જીવનમાં કોઈ પરેશાની આવવા પર પરેશાનીથી પરેશાન થવાને બદલે તેનું સમાધાન શોધવું જોઈએ. લાલ પુસ્તકમાં દરેક પરેશાનીનો ઉકેલ સાથે જોડાયેલ ઉપાય બતાવવામાં આવ્યા છે અને આ ઉપાય કરવાથી પરેશાની ખતમ કરી શકાય છે. લાલ પુસ્તક અનુસાર જાનવરોની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ક્યાં જાનવરને ભોજન કરાવવાથી કઈ પરેશાની ઓછી થાય છે.
ગાયને ખવડાવો રોટલી
આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય બતાવે છે અને કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર ઘણા બધા દેવી-દેવતાઓ નિવાસ હોય છે. ગાયની સેવા કરવાથી પાપમાંથી મુક્તિ મળી જાય છે અને જીવન સફળ બની જાય છે. એટલું જ નહીં ગાયની સેવા કરવાથી કુંડળીના દોષો પણ દૂર થઈ જાય છે. જે લોકોના ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય તે લોકોએ ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ રહે છે અને કલેશ ખતમ થઇ જાય છે.
તે સિવાય ગાયને ચારો નાખવાથી કુંડળીના દોષો પણ દૂર થાય છે અને ગ્રહ શાંત રહે છે. એટલું જ નહીં જે લોકો ગાયની પૂજા કરે છે તે લોકોના ઘરમાં ક્યારેય પણ ધનની અછત સર્જાતી નથી અને માતા લક્ષ્મી સદાય તેમના ઘરમાં વિરાજમાન રહે છે.
પક્ષીઓને અનાજ નાખવું
પક્ષીઓને અનાજ આપવું ખૂબ જ સારું માનવામાં આવે છે અને આવું કરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ હોય તે લોકોએ કાગડાને તેલ વાળી રોટલી આપવી જોઈએ. કાગડાને તેલ વાળી રોટલી આપવાથી શનિ ગ્રહ શાંત થાય છે. તે સિવાય પક્ષીઓને દાણા આપવાથી વ્યવસાયમાં વધારો થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. જ્યારે કબૂતરને અનાજ નાખવાથી જીવનનાં બધાં જ કષ્ટો દૂર થઈ જાય છે.
માછલીઓને લોટ આપો
માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે. તે સિવાય બુધ ગ્રહ ભારે હોવા પર માછલીઓને લોટની ગોળી આપવામાં આવે તો ગ્રહ શાંત થાય છે અને આ ગ્રહના પ્રકોપથી રક્ષા થાય છે.
કૂતરાને રોટલી આપવી
કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ, કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે. એટલા માટે જે જાતકોની કુંડળીમાં આ ત્રણેય ગ્રહ હોય તે લોકોએ કાળા કૂતરાને શનિવારના દિવસે તેલમાં તળેલી રોટલી અથવા પૂરી આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો પોતાના હાથથી નાખવામાં આવેલી રોટલી કુતરા ખાઈ લે છે તો તેમને ગ્રહ દોષ માંથી છુટકારો મળી શકે છે.
કીડીઓને લોટ આપવો
કીડીઓને લોટ આપવાથી કુંડળીમાં ગ્રહ શાંત રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એટલા માટે તમારે દરરોજ સવારે અને સાંજના સમયે કીડીઓને લોટ આપવો જોઈએ. આવું કરવાથી તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.