સપ્તાહનાં સાતેય દિવસનું અલગ-અલગ મહત્વ હોય છે. આ દિવસોમાં તમે શું કરો છો તેમનો પ્રભાવ તમારા જીવન પર પડે છે. મહાભારતનાં અનુશાસન પર્વમાં તે જણાવવામાં આવ્યું છે કે કયા દિવસે શું કરવું જોઈએ. અનુશાસન પર્વમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિએ કયા દિવસે વાળ અને નખ કપાવવા જોઈએ. જોકે આજકાલ આ બધી ચીજોને લોકો અંધવિશ્વાસ કહીને નકારી દે છે. પરંતુ લોકો તેમની પાછળનાં તર્કને જાણતા નથી. જેના લીધે તેનો ખરાબ પ્રભાવ તેમના જીવન પર પડતો હોય છે એટલું જ નહીં તે ઘણા પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે અને તેનો પ્રભાવ તેમની ઉંમર પર પણ પડે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે આખરે કયા દિવસે તમારે વાળ અને નખ કપાવવા ના જોઈએ.
સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ
મહાભારતનાં અનુશાસન પર્વમાં એવું કહેવામાં આવ્યું છે કે પોતાના હાથ પગના નખ હંમેશા કાપતા રહેવું જોઈએ. આવું ના કરવું અશુભ માનવામાં આવે છે. સાથે જ પોતાના નખને વધવા ના દેવા જોઈએ. હકીકતમાં વધેલા નખ ને શુભ માનવામાં આવતા નથી. વધેલા નખ ને જોવાથી તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર અને આર્થિક સ્થિતિ પર પડે છે. શાસ્ત્રોમાં મોટા નખ રાખવાને વર્જિત, નિંદનીય અને અધાર્મિક માનવામાં આવે છે.
વાળ કપાવ્યા બાદ જરૂર કરો આ કાર્ય
જો તમે વાળ કપાવવા માટે કે દાઢી કરાવવા માટે વાણંદની પાસે જાઓ છો તો ત્યાં હંમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું રાખીને જ બેસવું જોઈએ. આવું કરવાથી તમારી ઉંમરમાં વધારો થશે. સાથે જ વાળ કપાવ્યા બાદ તરત જ સ્નાન કરવું જોઈએ. જો તમે સ્નાન નહીં કરો તો તમારે ઉંમરની હાનિનો સામનો કરવો પડી શકે છે.
સપ્તાહના આ દિવસોમાં ના કપાવવા જોઈએ વાળ
સોમવારના દિવસે વાળ ના કપાવવા જોઈએ કારણકે આ દિવસ ભગવાન શિવનો છે. સોમવારના દિવસે વાળ કપાવવાથી શિવ ભક્તિને હાનિ પહોંચે છે. મંગળવારના દિવસે વાળ કપાવવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઉંમરને હાનિ પહોંચે છે. વળી ગુરુવારના દિવસે પણ હજામત ના કરવી જોઈએ. તેનાથી ધન અને માન-સન્માનને હાનિ પહોંચે છે. શનિવારના દિવસે વાળ કપાવવાથી તમારા જીવનમાં દુઃખ વધશે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ હોય છે તેથી આ દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધિ અને ધર્મને હાનિ પહોંચે છે.
આ દિવસે વાળ કપાવશો તો થશે ધન લાભ
જો તમે ઈચ્છતા હોય કે ભાગ્ય હંમેશા તમને સાથ આપતું રહે અને તમે તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો બુધવાર અને શુક્રવાર સિવાય અન્ય દિવસોમાં ક્યારેય પણ વાળ કપાવા ના જોઈએ. વળી શુક્રવારનાં દિવસે પણ વાળ કપાવવાને સારુ માનવામાં આવે છે. આ દિવસે લાભ અને યશની પ્રાપ્તિ થાય છે તેથી ધ્યાન રાખવું કે હંમેશા બુધવાર અને શુક્રવારનાં દિવસે જ નખ અને વાળ કપાવવા જોઈએ.
જીવનમાં આવે છે ઘણી સમસ્યાઓ
મહાભારતના અનુશાસન પર્વના અનુસાર હમેશા ધ્યાન રાખો કે જ્યારે તમે માથા પર તેલ લગાવો છો તો તેને શરીરના અન્ય ભાગ પર ના લગાવો. આવું કરવાથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.