આ ભારતીય ક્રિકેટર પર ફિદા હતી બોલીવુડની ૭ અભિનેત્રીઓ, એક અભિનેત્રી તો લગ્ન કરવાની હતી

બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ ખૂબ જ જૂનો છે. ઘણા એવા ક્રિકેટર છે જેમણે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ૭ જન્મનાં બંધનમાં બંધાઈ ગયા છે. તેમાં હાલમાં કપ્તાન વિરાટ કોહલી, પૂર્વ ફાસ્ટ બોલર ઝાહિર ખાન, સ્પિનર હરભજન સિંહ અને પૂર્વ ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી સામેલ છે. આ બધા જ ક્રિકેટર્સે બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કરી અને બાદમાં લગ્ન પણ કર્યા. વળી એક ક્રિકેટર એવા પણ છે, જેમણે બોલિવૂડની ઘણી મોટી હસીનાઓને ડેટ તો કરી પરંતુ કોઈની સાથે પણ લગ્ન થઈ શક્યા નહી.

Advertisement

આજે અમે આ આર્ટિકલમાં તે ક્રિકેટરના વિશે તમને જણાવીશું, જેમણે પ્રીતિ ઝિન્ટાથી લઈને મિનિષા લાંબા જેવી અભિનેત્રીઓને ડેટ કરી છે. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના હરફનમૌલા ખેલાડી યુવરાજ સિંહના વિશે. જેમણે ઘણી એક્ટ્રેસને પોતાના પ્રેમમાં પાગલ બનાવી દીધી હતી. યુવરાજસિંહ એ સૌથી વધારે ૭ બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કરી છે. ચાલો જાણી લઈએ આખરે તે કઈ ૭ અભિનેત્રીઓ છે.

કિમ શર્મા

અભિનેત્રી કિમ શર્માએ ક્રિકેટર યુવરાજ સિંહને ખુબ જ લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. આ કપલ પોતાની રિલેશનશિપને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતું હતું. બંનેએ ૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને બાદમાં અલગ થઈ ગયા. જણાવવામાં આવે છે કે કિમ શર્મા ખૂબ જ અબ્યુજીવ સ્વભાવની હતી, જેના લીધે બન્નેનું બ્રેકઅપ થયું હતું. જોકે હવે તે બંને ખૂબ જ સારા મિત્રો છે અને આજે પણ એકબીજા સાથે વાતચીત કરે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ અને યુવરાજ સિંહનું અફેર બોલિવૂડ અને ક્રિકેટની દુનિયાનુ સૌથી ચર્ચિત અફેર હતું. તે દિવસોમાં ઘણી મેચોમાં દિપીકા યુવરાજને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચી જતી હતી અને મેચ પૂરી થયા બાદ બંને ડિનર ડેટ પર પણ જોવા મળતા હતા. તે દિવસોમાં દિપીકા પાદુકોણ બોલિવૂડમાં નવી-નવી હતી અને યુવરાજસિંહ ક્રિકેટની દુનિયામાં ફેમસ હતા. જોકે આ સંબંધ પણ લાંબો ચાલી શક્યો નહી અને ખૂબ જ જલ્દી બન્નેનું બ્રેકઅપ પણ થઈ ગયું. ખબરોનું માનીએ તો યુવરાજ દિપીકાને લઈને ખૂબ જ વધારે પઝેસિવ હતા, જેના લીધે બન્નેનું બ્રેકઅપ થયું હતું.

નેહા ધૂપિયા

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાને પણ યુવરાજસિંહ ડેટ કરી ચૂક્યા છે. આ અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તેમના પ્રેમની ચર્ચાઓ તે દિવસોમાં ચારેય તરફ ફેલાયેલી હતી. બંનેને ઘણા મોટા ફંકશન અને પાર્ટીઓમાં સાથે જોવામાં આવ્યા હતા. જોકે નેહા અને યુવરાજ બંનેએ આ સંબંધને ક્યારેય પણ મીડિયાની સામે સ્વીકાર્યો નહી અને થોડા દિવસો બાદ તેમના પ્રેમની ખબરો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.

રિયા સેન

હરફનમૌલા યુવરાજનું નામ રિયા સેનની સાથે પણ જોડાઇ ચુક્યુ છે. જણાવી દઈએ કે રિયાનું પણ અભિનયની દુનિયામાં એક મોટું નામ છે અને બન્નેને ઘણીવાર ડેટ પર જતા મીડિયાના કેમેરાઓમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી ઘણી પાર્ટીઓમાં પણ બંનેને સાથે જોવામાં આવતા હતા.

મિનિષા લાંબા

બોલિવૂડની મશહૂર અભિનેત્રી મનિષા લાંબા પણ યુવરાજ સિંહની સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. એક સમય હતો જ્યારે બંને એકબીજાને ડેટ કરતા હતા. તે દિવસોમાં બંનેના પ્રેમની ચર્ચાઓ ખૂબ જ થતી હતી.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા અને યુવરાજનાં પ્રેમનાં કિસ્સાઓ તો કોઇનાથી છૂપાયેલ નથી. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. યાદ અપાવી દઇએ કે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ માટે યુવરાજસિંહ રમતા હતા તો તે દિવસોમાં ટીમની માલિક પ્રિતી અને યુવરાજની વચ્ચે ખૂબ જ નિકટતા જોવા મળી હતી. પ્રીતિ ઝિન્ટા અને યુવરાજ સિંહને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા છે. અફવાહ તો બંનેના લગ્નની પણ હતી, જોકે આ સંબંધનો અંત પણ બ્રેકઅપ સાથે જ થયો. જોકે યુવરાજ અને પ્રીતિએ ક્યારેય પણ આ સંબંધને સ્વીકાર્યો નહોતો.

હેજલ કીચ

ઘણી અભિનેત્રીઓ સાથે નામ જોડાયા બાદ વર્ષ ૨૦૧૬માં યુવરાજસિંહ હેજલ કીચ સાથે સાત જનમના બંધનમાં બંધાઈ ગયા. યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હેજલને ઈમ્પ્રેસ કરવા માટે ઘણા વર્ષો મહેનત કરવી પડી હતી. જોકે હવે બંને પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે.

Advertisement