આ કારણને લીધે વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે બાળકો, માતા-પિતા થઈ જાઓ સતર્ક

Posted by

આજના જમાનામાં એવું કહેવામાં આવે છે કે કોઈના પર ભરોસો કરી શકાય નહી. ભાઈ ભાઈનો રહેતો નથી. બાળકો પોતાના માતા-પિતાના સગા બની શકતા નથી. તમે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે કે સાંભળ્યા હશે કે જેમાં બાળકોએ પોતાના વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોય. તેવામાં તેમને કોઈ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે કે પછી તે એકલા મુશ્કેલીઓથી પોતાનું જીવન પસાર કરે છે. વૃદ્ધાવસ્થા એક એવો સમય હોય છે જ્યારે તમારે તમારા બાળકોની સૌથી વધારે જરૂર હોય છે.

પરંતુ અમુક નિર્દયી બાળકો આ સમયે મા-બાપને દગો આપતા પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લેતા હોય છે. આ બાળકો એ વાત ભૂલી જતાં હોય છે કે આ જ માં-બાપે તેમને બાળપણથી પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તે તેમને દગો આપી રહ્યા છે. તો ચાલો પહેલા એ કારણ જાણી લઈએ કે જેના કારણે બાળકોના મનમાં માતાપિતાથી અલગ રહેવાનું કે તેમને ઘરમાંથી કાઢી મૂકવાનો વિચાર આવે છે.

મોટાભાગની સમસ્યાઓ બાળકોના લગ્ન પછી શરૂ થાય છે. નવી આવેલી વહુ પોતાના સાસુ-સસરા સાથે ભળી શકતી નથી. ઘરમાં દરરોજ લડાઈ-ઝઘડા થતા રહે છે. તમારા અને બાળકોના વિચાર એકબીજાથી મળતા નથી. ઘણીવાર તમે વધારે રોક-ટોક કરો છો અથવા તો તે વધારે સ્વતંત્રતાની માંગ કરતા હોય છે. આ મામલાઓમાં ભૂલ કોઈની પણ હોઈ શકે છે પરંતુ પરિવારમાં તિરાડ પડવાનું કામ અહીયાથી જ શરૂ થાય છે.

માં-બાપ જ્યારે વૃદ્ધ થાય છે તો તેમને ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. તેવામાં સારવાર અને દવાઓમાં ખર્ચો થાય છે અને તેમની સેવા પણ વધારે કરવી પડતી હોય છે. આ સ્થિતિથી બચવા માટે અમુક કામચોર અને ખરાબ પુત્ર અને વહુ માતા-પિતાને અલગ કરવાનો પ્લાન બનાવવા લાગે છે. એક સૌથી મોટું કારણ પ્રોપર્ટી અને પૈસા પણ હોય છે. અમુક બાળકો એવા પણ હોય છે જેમને ફક્ત તમારા પૈસાથી પ્રેમ હોય છે. જો એકવાર તે તેમના કબજામાં આવી ગયા તો તેને તમારી કોઈ જરૂર રહેતી નથી. ઘણીવાર ભાગ પાડવાને લઈને પણ ટેન્શન આવી જાય છે.

માતા-પિતા રાખે આટલી સાવધાનીઓ

  • જો તમે તમારા વૃદ્ધાવસ્થાને આરામથી અને શાંતિથી પસાર કરવા માંગતા હોય તો અત્યારથી જ આ ખાસ વાતોને ધ્યાનમાં રાખો.
  • પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક બની જાવ. સેહતમંદ ખાઓ અને વ્યાયામ કરો. આ રીતે વૃદ્ધાવસ્થામાં મોટાભાગનું કામ તમે સ્વયં જ કરી શકશો. સાથે જ સમય સમય પર પોતાનું ચેક-અપ પણ કરાવતા રહો.
  • તમારા જુના વિચારોને થોડા બદલો અને તમારા પુત્ર અને વહુ પર વધારે પ્રતિબંધ ના રાખો. જો તમે તેમના અંગત કામોમાં વધારે દખલગીરી કરતા નથી તો તેમને તમારાથી કોઈ તકલીફ થશે નહી. તમે ફક્ત તમારા વિશે જ વિચારો. બાળકો મોટા થઇ ગયા છે અને તે પોતાનો નિર્ણય પોતે જ લઈ શકે છે.

  • કોઈ પણ હાલતમાં પોતાની પ્રોપર્ટી પહેલેથી જ બાળકોના નામ પર ના કરો. પોતાના બધા જ બેન્ક એકાઉન્ટ અને એટીએમ વગેરેનો પણ તમે પોતે જ ઉપયોગ કરો. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારો પૂરો પરિવાર તમારી મુઠ્ઠીમાં રહેશે. જો તેમ છતાં પણ તે તમને છોડી દે છે તો આ પૈસાની મદદથી તમે ઘરમાં નોકર પણ રાખી શકો છો અને તમારી સારવાર પણ કરાવી શકો છો. તેથી એક મોટી બચત તમારા વૃદ્ધાવસ્થા માટે સાચવીને જરૂર રાખો. તેને તમારા બાળકો પર ખર્ચ ના કરો. તમારું ઘર હંમેશા તમારા નામ પર જ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *