આ છે તે ૩ સૌથી હોટ અને સુંદર બોલિવૂડની ગાયબ અભિનેત્રીઓ, જો નંબર ૩ પરત આવી જાય તો મચી જશે ધમાલ

Posted by

એ વાત તો તમે બધા જ લોકો જાણતા હશો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા કલાકારો છે. જે અત્યાર સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. આ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા કલાકારો છે જેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તે બધી જ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે અને આ કલાકારો લોકોની વચ્ચે લોકપ્રિય થઇને પોતાની મહેનતના જોર પર લાખો દિલો પર પોતાનું રાજ જમાવી રાખ્યું છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી જ ૩ મશહૂર અભિનેત્રીઓની વિશે જાણકારી આપીશું, જેમનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી ખૂબ જ લાંબા સમયથી દૂર થઈ ચૂકી છે. આ અભિનેત્રીઓ ખૂબ જ હોટ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે.

સુસ્મિતા સેન

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક સુસ્મિતા સેનનું નામ આવે છે. જે વર્ષ ૨૦૧૦થી કોઈપણ ફિલ્મમાં હજુ સુધી નજર આવી નથી. આ અભિનેત્રીએ વર્ષ ૨૦૧૦ પછી અત્યાર સુધીમાં કોઈપણ ફિલ્મોમાં કામ કર્યું નથી. તેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે. જેમ કે “મૈ હું ના” આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી, જેમાં તે શાહરૂખ ખાનની સાથે નજર આવી હતી. સુસ્મિતા સેનનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫નાં રોજ હૈદરાબાદ શહેરમાં થયો હતો. સુસ્મિતા સેને વર્ષ ૧૯૯૪માં મિસ ઈન્ડિયા અને બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તો તેમણે એશ્વર્યા રાયને પણ પાછળ છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે ૩૮ વર્ષની અભિનેત્રી સુસ્મિતા સેન સામાજિક માપદંડોને માનતી નથી. આ અભિનેત્રીનું નામ અભિનેતા રણદીપ હુડા અને વિક્રમ ભટ્ટ સહિત અન્ય વ્યક્તિઓની સાથે જોડાઈ ચૂક્યું છે. આ સુંદર અભિનેત્રીએ બે દિકરીઓ દત્તક લઈ રાખી છે.

આયશા ટાકિયા

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને હોટ અભિનેત્રીઓમાં આયશા ટાકિયાનું નામ પણ આવે છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડથી આયશા ટાકિયા લગભગ ૭ વર્ષથી દૂર રહી છે. આ અભિનેત્રીનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૮૬નાં રોજ ભારતના મુંબઈ શહેરમાં થયો હતો. આ અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં એક અભિનેત્રીના રૂપમાં મુંબઈ જેવા શહેરની અંદર પોતાનું નામ ફેમસ કરવામાં સફળતા મેળવી હતી. આ સુંદર અને હોટ અભિનેત્રી આયશા ટાકિયાની પહેલી ફિલ્મ “ટારઝન ધ વંડર કાર” હતી. જેમાં તેમનો અભિનય બધા જ લોકોને પસંદ આવ્યો હતો અને આ અભિનેત્રીને આ ફિલ્મમાં ખુબ જ સુંદર અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અભિનેત્રીએ વધારે એક ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ છે “સોચા ના થા”. આ સુંદર અને હોટ અભિનેત્રીએ સલમાન ખાનની સાથે ફિલ્મ “વોન્ટેડ” માં પણ કામ કર્યું હતું. જે તે વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મોમાંથી એક ફિલ્મ રહી હતી.

અમીષા પટેલ

તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમીશા પટેલ તે અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી છે. જે લાંબા સમયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી છે. આ અભિનેત્રી ૫ વર્ષથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને છેલ્લા ૫ વર્ષમાં આ અભિનેત્રીની કોઈપણ ફિલ્મ પરદા પર આવી નથી. અમિષા પટેલનો જન્મ ૯ જૂન ૧૯૭૫નાં રોજ મુંબઈ શહેરમાં થયો હતો. આ અભિનેત્રીના પિતા અમિત પટેલ અને માતા આશા પટેલ છે. આ અભિનેત્રી મુંબઈ ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરવાવાળી અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી છે. આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી કરી હતી. જેમાં તે ઋત્વિક રોશનની સાથે નજર આવી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. તેના સિવાય અમિતા પટેલની અમુક બીજી ફિલ્મો પણ આવી છે. જેમાં ગદર-એક પ્રેમ કથા, વાદા, હમરાજ, મંગલ પાંડે- ધ રાઇઝિંગ, મેરે જીવન સાથી અને હનીમુન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરે જેવી ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય કર્યો છે અને આ બધી ફિલ્મોમાં દર્શકોને અમીશા પટેલનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *