આ દેશમાં ફક્ત એક રાત માટે થાય છે લગ્ન, પોતાની મરજીથી કન્યા પસંદ કરે છે યુવક

દુનિયાના બધા દેશોમાં લગ્નનું એક અલગ જ મહત્વ છે. બધા જ દેશોમાં લગ્ન થાય છે અને ખૂબ જ ધામ ધૂમથી થાય છે. જોકે દરેક દેશની પોતાની સંસ્કૃતિ અને પરંપરા હોય છે, જેને લગ્નમાં ફોલો કરવામાં આવે છે. ભલે રીતિ-રિવાજ દરેક જગ્યાએ લગ્નમાં અલગ હોય છે પરંતુ દરેક લગ્નમાં એક વાત સમાન હોય છે કે તેમાં બે લોકોનું મિલન થાય છે. બંનેના સંબંધ સામાજિક માન્યતાના હિસાબથી સ્વીકાર કરવામાં આવે છે.

કન્યા પસંદ કરે છે પોતાની પસંદગીનો વર

લગભગ બધી જ જગ્યાએ લગ્નમાં સંપૂર્ણ જીવન તે જ મહિલા કે પુરુષ સાથે પસાર કરવાનું હોય છે, જ્યાં સુધી વચ્ચે કોઇ સમસ્યા ના થાય. પરંતુ આજે અમે તમને દુનિયાના એક એવા દેશની વિશે જણાવીશું, જ્યાં ફક્ત એક રાત માટે જ લગ્ન થાય છે. આ લગ્ન માટે કન્યા સ્વયં પોતાની પસંદગીનો પુરુષ પસંદ કરે છે. પુરુષની પસંદગીની રીત પણ ખૂબ જ અનોખી છે. તમને જણાવી દઈએ કે આ અજીબો-ગરીબ રિવાજ ચીનની શિલિંગ ઘાટીમાં રહેવાવાળા લોકો નિભાવે છે.

લગ્ન આસપાસના લોકો સાથે નહી, પ્રવાસીઓ સાથે થાય છે

અહીંયાના લોકો ઘણા વર્ષ જૂની આ પરંપરાને બદલ્યા વગર નિભાવી રહ્યા છે. ત્યાં ફરવા આવેલા લોકો પણ આ અજીબોગરીબ લગ્નનો લુપ્ત ઉઠાવે છે. તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે યુવતી પોતાની પસંદગીનો યુવક પોતાના આસપાસના ગામમાંથી નહિ પરંતુ ત્યાં ફરવા આવેલ પ્રવાસીઓમાંથી પસંદ કરે છે. યુવતીઓ હોડીઓની પાસે છત્રી લઈને પ્રવાસીઓની રાહ જોઈને બેસી રહે છે. જ્યારે ત્યાં પ્રવાસીઓ આવે છે તો તેમને લઈને તે પોતાના ઘરે જાય છે.

રીતિ-રિવાજ સમજાવીને કન્યાના પિતા કરે છે લગ્નની શરૂઆત

ફક્ત યુવતીઓ જ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ આ લગ્નને લઈને ઉત્સાહિત જોવા મળે છે. તે દિવસે ઘરને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવે છે. જ્યારે આ પ્રવાસી ઘરે પહોંચે છે તો ગીત સંગીતનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. આ લગ્નની શરૂઆત કન્યાના પિતા કરે છે. કન્યાના પિતા સૌથી પહેલા તેમની આ રીતિ-રિવાજની વિશે જણાવે છે. ત્યારબાદ જ કન્યા આવે છે.

બંને એકબીજાની સહમતીથી રહી શકે છે એક દિવસ સાથે

દુલ્હન પોતાની સાથે લાલ રંગના કપડાં લઈને આવે છે, જેને તે પ્રવાસીઓ પર ફેંકે છે. જે પણ વ્યક્તિની ઉપર આ લાલ કાપડ પડે છે, તેને દુલ્હાનો પોષક પહેરાવવામાં આવે છે. ત્યારબાદ યુવતી અને પ્રવાસીનો વિવાહ ધામધૂમથી કરવામાં આવે છે. વિવાહ થયા બાદ તે નવવિવાહિત કપલ થોડા સમય માટે જ સાથે રહે છે. જો બંનેની સહમતી હોય તો બંને એક દિવસ પણ સાથે રહી શકે છે. પરંતુ ત્યારબાદ સાથે રહેવું અસંભવ છે. આ વિવાહ શિલીંગ ઘાટીની જનજાતિ સંસ્કૃતિને સમજાવવા માટે કરવામાં આવે છે.