આ છોડને તમારા ઘરમાં લગાવવા માત્ર થી જ થશે ધનવર્ષા, જાણો તેના વિશે

નમસ્કાર મિત્રો, તમારા બધા લોકોનું અમારા આ લેખમાં સ્વાગત છે. મિત્રો ભારતીય વાસ્તુ શાસ્ત્ર હોય કે ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ હોય. આ બધામાં જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માંગો છો તો ધન એક ખૂબ જ આવશ્યક ચીજ છે. ધન વિના કંઈ પણ સંભવ નથી. તેથી ધન પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો વાસ્તુ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે.

આ બધા જ ઉપાયો માંથી એક ઉપાય છે ધન પ્રાપ્તિ માટે લગાવવામાં આવતો એક છોડ. તમે બધા લોકો જ ધન પ્રાપ્તિ માટે મની પ્લાન્ટ ના છોડ વિશે તો જાણતા જ હશો. જો તેમને સાચી દિશામાં લગાવવામાં આવે તો તેનાથી આપણને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તેમને ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેનાથી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી મની પ્લાન્ટ ના છોડ વિશે નહીં પરંતુ એક એવા છોડ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેને તમારા ઘરમાં લગાવવાથી ધન પ્રાપ્તિની કામના કરી શકો છો.

ફેંગશુઈ એક ચીની વાસ્તુ શાસ્ત્ર છે જે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમની અંદર જેટલા પણ ઉપાયો બતાવવામાં આવે છે તે બધા જ ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરીને તમારા ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ને પ્રવાહિત કરે છે. આજે અમે તમને ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ મા જણાવવામાં આવેલ “ક્રાસુલા” ના છોડ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેને તમે તમારા ઘરમાં લગાવીને ધન સાથે સંબંધિત બધી જ સમસ્યાઓને દૂર કરી શકો છો. જો તમે આ છોડને તમારા ઘરમાં લગાવો છો તો તમારા ઘરમાં ધનનું આગમન થવા લાગે છે.

ક્રાસુલા નો છોડ ખૂબ જ મુલાયમ અને મખમલી હોય છે. આ છોડના પાંદડા વિશાળ હોય છે અને તેમના પાંદડા નો રંગ લીલો અને પીળો બંને રંગનું મિશ્રણ હોય છે. આ છોડ ના તો બરાબર લીલો હોય છે કે ના તો સરખો પીળો હોય છે. આ છોડમાં બંને રંગના મિશ્રણના પાન હોય છે. જો તમે ક્રાસુલા નો છોડ જોશો તો તે જોવામાં ખુબ જ સુંદર લાગશે અને તેમને અડવાથી તે મખમલી લાગે છે. પરંતુ આ છોડ જેટલો મખમલી હોય છે તો તેમના પાન એટલા જ મજબૂત હોય છે.

આ છોડના પાંદડા રબર જેવા હોય છે. જેમને અડવાથી કે હાથ લગાડવાથી તૂટવાનો ડર લાગતો નથી. આ છોડની વધારે સંભાળ રાખવાની પણ આવશ્યકતા હોતી નથી. તમે આ છોડની સપ્તાહમાં બે કે ત્રણ વાર પાણી આપી શકો છો અને તે સુકાતા નથી. આ છોડને લગાવવા માટે કોઈ વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે. તમે તેને એક નાના કુંડામાં પણ લગાવી શકો છો. આ છોડને વધારે તડકાની પણ જરૂર હોતી નથી. તમે તેને એક ખૂણામાં છાયા માં પણ લગાવી શકો છો.

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ ના અનુસાર ક્રાસુલા નો છોડ તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ લગાવી શકો છો. તમે આ છોડની તમારા મુખ્ય દ્વારની જમણી બાજુએ રાખવામાં આવેલ ક્રાસુલા ના છોડને સકારાત્મક ઉર્જાનો ખુબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ છોડ વિશે એવું માનવામાં આવે છે કે જો આ છોડને આપણા ઘરમાં રાખવામાં આવે તો તેનાથી ધનમાં વધારો થાય છે. આ છોડ ધનને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચવા લાગે છે. તમારા ઘરમાં ધન ટકેલું રહે છે અને ધન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.