આ છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી હિરોઈનો, એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ રૂપિયા

Posted by

બોલીવુડ બાદ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડની બીજી સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. તેમાં કામ કરનાર એક્ટ્રેસની પણ ગજબની લોકપ્રિયતા હોય છે. ત્યાં સુધી કે નોર્થમાં પણ આ સાઉથ ફિલ્મોની અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તે પોતાની ફિલ્મ માટે તગડી રકમ લે છે. અમુક અભિનેત્રીઓની લોકપ્રિયતા તો બોલીવૂડની અભિનેત્રીઓથી પણ વધારે છે.

કાજલ અગ્રવાલ

સાઉથ ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં કાજલનું નામ સૌથી પહેલા આવે છે. તે તામિલ, તેલુગુ સહિત હિન્દી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. હાલમાં જ તેમણે બિઝનેસમેન ગૌતમ કિચલું સાથે લગ્ન કર્યા છે. તે પોતાની એક ફિલ્મ માટે ૩ કરોડ રૂપિયા ફી લે છે. બોલિવૂડમાં તે અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા મોટા હીરો સાથે કામ કરી ચૂકી છે.

નયનતારા

લોકપ્રિયતાની બાબતમાં નયનતારા સાઉથના મેલ એક્ટર્સને ટક્કર આપે છે. તેમની ફેન્સ ફોલોવિંગ કરોડોમાં છે. તે એક ફિલ્મ કરવા માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. તેમને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ માનવામાં આવે છે.

સામંથા અક્કીનેની

પોતાની એક્ટિંગ અને ફેશન માટે જાણીતી સામંથા અક્કીનેની પણ ખૂબ જ પૈસા વસૂલ કરે છે. તે એક ફિલ્મ કરવા માટે લગભગ ૨ કરોડ રૂપિયા ફી લે છે. લગ્ન બાદ પણ તે પોતાની પ્રોફેશનલ લાઇફમાં સારું પ્રદર્શન કરી રહી છે. તે એક NGO ની માલિક પણ છે.

તમન્ના ભાટિયા

તમન્નાને સાઉથ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ માનવામાં આવે છે. તે એક ફિલ્મ કરવાના ૨ કરોડ રૂપિયા ફી લે છે. તે તામિલ-તેલુગુની સાથે હિન્દી ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. જોકે હિન્દી ફિલ્મોમાં તેમને કોઈ ખાસ પસંદ કરવામાં આવી નહી.

અનુષ્કા શેટ્ટી

બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી એક ફિલ્મ કરવા માટે ૪ થી ૫ કરોડ રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે. તે ફક્ત ભારત જ નહી પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થઇ ચૂકી છે.

તૃષા કૃષ્ણન

તામિલ, તેલુગુ અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તૃષા કૃષ્ણન એક ફિલ્મ કરવા માટે ૧ થી ૧.૫ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. તે તામિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં વધારે જોવા મળે છે. હિન્દી ફિલ્મોમાં તેમનું કરિયર કંઇ ખાસ ચાલી શક્યું નહી.

હંસિકા મોટવાણી

આમ તો હંસિકાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેમને ત્યાં કોઈ ખાસ સફળતા મળી શકી નહી, તેથી તે મોટાભાગે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જ જોવા મળે છે. તે એક ફિલ્મ કરવા માટે ૧ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *