આ ચીજોને રાંધીને ખાવી જોઈએ નહીં, કાચી ખાવી વધારે ફાયદાકારક રહે છે

Posted by

જો તમે પોતાના ખાનપાન પર ધ્યાન આપો છો અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરો છો, તો તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ ફક્ત પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવું પર્યાપ્ત હોતું નથી. પરંતુ તેમના સેવન માટેની યોગ્ય રીત પણ તમને માલુમ હોવી જોઈએ. હકીકતમાં અમુક ખાદ્ય પદાર્થોને કાચા ખાવા જોઈએ. કારણ કે તેને ગરમ કરવા પર તેની પૌષ્ટિકતા ખતમ થઇ જાય છે. તો ચાલો તેના વિશે વધુમાં જાણીએ.

સૂકો મેવો

સૂકા મેવામાં ઘણા પ્રકારના પોષક તત્વોની ખાણ હોય છે અને એ જ કારણે લીધે લોકો તેને પોતાના ડાયટ નો મહત્વનો હિસ્સો બનાવે છે. પરંતુ સૂકા મેવાને ક્યારે પણ શેકીને ખાવો જોઈએ નહીં, પરંતુ હંમેશા તેને કાચા ખાવા જોઈએ. કારણ કે ત્યારે જ તે શરીર માટે ફાયદાકારક સિદ્ધ થાય છે. જ્યારે સૂકા મેવાને શેકવામાં આવે છે તો તેમાં રહેલ કેલરી વધી જાય છે, જેનાથી શરીરમાં સ્થૂળતા વધે છે અને ઘણી બધી બિમારીઓની ઝપેટમાં આવી જઈએ છીએ.

લાલ શિમલા મરચું

તમે ઘણા પ્રકારના શાક બનાવવામાં શિમલા મરચાં નો ઉપયોગ કરો છો અને જો તમે એવું વિચારો છો કે તે તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે, તો તમે બિલકુલ ખોટા છો. હકીકતમાં લાલ શિમલા મરચું ક્યારેય પણ પકાવીને ખાવું જોઈએ નહીં, પરંતુ તેને કાચું જ ખાવું જોઈએ. જ્યારે તેને પકાવવામાં આવે છે તો તેમાં રહેલ વિટામીન-સી સહિત ઘણા પોષક તત્વો ઓછા થઈ જાય છે. એટલા માટે હંમેશા લાલ સિમલા મરચુ કાચું જ ખાવું જોઈએ.

બ્રોકલી

જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને સજાગ છે તેઓ મોટા ભાગે પોતાની ડાયટમાં બ્રોકલી નું સેવન કરતા હોય છે. કારણ કે બ્રોકલી પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે. જેમાં વિટામિન-એ, વિટામિન-સી, પોટેશિયમ અને પ્રોટીન જેવાં ઘણાં પોષક તત્વો હોય છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ તો તમને જણાવી દઈએ કે તેને પકાવવાને બદલે કાચું જ ખાવું જોઈએ. કારણ કે તેને પકાવવાથી તેની પૌષ્ટિકતા મળી શકતી નથી.

સુકા નાળિયેર

ઘણા બધા લોકો પોતાના વ્યંજનો બનાવવામાં નાળિયેરનો ઉપયોગ કરે છે. ખાસ કરીને મીઠા અને દક્ષિણ ભારતીય વ્યંજનો બનાવતા સમયે નાળિયેરનો ઉપયોગ થાય છે. તેનું મુખ્ય કારણ છે કે તેમાં મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. પરંતુ નાળિયેરને પકાવીને ખાવાથી તેમાં રહેલા બધાં જ પોષક તત્વ ખતમ થઇ જાય છે. તેથી યોગ્ય રહેશે કે તમે તેને કાચું ખાવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *