આ ગંભીર બિમારીની ઝપેટમાં છે સલમાન ખાન, વર્ષો બાદ ઉઠાવ્યો રહસ્ય પરથી પડદો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલના દિવસોમાં ટીવીના ખૂબ જ ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ-૧૪ ને હોસ્ટ કરતા નજર આવી રહ્યા છે. આ શો માં સલમાનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે એક તરફ જ્યાં બધા કન્ટેસ્ટન્ટને રુલ્સ અને રેગ્યુલેશન સમજાવે છે તો વળી બીજી તરફ તેમની ભૂલો પર તેમના પર ગુસ્સો કરતાં પણ જોવા મળે છે. સલમાન ખાને વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. ત્યાં સુધી કે તેમની વધતી ઉંમર પણ તેના રસ્તામાં આવી નથી. આજે પણ ફિલ્મને હિટ કરાવવા માટે ફક્ત સલમાન ખાનનું નામ જ કાફી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલિવુડના સુપરસ્ટારને એક ખૂબ જ ગંભીર બીમારી છે. જોકે તેના વિશે તેમણે ક્યારેય પણ ખુલીને કોઈ નિવેદન આપ્યું નથી.

સલમાન ખાન બોલિવૂડના સૌથી ફિટ અને ફાઇન એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સલમાન ખાન વર્ષોથી ગંભીર બિમારીથી ગ્રસિત છે. જણાવવામાં આવે છે કે સલમાનને ટ્રાયજેમીનલ ન્યુરાલજીયા નામની બીમારી છે, જેને સામાન્ય ભાષામાં સુસાઇડ ડીજીજ કહેવામાં આવે છે. જો કે સલમાને ક્યારેય પણ પોતાની આ બિમારીના વિશે વાત કરી નથી. પરંતુ રિપોર્ટના અનુસાર સલમાન ખાનને પાછલા ઘણા વર્ષોથી આ બિમારી છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાન બોલિવૂડનાં જાણીતા રાઇટર છે. તેમણે શોલે અને જંજીર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ લખી છે. પોતાના પિતાની જેમ જ સલમાન ખાન પણ રાઈટર બનવા માંગતા હતા પરંતુ તેમના નસીબે તેમને બોલિવૂડના એક સુપરસ્ટાર એક્ટર બનાવી દીધા. જોકે સલમાન ખાન પોતાના રાઇટીંગના શોખને પણ છોડ્યો નથી. સલમાન ખાને બાગી, હીરો અને દબંગ-૩ જેવી ઘણી ફિલ્મોની કહાનીમાં પોતાની રાઈટિંગનું યોગદાન આપ્યું છે. તેના સિવાય સલમાન ખાનને પેન્ટિંગ કરવાનો પણ ખૂબ જ શોખ છે. તેમણે ઘણીવાર પોતાની પેઇન્ટિંગને એક્ઝિબિશનમાં સેલ પણ કરી છે. પોતાના આ બધા શોખની સાથે સાથે સલમાનખાને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. આજે તે એક સફળ એક્ટર અને પ્રોડ્યુસર છે.

સલમાન ખાન છેલ્લે ફિલ્મ દબંગ-૩માં નજર આવ્યા હતા. તે ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ દબંગની સિક્વલ હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી હતી. જણાવી દઈએ કે સલમાન ખાન દર વર્ષે પોતાની ફિલ્મ ઈદના દિવસે રીલિઝ કરે છે પરંતુ આ વર્ષે લોકડાઉનનાં લીધે તેમની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. તેમની આવનારી ફિલ્મ “રાધે” છે. સલમાને આ ફિલ્મમાં એક્શન સિક્વન્સમાં એક્સપરિમેન્ટ કર્યો છે. તેમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવશે. સલમાનની આ ફિલ્મ આવતા વર્ષે ઇદ પર રીલિઝ થશે. જોકે તે દિવસે જ જોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે-૨” પણ રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર બંનેની આ ટક્કર જોવા જેવી હશે. જણાવી દઈએ કે સલમાન અને જોન અબ્રાહમની વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદથી જ બન્ને એકબીજા સાથે વાત પણ કરતા નથી.