આ કારણથી પત્નિઓને હોય છે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ, દરેક પતિએ જાણવી જોઈએ આ વાતો

પતિ અને પત્ની નો સબંધ સાથ જન્મોનો સંબંધ માનવામાં આવે છે. જોકે આજના આધુનિક સમયમાં એક જન્મ ટકી જાય તો પણ ઘણું છે. કોઈપણ સુખી વિવાહિત જીવન માટે વિશ્વાસ અને વફાદારી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર કોઈ ખાસ આ કારણને લીધે પાર્ટનર દગો આપવા માટે મજબૂર થઈ જાય છે. તેને લગ્ન પછી કોઈ બીજા સાથે અફેર ચાલવા લાગે છે. અફેર પતિ અને પત્ની બંનેનું અથવા બંનેમાંથી કોઇ એકનું પણ હોઈ શકે છે. આજે અમે તમને પત્ની અફેર કેમ ચલાવે છે તેના વિશે જણાવીશું.

પ્રથમ પ્રેમ ની યાદ આવવી

લગ્ન પહેલા યુવતીઓના બોયફ્રેન્ડ હોય તે સામાન્ય વાત છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે લગ્ન પછી પણ તે તેમને ભુલી શકતી નથી. જો તે પોતાના લગ્નથી ખુશ નથી તો પછી તેમના બોયફ્રેન્ડ ની યાદ વધારે આવે છે. ત્યારબાદ ભાવનાઓમાં આવીને તેમનું લવ અફેર શરૂ થઈ જાય છે.

ઘરેલુ હિંસા

જો લગ્ન બાદ પતિ તેમની પત્ની સાથે મારપીટ કરે છે, તેમનું સન્માન નથી કરતો તો પત્ની માટે ઘર અને લગ્ન નરક બની જાય છે. ત્યારબાદ તે પોતાના માટે એક નવા સાથીની તલાશ શરૂ કરી દે છે. તેને બીજા પુરુષો પોતાના પતિ કરતાં સારા લાગે છે.

બદલો

અમુક સ્ત્રીઓ ફક્ત પોતાના પતિ સાથે બદલો લેવાની ભાવના ખાતર જ બીજા પુરુષો સાથે અફેર ચલાવે છે. ઉદાહરણ તરીકે પતિનું જો કોઈ બીજા સાથે અફેર ચાલી રહ્યું હોય તો પત્ની પણ તેને સબક શીખવવા માટે આ જ રસ્તો અપનાવે છે. તેના સિવાય પતિ જો વાત વાત પર શક કરે અથવા તો કોઈ બીજી રીતે પરેશાન કરે તો પત્ની ની અંદર બદલાની ભાવના જાગૃત થઈ જાય છે.

જબરદસ્તી લગ્ન

ઘણીવાર યુવતીઓને લગ્ન કરવાની ઈચ્છા નથી હોતી પરંતુ માતા પિતાના દબાણને લીધે તે લગ્ન કરી લે છે. આ રીતે જબરદસ્તી લગ્નના લીધે મહિલાઓ વધારે ખુશ નથી રહી શકતી. તેથી લગ્ન બાદ પતિ પસંદ ના આવવા પર તેને અફેર કરવાની ઈચ્છા થઈ જાય છે.

રોમાન્સ નો અભાવ

લગ્નના થોડા વર્ષો પછી પતિ ને રોમાન્સમાં રસ ઓછો થવા લાગે છે. તેવામાં પોતાની શારીરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે પત્નીઓ મજબૂરીમાં અન્ય પુરુષ સાથે અફેર ચલાવવાનું વિચારવા લાગે છે. ઘણીવાર પતિ શારીરિક રૂપથી એટલું તાકાતવર નથી હોતો કે મહિલાને ચરમસુખ ની પ્રાપ્તિ કરાવી શકે. તેથી પણ મહિલાઓ અફેર ચલાવે છે.

કંઈક નવું કરવાની ઈચ્છા

ઘણીવાર મહિલાઓ પોતાની વિવાહિત જીવન થી કંટાળી જાય છે. તેમના મનમાં કંઈક નવું પ્રયોગ કરવાની ઈચ્છા હોય છે. તે લગ્ન તોડવાનું તો નથી વિચારતી પરંતુ વન ટાઈમ ફન ના ચક્કરમાં અફેર કરી લે છે.

ભાવનાત્મક ટેકો ના મળવો

જ્યારે પણ કોઇ મહિલા કોઈ દુઃખ માં હોય છે તો તે પોતાના પતિ પાસેથી ભાવનાત્મક સપોર્ટ ની ઈચ્છા રાખે છે. જો પતિ પોતાની પત્નીને આ સપોર્ટ નથી કરતો અને કોઈ અન્ય પુરુષ તેને ભાવનાત્મક સહારો આપે છે તો પત્ની નું મન તે પુરૂષમાં ખોવાઈ જાય છે.

પતિ સાથે ઝઘડા

જો પતિ-પત્ની વચ્ચે દિવસ દરમિયાન ઝઘડા થતાં રહેતા હોય તો તો એક સમય એવો પણ આવે છે જ્યારે પત્નીઓ બીજા પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે.

આ સિવાય પણ બીજા ઘણા કારણો હોય છે પરંતુ મુખ્યત્વે આ કારણો વધારે જવાબદાર હોય છે. પરંતુ જો પતિ અને પત્ની એકબીજાને સમજીને ચાલે તો લગ્નજીવન સ્વર્ગથી પણ સુંદર બની જાય છે.