આ ચીજોની સાથે દહીંનું સેવન કરવાથી બની જાય છે ઝેર, ક્યારેય ના કરવી જોઈએ આવી ભૂલ

Posted by

હિન્દુ ધર્મના અનુસાર દહીંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ કોઈ ઘરેથી શુભ કાર્યો માટે નીકળે છે તો તેને દહીં ખવડાવવામાં આવે છે. માન્યતા છે કે દહીં ખાઈને બહાર જવાથી કાર્ય અવશ્ય પૂર્ણ થાય છે. દહીં વ્યક્તિની પાચન ક્રિયાને પણ સારી બનાવીને રાખી છે સાથે જ તે ઇમ્યુનિટી બુસ્ટરનું પણ કામ કરે છે. દહીનું ઘણી રીતે સેવન કરવામાં આવે છે. કોઈ ખાંડ મેળવીને ખાય છે, તો કોઈ મીઠું નાખીને ખાય છે, કોઈને પીસેલું જીરુ મિક્સ કરીને ખાવાનું પસંદ હોય છે તો કોઈ દહીંની છાસ બનાવીને પીવાનું પસંદ કરે છે.

જણાવી દઈ કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટમાં સારા બેક્ટેરિયા બનાવે છે અને તેનાથી પાચનતંત્ર મજબુત બને છે. વળી અમુક ચીજો એવી હોય છે જેની સાથે જો દહીનું સેવન કરવામાં આવે તો તે બિમારીઓને આમંત્રણ આપવા બરાબર હોય છે. તો ચાલો જાણી લઈએ આખરે દહીને કઈ ચીજોની સાથે ખાવું ના જોઇએ.

દહી અને માછલી

દહી અને માછલી ક્યારેય પણ ભૂલમાં પણ એકસાથે ખાવું ના જોઈએ. કારણકે બંનેમાં પ્રોટીનના સ્ત્રોત હોય છે અને બે પ્રકારના પ્રોટીન સ્ત્રોતોનું એકસાથે ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે અને માછલી માંસાહારી સ્ત્રોત છે તેવામાં તેમને એકસાથે ખાવાથી પેટ સાથે જોડાયેલ ગંભીર બિમારીઓ થઈ શકે છે.

ડુંગળી અને દહીં

ડુંગળી અને દહીંને ક્યારેય પણ મેળવીને ખાવું ના જોઈએ. ઘણીવાર તમે જોયુ હશે કે લોકો દહીમાં ડુંગળી મેળવીને ખાય છે. આવું કરવું શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે કારણ કે દહીં ઠંડુ હોય છે તો ડુંગળી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તેથી તેમને સાથે મેળવીને ખાવાથી એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દૂધ અને દહી

જો તમે દૂધ અને દહી એકસાથે મેળવીને ખાઓ છો તો તમને એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી દૂધ અને દહી ક્યારેય પણ એકસાથે ના ખાવું જોઈએ.

કેરી અને દહીં

દહીંમા કેરીના નાના-નાના ટુકડા નાખીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તે ખૂબ જ નુકસાનકારક હોય છે. દહી અને કેરી એકસાથે ખાવાથી શરીરમાં સ્કીન સાથે જોડાયેલ ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન થવા લાગે છે તેથી ફક્ત સ્વાદ માટે તેમને એકસાથે ના ખાવું જોઈએ.

દહીં અને પરાઠા

દહીં અને પરાઠા ઘણા લોકોનું ફેવરિટ બ્રેકફાસ્ટ હોય છે પરંતુ તૈલીય પદાર્થ અને દહીં સાથે ખાવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. જો તમે દહીં અને પરાઠા રોજ ખાઓ છો તો સાવધાન થઈ જાઓ કારણ કે તે તમને આળસુ બનાવી દેશે.

અડદ દાળ અને દહીં

અડદની દાળ અને દહીં એકસાથે ખાવા માટે આયુર્વેદ સ્પષ્ટ રૂપથી મનાઈ કરે છે. જો તમે અડદ દાળથી બનેલી કોઈ ચીજ સાથે દહીં ખાઓ છો તો તમને લાંબા સમય સુધી પેટ સાથે જોડાયેલી બિમારી થઈ જશે.

છોલે ભટુરે અને દહીં

ઘણીવાર લોકો એક ગ્લાસમાં લસ્સીની સાથે ગરમા ગરમ છોલે ભટુરે ખાવાનું પસંદ કરે છે પરંતુ આવું કરવાથી બચવું જોઇએ. તેનાથી તમારા સ્વસ્થ શરીર પર ખરાબ અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *