ચીયર લીડીંગની શરૂઆત થઇ હતી અને તેની શરૂઆત કોઈ મહિલા દ્વારા નહીં પરંતુ પુરુષ દ્વારા કરવામાં આવી હતી. જેમનું નામ જ્હોન કેમ્પબેલ હતું. સાથે જ જોન કેમ્પબેલ દ્વારા જે ચીયર સ્કવોર્ડ બનાવવામાં આવ્યું હતું તેમાં પણ બધા જ પુરુષ સામેલ હતાં. જોકે ૧૯૪૦ બાદ જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પુરુષોને સીમા પર જવું પડ્યું તો મહિલાઓ ચિયર લીડરમાં ભરતી થવા લાગી.

આ તો હતી ઇતિહાસની વાતો અને હવે વાત કરીએ ચિયર લીડર્સની સેલેરી વિશે તો તમને જણાવી દઈએ કે ચીયર લીડર્સની પસંદગી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જ એજન્સીઓથી તેમને કરાર મુજબ સેલેરી મળતી હોય છે. જણાવી દઈએ કે આઈપીએલમાં વિદેશી મૂળની ચીયર લીડર્સને લગભગ ૫૦૦ થી ૨૦૦૦ પાઉન્ડ જેને ભારતીય મુદ્રામાં કન્વર્ટ કરવામાં આવે તો લગભગ ૧ લાખ ૮૦ હજાર રૂપિયા મહિનાની સેલરી મળે છે. સાથે જ તમારે એ પણ જાણવું જરૂરી છે કે યુરોપીયન ચિયર લીડર અને કોઈ અન્ય દેશથી આવેલી ચીયર લીડરની સેલેરીમાં ફરક હોય છે. તેમની સેલરી દેશની કરન્સીના હિસાબથી નક્કી કરવામાં આવે છે.

તેમના પર કેવી હોય છે દર્શકોની નજર

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બીજા દેશમાંથી ભારત આવેલી વિદેશી ચિયર લીડરની ચીયર રીડિંગ કરતા સમયે કેવું મહેસૂસ થાય છે ? તેના પર એક ચિયર લીડરે જવાબ આપ્યો કે ભારતમાં આવીને તે કોઈ સેલીબ્રીટી જેવું મહેસૂસ કરતી હોય છે અહીંયા ચીયર લીડીંગ કરીને તેમને ખૂબ જ સારું લાગે છે. લોકો અહીંયા કોઈ સેલિબ્રિટીની જેમ તેમનો ઓટોગ્રાફ માંગે છે.

વળી ઇંગ્લેન્ડની એક ચીયર લીડરે દર્શકોને સલાહ આપતા કહ્યું કે અમે સ્ટેડિયમમાં ડાન્સ કરતી કોઈ ભોગ વિલાસ માટે બનેલી કોઈ સામાન નથી અને આ વાત લોકોને સમજી જવી જોઈએ. અમે યુવતીઓ છીએ અને બીજા કોઈ પ્રોફેશનની જેમ જ આ અમારું કામ છે. અમને પણ મનુષ્યની જેમ સમજવામાં આવે અને અમારા શરીર કે અમારા રંગરૂપ ઉપર કોઈ ટિપ્પણી કરવામાં ના આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *