જ્યારે પણ આપણે ભોજન કરવા બેસીએ છીએ તો તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે તમારી થાળીમાં ક્યારેય પણ ૩ રોટલી પીરસવામાં આવતી નથી અને તેને લઈને તમારા મનમાં ઘણા પ્રકારના સવાલ ઊભા થતાં હોય છે. ભોજનની થાળીમાં આખરે એક સાથે ૩ રોટલી શા માટે આપવામાં આવતી નથી. તેનો જવાબ ઘણી વખત તમે પોતાના માતા-પિતા અથવા ઘરમાં રહેલા વડીલો પાસે પણ માંગ્યો હશે અને તેનો તમને અલગ-અલગ જવાબ મળતો હશે. પરંતુ મોટાભાગે એક જ જવાબ હોય છે કે ૩ રોટલી એટલા માટે નથી આપવામાં આવતી, કારણ કે આવું પોતાના દુશ્મનો સાથે કરવામાં આવે છે અથવા આવું કરવું અશુભ હોય છે.
પરંતુ ખૂબ જ ઓછા લોકોને તેના વિશે યોગ્ય જાણકારી હશે. વળી જોવામાં આવે તો હકીકતમાં આ ખૂબ જ એક ગંભીર સવાલ છે. પરંતુ તેનો જવાબ પણ એટલો જ હેરાન કરી દેશે, જેટલો આ ગંભીર સવાલ છે. આજે અમે તમને જણાવીશું કે આખરે એવું કયું કારણ છે જેના લીધે ભોજનની થાળીમાં એક સાથે ૩ રોટલી પીરસવામાં આવતી નથી.
શું છે કારણ
હકીકતમાં હિન્દુ ધર્મમાં એવી ઘણા પ્રકારની પ્રથાઓ અને માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે, જેમાં એક એવી પણ માન્યતા છે કે ત્રણની સંખ્યાને હંમેશા અશુભ માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈપણ પ્રકારનું ધાર્મિક કાર્ય જેમ કે પૂજાપાઠ વગેરેમાં કોઈપણ પ્રકારની ત્રણ વસ્તુઓ સામેલ કરવામાં આવતી નથી. તે સિવાય જણાવી દઈએ કે એવું પણ માનવામાં આવે છે કે ત્રણ લોકોનું એક સાથે કોઈપણ જગ્યાએ જવું અશુભ માનવામાં આવે છે અને એ જ કારણ છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની થાળીમાં ૩ રોટલી એક સાથે પીરસવામાં આવતી નથી. કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે આવું કરવાથી પરસ્પર મતભેદ વધે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં રીતરિવાજો કે જે સદીઓથી ચાલતા આવી રહ્યા છે, જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના તેરમાં નાં અવસર પર મૃતકને ભોજનના રૂપમાં ૩ રોટલી આપવામાં આવે છે. એ જ મુખ્ય કારણ છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને એક સાથે ૩ રોટલી પીરસવામાં આવતી નથી. કારણ કે તેને મૃતકનું ભોજન માનવામાં આવે છે.
વૈજ્ઞાનિક કારણ
વળી આ તો રીતી રીવાજો અને માન્યતાઓની વાત હતી. પરંતુ જો વૈજ્ઞાનિક નજરથી જોવામાં આવે તો તમને જણાવી દઈએ કે કોઈપણ સ્વાસ્થ્ય વ્યક્તિ માટે ઓછામાં ઓછું ૫૦ ગ્રામ ચોખા, બે રોટલી, એક વાટકો દાળ અને એક વાટકો શાકભાજીને સંતુલિત આહાર માનવામાં આવે છે. તમને જાણ હોવી જોઈએ કે કોઈપણ વ્યક્તિને તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે સંતુલિત આહાર ખૂબ જ આવશ્યક છે. વળી તમને જણાવી દઈએ કે સંતુલિત આહાર થી ઓછું અથવા વધારે ભોજન ગ્રહણ કરો છો, તો તેનાથી તમને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જેમ કે અપચો અથવા અન્ય કોઇ પ્રકારની નાની-મોટી સમસ્યા આવી શકે છે, જે આગળ ચાલીને ગંભીર રૂપ ધારણ કરી શકે છે.