આ દેશમાં દરિયા કિનારે જોવા મળી જળપરી, કચરાના ઢગલામાં આ હાલતમાં જોવા મળી, જુઓ તસ્વીરો

Posted by

ભગવાને આ દુનિયાને ખૂબ જ સુંદર બનાવી છે. ખાસ કરીને પ્રકૃતિની વાત કરવામાં આવે તો ધરતી પર રહેલા તમામ જીવોના લાભના અનુસાર જ બનાવવામાં આવી હતી. નદી, પહાડ, વૃક્ષો વગેરે ચીજો દરેક જીવ માટે જીવવા માટે આવશ્યક છે. જો કે વ્યક્તિ પોતાના અંગત ફાયદાનાં લીધે તેમને અશુદ્ધ કરી રહ્યો છે. હાલના સમયમાં દુનિયાની એક સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિક વેસ્ટ પણ છે. આ પ્લાસ્ટિક સરળતાથી રિસાઈકલ થતું નથી. જેના પરિણામ સ્વરૂપે પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચે છે.

હવે બાલિના બીચની જ વાત કરી લઈએ. સામાન્ય રીતે બાલીને પોતાના સુંદર બીચ માટે જાણવામાં આવે છે પરંતુ જ્યારે અહીંયા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તો પોતાની સાથે હજારો ટન કચરો પણ લઈ આવે છે. આ કચરો દરિયા કિનારાની સુંદરતાને બગાડી નાખે છે. તેના સિવાય દરિયામાં રહેવા વાળા જીવ જંતુનાં જીવન પર પણ તેમની ખરાબ અસર પડે છે. એટલું જ નહીં ખારા પાણીથી બનવા વાળા મીઠામાં પણ હવે પ્લાસ્ટિકના કણો મળવા લાગ્યા છે, તેવામાં આ પ્લાસ્ટિક વેસ્ટને રોકવા માટે બધાએ આગળ આવવું પડશે.

પ્લાસ્ટિક વેસ્ટને મોટાભાગનાં લોકો હળવાશથી લે છે. લોકો કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિક ફેંકી દેતા હોય છે, તેવામાં બાલીમાં રહેવાવાળી લોરા નામની મહિલાએ જલપરી બનીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી છે. તે જળપરીનો વેશ ધારણ કરીને દરિયા કિનારે પડેલા કચરાના ઢગલામાં સુઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે એક ફોટોશૂટ કરાવ્યું, જે હવે વાયરલ થઈ રહ્યું છે.

આ તસ્વીરો Wayan Suyadnya નામના એક સ્થાનીય ફ્રીલાન્સ ફોટોગ્રાફરે ખેંચેલી છે. આ મહિલા ફોટોશૂટ દ્વારા સંપૂર્ણ દુનિયાને તે સંકેત આપવા માંગે છે કે હજુ પણ મોડું થયું નથી. જો તમે હજુ પણ નહી સમજો તો આ પર્યાવરણ જીવવાને લાયક રહેશે નહી.

તમને જણાવી દઈએ કે બાલીમાં સમય-સમય પર પ્લાસ્ટિક અને કચરા સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવે છે પરંતુ ખરેખર સમસ્યા અહીંયા આવવાવાળા પ્રવાસીઓ છે. જે સમજ્યા-વિચાર્યા વગર બીચ પર જ કચરો ફેંકી દેતા હોય છે.

બાલીનાં દરિયા કિનારા પર સિંગલ યુઝ પ્લાસ્ટિક હવે સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Wayan Suyadnya (@hiwayan)

ફક્ત બાલી જ નહી પરંતુ સંપૂર્ણ દુનિયામાં ઘણા એવા દરિયા કિનારા આવેલા છે, જે આ પ્રકારે કચરાનો શિકાર થઇ રહ્યા છે. ત્યાં સુધી કે ભારતના દરિયાકિનારાની પણ આવી જ હાલત છે. તેવામાં આપણા બધાનું જ તે કર્તવ્ય છે કે જ્યારે પણ આપણે બીચ પર જઈએ તો આ પ્રકારની ગંદકી ફેલાવવી ના જોઈએ. તે આપણા અને આવનારી જનરેશનના ભવિષ્ય માટે પણ ખતરો બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *