આ હસીનાઓએ લગ્નના તુરંત બાદ જ આપી હતી પ્રેગ્નેન્ટ થવાની ખબર, ૯ મહિના પહેલા જ બની ગઈ હતી માં

હાલના દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાને સોશિયલ મીડિયા પર નિશાના પર લેવામાં આવી રહી છે. સાથે જ તેમને ટ્રોલર્સનો પણ શિકાર થવું પડી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે કે તેમણે લગ્નના એક મહિના બાદ જ માં બનવાની ખબર શેર કરી છે. ત્યારબાદ તો જાણે તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડયો છે. લોકોએ જેટલા તેમને અભિનંદન પાઠવ્યા નથી તેનાથી ખૂબ જ વધારે લોકોએ તેમને ટ્રોલ કરી છે.

તેથી આજે અમે તમને એવી જ અન્ય અભિનેત્રીઓના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે લગ્નના તુરંત બાદ જ પ્રેગ્નેન્ટ થવાના સમાચાર આપ્યા હતાં અને થોડા જ મહિનાઓમાં “માં” પણ બની ગઈ હતી. આ લિસ્ટમાં ઘણા મોટા નામ પણ સામેલ છે, જેમાં નેહા ધૂપિયા, સેલિના જેટલી, કોંકણા સેન જેવા નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં હાલમાં તો દિયા મિર્ઝાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા પણ પોતાના બિન્દાસ સ્ટેટસ માટે જાણીતી છે. એક્ટ્રેસ નેહા ધૂપિયાએ અંગત બેદી સાથે લગ્ન કર્યા હતાં. નેહા એ પણ લગ્નના થોડા દિવસો બાદ જ પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી. નેહા એ એક દિકરીને જન્મ આપ્યો છે, જેમનું નામ તેમણે મેહર રાખ્યું છે.

સેલિના જેટલી

વર્ષ ૨૦૧૧માં સેલિનાએ લગ્ન કર્યા હતાં. લગ્નના તુરંત બાદ જ આ સુંદર એક્ટ્રેસે પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાણકારી તમામ લોકોને આપી હતી. અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના બેબી બંપની સાથે ઘણી બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

અમૃતા અરોડા

બોલિવૂડની સુંદર એક્ટ્રેસ મલાઈકા અરોડાની નાની બહેન અમૃતા અરોરા પણ પોતાના લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. તેમણે બિઝનેસમેન શકીલ લદ્દાક સાથે લગ્ન કર્યા છે. તે શકીલ લદ્દાકની બીજી પત્નિ છે. તેમની પહેલી પત્નિ અમૃતાની જ મિત્ર હતી.

દિયા મિર્ઝા

અભિનેત્રી દિયા મિર્ઝાએ હાલમાં જ બીજી વાર વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. લગ્નના દોઢ મહિના બાદ દિયાએ સોશિયલ મીડિયા પર પોતે પ્રેગ્નેન્ટ હોવાની ખબરો આપી હતી. દિયાએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ લગ્ન કર્યા હતાં. તેમણે પોતાની બેબી બંપ વાળી તસ્વીર શેર કરી છે. ત્યારબાદથી તે ટ્રોલ થવા લાગી હતી.

કોંકણા સેન

પોતાની શાનદાર એક્ટિંગ માટે મશહૂર એક્ટ્રેસ કોંકણા સેનની સાથે પણ કંઇક એવું જ થયું છે. કોંકણા સેન પોતાના લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. અભિનેત્રી કોંકણા સેન એ રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતાં.

મહિમા ચૌધરી

અભિનેત્રી મહિમા ચૌધરીનો જલવો તેમના સમયમાં કંઈક અલગ જ હતો. મહિમા ચૌધરીએ વર્ષ ૨૦૦૬માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં. મહિમા પોતાના લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. તેમણે પોતાના લગ્નના થોડા દિવસો બાદ જ પોતે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આપ્યા હતાં.