આ છે દુનિયાનું સૌથી નાનું AC, કિંમત છે માત્ર ૩૦૦ રૂપિયા, ફાયદાઓ જાણીને દંગ રહી જશો

Posted by

દેશમાં ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ જૂન જેવી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીની સીઝન શરૂ થતાં જ કુલર અને AC ની માંગ પણ વધવા લાગી છે, તેવામાં બજારમાં પણ કુલર અને AC ની ભરમાર જોવા મળે છે. આ વખતે પણ ગરમી શરૂ થતાં જ બજારમાં કુલર અને AC ની મોટી રેન્જ ઉપલબ્ધ છે. બજારમાં ૫૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની કિંમતના કુલર ઉપલબ્ધ છે. વળી AC ની પણ મોટી રેન્જ ઉપલબ્ધ છે. બજારમાં ૨૦ હજાર રૂપિયાથી લઇને ૨ લાખ સુધીની કિંમતના AC ઉપલબ્ધ છે પરંતુ AC ને ચલાવવા માટે પણ મોટી રકમ ખર્ચ કરવી પડતી હોય છે.

તેવામાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એક એવા AC નાં વિશે જેમને દેશનું સૌથી નાનું AC કહેવામાં આવે છે. આ સૌથી નાના AC ની કિંમત પણ એટલી ઓછી છે કે તેને કોઈપણ ખરીદી શકે છે. આ AC ની ખાસ વાત એ છે કે તેને તમે પોતાની સાથે કોઈપણ જગ્યાએ લઈ જઈને ઠંડી-ઠંડી હવાનો આનંદ લઇ શકો છો.

માત્ર ૩૦૦ રૂપિયા છે સૌથી નાના AC ની કિંમત

દેશનું સૌથી નાનું AC બનાવનાર કંપનીએ તેને એરકન્ડીશન કૂલિંગ ફેન નામ આપ્યું છે. આ કારણથી જ તેને AC પણ કહેવામાં આવે છે. કંપનીએ આ સૌથી નાના AC ની કિંમત માત્ર ૩૦૦ રૂપિયા રાખી છે, તેમાં ઠંડી હવા આપવા માટે કોઈ ખાસ ઉપકરણ લગાવવામાં આવ્યું નથી પરંતુ તેમાં એક આઈસ ટ્રે લગાવવામાં આવી છે, જ્યારે તમે આ આઇસ ટ્રે માં આઈસ ક્યૂબ રાખીને તેને ચલાવો છો તો તે ઠંડી હવા આપે છે. આ AC માં બ્લેડ લેસ વિંગ્સ લગાવવામાં આવેલ છે. જે ૩ થી ૪ ફુટના ક્ષેત્રમાં હવા ફેંકે છે. ખાસ વાત એ છે કે તમે આ સૌથી નાના AC ને USB ની મદદથી પોતાના મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર અને પાવર બેંકની મદદથી પણ ચલાવી શકો છો.

અહીયાથી ખરીદી શકો છો આ ACને

દુનિયાના સૌથી નાના AC નાં શાનદાર ફીચર્સને જાણ્યા બાદ તમે આ AC ને ખરીદવા વિશે વિચારી રહ્યા હશો પરંતુ તમે તેને ક્યાંથી ખરીદી શકો છો, તેને લઈને પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે દેશના સૌથી નાના AC ને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો. આ સૌથી નાનું AC ફ્લિપકાર્ટ, ઇબે, એમેઝોન, સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેના સિવાય તમે તેમને પોતાની પાસે ઈલેક્ટ્રીક દુકાન પરથી પણ ખરીદી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *