આ છે દુનિયાનું પહેલું એવું કુલર જેને AC ની જેમ દિવાલ પર લગાવી શકાય છે, કિંમત પણ માત્ર એટલી કે તમે સરળતાથી ખરીદી શકશો

Posted by

ગરમી ધીરે-ધીરે નજીક આવી રહી છે. બસ થોડા જ દિવસમાં બહાર ધોમધખતી ગરમી આવી જશે અને ઘરમાં આપણે એસી, કુલરનો ઉપયોગ કરવાનું ચાલું કરી દઇશું. હવે એસી તો દરેક લોકો ખરીદી શકતા નથી. તેવામાં કુલર જ એકમાત્ર વિકલ્પ બચે છે. આમ તો માર્કેટમાં કુલરનાં ઘણા બધા વિકલ્પ રહેલાં છે પરંતુ શું તમે જાણો છો કે એક કુલર એવું પણ છે, જે તમને AC નો અનુભવ કરાવશે. જોવામાં અને ચાલવામાં તે એકદમ AC જેવું લાગશે.

જો કિંમતની વાત કરીએ તો તેનો ખર્ચો કુલર જેવો હોય છે. તો ચાલો હવે અમે તમને તેનું નામ પણ જણાવી દઇએ. અમે વાત કરી કરી રહ્યા છીએ, Symphony Cloud ની. આ દુનિયાનું પહેલું એવું કુલર છે, જે એસી ની જેમ દિવાલ પર લગાવી શકાય છે. તે જોવામાં એકદમ એસી જેવું જ છે. કોઈપણ વ્યક્તિ તેને જોઈને કહી શકતું નથી તે આ AC નથી.

Symphony Cloud Personal Cooler with Remote

તેની ક્ષમતા ૧૫ લીટર ની છે. તેને ૯% ડિસ્કાઉન્ટ સાથે ૧૩,૬૯૯ રૂપિયામાં ખરીદી શકાશે. EMI ની અંદર આ કુલરને દર મહિને ન્યુનતમ ૬૪૫ રૂપિયા આપીને ખરીદી શકાય છે. તેની સાથે જ એક વર્ષની વોરંટી પણ આપવામાં આવશે .

શું છે તેની ખાસિયત

તેમાં ૧૫ લીટરનું એક વોટર ટેન્ક છે. તે તમારા રૂમને જલ્દી ઠંડો કરે છે. તે લગભગ ૨૦૦૦ સ્ક્વેર ફુટ સુધી ઠંડક આપી શકે છે. તે થ્રિ-સાઈડ કુલિંગ પેડ સાથે આવે છે. હ્યુમિડિટીની વાત કરીએ તો તેમાં એક હાઇ પર્ફોમન્સ Dehumidifying સિસ્ટમ આપવામાં આવી છે, જે રૂમમાંથી ગરમીને દુર કરે છે. તેની સાથે એક રિમોટ કંટ્રોલ આપવામાં આવ્યું છે, જે તમને થોડે દુરથી પણ કુલરને કંટ્રોલ કરવાની અનુમતિ આપશે.

તેમાં તમે ૧૦ કલાકણું ટાઇમર પણ સેટ કરી શકો છો. તે દર મહિને વીજળીનું બિલ બચાવે છે. તેમાં ઘણા ફિલ્ટર આપવામાં આવ્યા છે, જેમાં એલર્જી ફિલ્ટર, ઓડર ફિલ્ટર, બેક્ટેરિયા ફિલ્ટર, PM 2.5 વોશ ફિલ્ટર અને ડસ્ટ ફિલ્ટર વગેરે છે. તેમાં એક એમ્પટી વોટર અલાર્મ ટેંક છે. તે ટેન્કમાં પાણીનું સ્તર ઓછું થવા પર તે આપણને એલર્ટ કરે છે.