શ્રાપિત ગામ : આ ગામમાં છોકરીઓ ૧૮ વર્ષની થતાં જ બની જાય છે છોકરો, વિજ્ઞાનિકો પણ આ રહસ્ય ઉકેલી શકતા નથી

દિકરો કે દિકરીનો જન્મ થવો કુદરતની ભેટ હોય છે. જન્મ પહેલા જ આપણું જેન્ડર નક્કી થઈ જાય છે પરંતુ મનુષ્યએ એટલી પ્રગતિ કરી લીધી છે કે સર્જરી દ્વારા હવે જેન્ડર પણ બદલી શકાય છે. દુનિયામાં ઘણા એવા લોકો છે, જેમણે સર્જરીનાં માધ્યમથી પોતાનું જેન્ડર બદલાવી નાખ્યું છે. જોકે એ સર્જરીનાં માધ્યમથી જ સંભવ છે પરંતુ શું તમે જાણો છો કે ધરતી પર એક એવું ગામ છે જ્યાં એક ઉંમર બાદ યુવતિઓ, યુવક બની જાય છે. તે પણ કોઈ સર્જરી વગર. આ વાત આશ્ચર્યચકિત કરવાવાળી જરૂર છે પરંતુ એકદમ સત્ય છે.

મોટા થયા બાદ ગામની આ યુવતિઓનું જેન્ડર પોતાની જાતે જ ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ અહીની યુવતિઓ બની જાય છે યુવક. તો ચાલો જાણી લઈએ આ રિપોર્ટમાં કે તે કયું ગામ છે અને કેમ અહીયાની યુવતિઓ સાથે આવું થાય છે?. આ ગામનું નામ છે લા સેલિનાસ, જે ડોમિનિકન રીપબ્લિક દેશમાં છે. આ ગામની ઘણી બધી યુવતિઓ ૧૨ વર્ષની ઉંમરમાં આવતા-આવતા છોકરામાં બદલાવા લાગે છે.

છોકરીઓ સાથે એવું શું થાય છે, તે રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી પરંતુ છોકરીઓ સાથે આ બદલાવ થવાનાં કારણથી લોકો આ ગામને શ્રાપિત ગામ માને છે. લા સેલિનાસ ગામની છોકરીઓને છોકરા બની જવાની અજીબ બિમારીનાં કારણે અહીનાં લોકો ખુબ જ પરેશાન રહે છે. ઘણા લોકો તો એવું પણ માને છે કે આ ગામમાં કોઈ અદ્રશ્ય શક્તિ રહેલી છે. વળી અમુક વૃદ્ધ લોકો આ ગામને શ્રાપિત માને છે. આ ગામમાં આવા બાળકોને “ગ્વેદોચે” કહેવામાં આવે છે.

હવે પરિસ્થિતિ એવું થઈ ગઈ છે કે આ ગામનાં લોકો છોકરીને જન્મ આપવાથી ગભરાવા લાગ્યા છે. માત્ર એટલું જ નહીં જ્યારે ગામમાં કોઈનાં ઘરે છોકરીનો જન્મ થાય છે તો તે પરિવારમાં માતમ છવાઈ જાય છે કારણકે તેમને ડર હોય છે કે તેમની દિકરી મોટી થવા પર છોકરો બની જશે. આ બિમારીનાં લીધે ગામમાં છોકરીઓની સંખ્યા પણ ખુબ જ ઓછી થવા લાગી છે.

આ ગામ દરિયા કિનારે વસેલું છે અને ગામની વસ્તી લગભગ ૬૦૦૦ ની આસપાસ છે. આ અજીબ રહસ્યનાં કારણે આ ગામ દુનિયાભરનાં શોધકર્તાઓ માટે રિસર્ચનો વિષય બની ગયું છે. વળી બીજી તરફ કહે છે કે આ બિમારી “આનુવંશિક વિકાર” છે. આ ગામમાં ૯૦ માંથી ૧ બાળક આ બિમારીથી ગ્રસ્ત હોય છે. જે પણ છોકરીઓને આ બિમારી હોય છે, તે એક ઉંમર બાદ તેમનાં શરીરમાં પુરુષ જેવા અંગ બનવા લાગે છે. સાથે જ તેમનો અવાજ ભારે થવા લાગે છે અને શરીરમાં તે બદલાવ આવવાના શરૂ થઇ જાય છે, જે ધીરે-ધીરે તેમને છોકરી માંથી છોકરો બનાવી દે છે.