આ કંપનીનો મોબાઈલ માત્ર ૧૦ મિનિટમાં જ થઈ જશે ફૂલ ચાર્જ, લેપટોપ પણ કરી શકશો ચાર્જિંગ

Transsion Holdings ની બ્રાન્ડ Infinix છેલ્લા થોડા વર્ષોથી બજેટ અને મીડ-રેન્જ સ્માર્ટફોન્સ લોન્ચ કરી રહી છે. હવે કંપની હાઈ એન્ડ પરફોર્મન્સ વાળા સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Infinix એ મોબાઇલ વોર્ડ કોંગ્રેસ 2021 (MWC 2021) માં કોન્સેપ્ટ ફોન ૨૦૨૧ પરથી પડદો ઉઠાવી દીધો છે. Infinix Concept Phone 2021 કંપનીનાં અપકમિંગ  Infinix Zero-X સ્માર્ટફોન જેવો લાગી રહ્યો છે. Infinix એ 160W ફાસ્ટ ચાર્જ સ્માર્ટફોનને એક કોન્સેપ્ટ સ્માર્ટફોન તરીકે રજુ કર્યો છે. સંભવ છે કે કંપની આ સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ કરશે નહિ. Infinix નો આ કોન્સેપ્ટ સ્માર્ટફોન શાનદાર અને આકર્ષક ડિઝાઇન સાથે આવે છે પરંતુ આ ફોનમાં આપવામાં આવેલા 160W ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ તેની યુ.એલ.પી છે. Infinix નો દાવો છે કે આ સ્માર્ટફોન માત્ર ૧૦ મિનિટમાં ૦ થી ૧૦૦% સુધી ચાર્જ થઇ જાય છે. Infinix એ આ સ્માર્ટફોનમાં 4000 mAh ની બેટરી આપી છે.

Advertisement

શું છે Infinix ની ફાસ્ટ ચાર્જ ટેકનોલોજી

આ શાનદાર ચાર્જિંગ ટેકનોલોજીને Infinix એ અલ્ટ્રા ફ્લેશ ચાર્જ સિસ્ટમ નામ આપ્યું છે. જેમાં 8C બેટરીનો યુઝ કરવામાં આવ્યો છે. ઈન્ફિનિક્સનું કહેવાનું છે કે આ બેટરીમાં 6C ના મુકાબલે 18% ઓછી રેઝિસ્ટન્ટ હોય છે. તેની સાથે જ તેમાં સુપર ચાર્જ પંપ આપવામાં આવ્યો છે, જે વોલ્ટેજને USB-C પોર્ટ તરીકે બેટરીમાં આવાનારા વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. આ પંપની ઇફિસીએંસી ૯૮.૬% છે. Infinix નો આ કોન્સેપ્ટ સ્માર્ટફોન માત્ર 160W વાયર્ડ ફાસ્ટ ચાર્જને જ સપોર્ટ કરે છે એવું નથી પરંતુ 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Infinix Concept Phone 2021 ની ખાસિયતો

Infinix Concept Phone 2021 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં ૬.૬૭ ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું Resolution FHD+ છે. આ ફોનની ફ્રન્ટ ડિસ્પ્લે અને બેક ગ્લાસમાં કર્વ આપવામાં આવ્યું છે. તેવામાં સાઈડમાં માત્ર મેટલની પાતળી ફ્રેમ જ જોવા મળે છે. આ ફોનની સાઈડ ફ્રેમમાં કોઈ બટન આપવામાં આવ્યું નથી. આ Concept સ્માર્ટફોનની રીયર પેનલમાં કંપનીએ કલર બદલવા વાળી ટેકનોલોજીનો પણ યૂઝ કર્યો છે. Infinix કોન્સેપ્ટ ફોન 2021 સ્માર્ટફોનમાં ૨૦ ટેમ્પરેચર સેન્સર લગાવવામાં આવ્યા છે, જે આ ફોનના ટેમ્પરેચરને 40 C ની અંદર બનાવી રાખવામાં મદદ કરે છે.

આ ફોનને લઈને બીજી દિલચસ્પ વાત તેનાં રિયર પેનલમાં આપેલા ૮ મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ છે. આ લેન્સનો વ્યાસ 135MM છે, જે 60X ઝૂમ સ્પોર્ટ કરે છે. આ ફોનની બેક પેનલમાં ત્રિપલ કેમેરા સેટઅપના બે અન્ય કેમેરા સેન્સર વિશે હાલમાં જાણકારી ઉપલબ્ધ નથી. તેની સાથે જ ફ્રન્ટ કેમેરા માટે ડિસ્પ્લેમાં પંચ હોલ કટ આઉટ આપવામાં આવ્યા છે. Infinix ના 160 WATT ચાર્જિંગ એડેપ્ટરમાં GALLIUM NITRATE અને SILICON CARBIDE સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચાર્જરની મદદથી માત્ર ફોન જ નહિ પરંતુ લેપટોપ પણ ચાર્જ કરી શકાય છે.

Advertisement