આ જાદુઇ સુપ નું સેવન કરવાથી ફક્ત એક જ અઠવાડિયામાં ઘટી જશે ચાર કિલો વજન

વજન ઘટાડવા માટે લોકો ઘણા જ ઉપાયો અજમાવતા હોય છે. રોજ સવારે ઊઠીને જીમ જવાથી લઈને વિવિધ પ્રકારની ડાયટ અજમાવે છે. વજન ઘટાડવા માટે તમારે તમારી ડાયટમાં કોઈપણ પ્રકારની ફેન્સી અથવા તો મોંઘી ચીજો સામેલ કરવાની જરૂર નથી. તમે રસોડામાં રહેલ ખૂબ જ સિમ્પલ ચીજો ખાઈને પણ વજન ઘટાડી શકો છો. જી હા, વજન ઘટાડવા માટે શરીરને પહેલા ડીટોક્સ કરવું જોઈએ. જેના માટે કોબીને સૌથી શ્રેષ્ઠ વનસ્પતિ માનવામા આવે છે. આ કોબીના સૂપને પોતાના ડાયટમાં સામેલ કરીને તમે અઠવાડિયામાં ચાર કિલો સુધી વજન ઘટાડી શકો છો.  કોબી એ ફાઈબરથી ભરપૂર ઓછી કેલરી વાળી શાકભાજી છે. તે લોહીને સાફ કરવાની સાથે જ પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. વજન ઘટાડવા માટે તમે કોબીના સૂપ ને તમારા ડાયટ પ્લાનમાં કઈ રીતે લઈ શકો છો અને તેનાથી તમને કેટલું ઝડપથી રિઝલ્ટ મળશે તેના વિશે ચાલો જાણીએ.

શું હોય છે કોબી સૂપ ડાયટ અને કેવી રીતે ઘટાડે છે વજન

તે એક થોડા સમયમાં જ વજન ઘટાડવાનો ડાયટ પ્લાન છે. જેમાં સાત દિવસ માટે મોટા પ્રમાણમાં કોબીનું સૂપ સામેલ હોય છે. ફક્ત એક અઠવાડિયા માટે આ ડાયટ ને ફોલ્લો કરવાથી ચાર કિલો સુધી વજન ઘટાડી શકો છો કારણ કે તે કેલરીને બેલેન્સ કરે છે. આ ડાયટની સાથે તમે ફળ, શાકભાજી, સ્કીમ મિલ્ક વગેરે ખાદ્ય પદાર્થોનું સેવન પણ કરી શકો છો. કોબીનું સૂપ તમારા મેટાબોલીઝમને ઝડપથી વધારીને શરીરમાં જામેલ ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. તેના સિવાય કોબી ફાઇબર સહિત વિટામિન, ખનીજ અને પોષક તત્વોથી ભરેલ હોય છે. જે શરીરને ડીટોકસીફાઈ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે કોબીનું સૂપ કઈ રીતે બનાવવું

સામગ્રી

એક કોબી, બે મોટી ડુંગળી, બે લીલા મરચા, ત્રણ ગાજર, એક મોટુ ટમેટૂ, એક મોટી સેલેરી, ત્રણથી ચાર મશરૂમ, ચાર થી પાંચ લસણની કળી, પાંચ થી છ કપ પાણી, ગાર્નીશિંગ માટે કોથમીર અથવા એક ચપટી કાળા અને સફેદ મરી

સૂપ બનાવવાની વિધિ

બધા જ શાકભાજીને ક્યુબસ અથવા નાના ટુકડાઓમાં કાપી લો. એક મોટા સુપ કન્ટેનરમાં પાણી ઉકાળો. ત્યારબાદ આ બધી જ ચીજો અને કન્ટેનરમાં નાખો અને સારી રીતે હલાવો. ત્યારબાદ તેને ઉકાળી લો. પછી ધીમા તાપે તેને રાંધી લો. પંદર-વીસ મિનિટમાં જ આ સૂપ તૈયાર થઈ જશે. તેમાં મીઠું કોથમીર મરચું વગેરે નાખીને ગરમા ગરમ સર્વ કરો. જો તમે ખૂબ જ જલ્દી વજન ઘટાડવા માંગો છો તો આ કોબીના સૂપની સાથે સાથે નિયમિત રૂપે કસરત કરવાની પણ આદત પાડવી પડશે. આ સુખની સાથે બીજા હેલ્ધી ચીજોને પણ પોતાના ડાયટમાં સામેલ કરો. નહિતર તમને કમજોરી મહેસૂસ થઈ શકે છે.