આ કારણથી પોતાની સાળીના બધા નખરા સહન કરે છે જીજાજી, પૂરી કરે છે તેની બધી જ ફરમાઇશ

જીજાજી અને સાળી આ નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ગંદા વિચારો આવવા લાગે છે. ઘણા લોકોએ તો આ સંબંધને બદનામ કરી નાખ્યો છે. ખરેખર જો જોવામાં આવે તો જીજાજી અને સાળીનો સંબંધ પણ ખૂબ જ પવિત્ર અને સારો બની શકે છે. સાળીઓ એક રીતે જીજાની બહેન જ હોય છે. તે તેમનું ધ્યાન એવી રીતે જ રાખી શકે છે જેમ એક ભાઈ પોતાની બહેનનું રાખે છે.

સાળીઓ ઘણીવાર તેમના જીજાજી સાથે એવી રીતે જ મજાક મસ્તી કરે છે જેમ એક ભાઈ બહેનની વચ્ચે થાય છે. ફક્ત એટલું જ નહીં જીજાજી પોતાની સાળીના દરેક નખરા ઉઠાવે છે અને તેમની બધી જ ફરમાઇશ પણ પૂરી કરે છે. તેવામાં શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે જીજાજી એવું કેમ કરે છે ? અથવા તો તેને એવું કેમ કરવું જોઈએ ? આજે અમે તમને જિજાજી અને સાળીના આ સંબંધ વિશે વિસ્તારથી સમજાવીશું.

૧. સાળી તમારી પત્નિને એટલે કે તેમની બહેનને નાનપણથી ખૂબ જ સારી રીતે જાણતી હોય છે. તેવામાં જો તમે તમારી પત્નિનું કોઈપણ રહસ્ય જાણવા માંગતા હોય અથવા તો તમારી પત્નિને કઈ રીતે ખુશ કરી શકાય, તેને શું પસંદ છે અને શું પસંદ નથી. આ બધી જ વાતો તમારી સાળી તમને ખૂબ જ સારી રીતે સમજાવી શકે છે. જો કે તે આ બધા જ રહસ્ય ત્યારે જ તમારી સામે ખોલશે જ્યારે તમે તેની બધી જ ફરમાઇશ પૂરી કરશો અથવા તો તેમને કોઈ સારી ગિફ્ટ આપશો.

૨. સાળીઓ ઘણીવાર તમારા ચહેરા પર સ્મિત લાવી દે છે. સામાન્ય રીતે એક પતિનું જીવન ખૂબ જ તણાવપૂર્ણ હોય છે. નવા લગ્ન બાદ એક પતિ તરીકે તેમની જવાબદારી ખૂબ જ વધી જાય છે. ઉપરથી કામ નું ભારણ એ અલગ. તેવામાં જ્યારે સાળીઓ તમારા ઘરે આવે છે અથવા તો તમે તેને મળો છો તો ખૂબ જ મજાક મસ્તી થાય છે. તેનાથી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જાય છે. તેથી તમારા ઘરે તમારી સાળીઓને આમંત્રણ આપતા રહેવું જોઈએ.

૩. જ્યારે તમારી પત્નિ બીમાર થઈ જાય અથવા તો તેમને ડિલિવરી કે બાળકો બાબતે કોઈ મદદની જરૂર હોય તો તે તેમની બહેન એટલે કે તમારી સાળીની મદદ લઈ શકે છે. તમારી સાળી તમારી પત્નિ સાથે ઘણા દિવસો સુધી રહીને તેમની સંભાળ રાખી શકે છે. મતલબ કે તે મુશ્કેલીના સમયમાં કામ આવે છે. તેથી તમારી પણ ફરજ બને છે કે તમે તમારી સાળીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખો અને તેમના થોડા ઘણા નખરાં હોય તો તે પણ ઉઠાવવા જોઈએ.

૪. જ્યારે તમારા બાળકો થાય છે તો તે પોતાની માસી એટલે કે તમારી સાળી સાથે ખૂબ જ મસ્તી કરે છે. બાળકો સાથે રમવામાં અથવા તો તેમની સંભાળ રાખવામા સાળીઓ ને કોઈ પહોચી ના શકે. તે તમારા બાળકોને પોતાના બાળકની જેમ જ પ્રેમ કરે છે. તેથી તમે પણ તમારી સાળી સાથે કોઈ ભેદભાવ ના રાખો અને તેમની સાથે સારો વ્યવહાર કરો.

તો બસ આ જ અમુક કારણો હતા કે જેના લીધે દરેક જીજાજી પોતાની સાળી નું અહેસાન માનીને તેમના બધા જ નખરા ઉઠાવે છે. અમને આશા છે કે તમે પણ એ વાતનો ખલ રાખશો કે સાળી અને જીજાજી નો સંબંધ બદનામ ના થાય અને તેની મર્યાદા બની રહે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને બીજા લોકો સાથે પણ શેર કરવાનું ના ભુલશો.