આ એક આદતનાં કારણે ઐશ્વર્યાને નફરત કરે છે અભિષેકની બહેન, કરણની સામે કર્યો હતો ખુલાસો

બચ્ચન પરિવાર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ચર્ચિત અને જાણીતો પરિવાર છે. બચ્ચન પરિવારનો ફિલ્મી દુનિયાથી દર્શકો સાથે જૂનો સંબંધ છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની પત્નિ જયા બચ્ચન ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ અને વરિષ્ઠ કલાકાર છે. વળી બંનેના દિકરા-વહુ પણ ઇન્ડસ્ટ્રીનું એક ચર્ચિત નામ છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચન પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. શ્વેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે અંગત રીતે ભલે કોઈ સંબંધ ધરાવતી ના હોય પરંતુ તેમ છતાં પણ તે ચર્ચામાં રહે છે. શ્વેતાની પોતાની ભાભી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ ખૂબ જ સારી બોન્ડિંગ છે. શ્વેતાએ એકવાર એક શો માં પોતાની ભાભીનાં વિશે ખુલીને વાતચીત કરી હતી.

ઘણીવાર જોવા મળે છે કે બોલિવૂડની જાણીતી અને ખૂબ જ સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ટરવ્યૂથી હંમેશા દૂર જ રહે છે. વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યા ફિલ્મોથી દૂર થઇ ગઇ હતી. જોકે તેમની ચર્ચાઓ હાલના દિવસોમાં પણ થતી રહે છે. તેમના પોતાના સાસરિયાના લોકો સાથે ખૂબ જ સારા સંબંધો છે જ્યારે તેમની પોતાની નણંદ શ્વેતા બચ્ચન સાથે પણ ખૂબ જ સારા સંબંધ છે.

વર્ષ ૨૦૧૯માં શ્વેતા પોતાના ભાઈ અભિનેતા અભિષેક બચ્ચનની સાથે મશહૂર નિર્માતા-નિર્દેશક કરણ જોહરનાં “કોફી વિથ કરણ” શો માં પહોંચી હતી. આ દરમિયાન અભિષેકની સાથે જ શ્વેતાએ પણ પોતાની ભાભીને લઈને ખુલીને વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શ્વેતાએ પોતાની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચનની ખુબ જ પ્રશંસા પણ કરી હતી, જોકે તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમને પોતાની ભાભી ઐશ્વર્યાની એક આદત પસંદ નથી.

કરણ જોહરનાં શો પર વાત કરતાં શ્વેતા બચ્ચન નંદાએ જણાવ્યું હતું કે તે સેલ્ફ મેડ મજબુત મહિલા હોવાની સાથે એક સારી માં પણ છે પરંતુ મને તેમની આ આદતથી નફરત છે જ્યારે તે સમયસર કોલ બેક કરતી નથી. તેમનો ટાઈમ મેનેજમેન્ટ યોગ્ય નથી.

શ્વેતા બચ્ચનની સાથે જ અભિષેકએ પણ પોતાની પત્નિની આદતોના વિશે વાત-ચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શો પર કરણ જોહરે અભિષેકને પૂછ્યું કે તેમની પત્નિની કઈ આદત ખરાબ લાગે છે. તેમના પર એક્ટરે કહ્યું કે હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું કારણકે તે મને પ્રેમ કરે છે પરંતુ તેમની પેકિંગ સ્કિલ્સ સારી નથી, જે કોઈપણ સહન ના કરી શકે.

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને વર્ષ ૨૦૦૭માં લગ્ન કર્યા હતાં. બન્નેની એક દિકરી આરાધ્યા બચ્ચન પણ છે. ૯૦નાં દશકનાં અંતમાં અને આ સદીની શરૂઆતમાં ઐશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીનું એક મોટું અને ચર્ચિત નામ બનીને સામે આવ્યું છે. લગ્ન કર્યા બાદ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું હતું.

વળી આરાધ્યાના જન્મ બાદ તે ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણ રીતે દૂર થઇ ગઇ હતી. ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” માં નજર આવી હતી. વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મમાં રણબીર કપૂરની સાથે ઐશ્વર્યા રાય એ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. તે સમયે બંનેની ખૂબ જ ચર્ચાઓ પણ થઇ હતી. બંનેની વચ્ચે ઉંમરમાં ૯ વર્ષનું અંતર હોવાના લીધે પણ બંને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતાં.