આ ક્યા બોલિવૂડ એક્ટ્રેસની બાળપણની તસ્વીર છે, ૯૯% લોકો સાચું નામ બતાવી નહી શકે

Posted by

બાળપણ ખુબ જ પ્રેમાળ હોય છે. આપણને બધાને જ તે ઘણું યાદ પણ આવે છે. બાળપણ સાથે જોડાયેલી યાદો હંમેશા આપણા દિલની નજીક હોય છે ત્યારે આપણને કોઈપણ ચીજની ચિંતા હોતી નથી. બસ થોડો અભ્યાસ કરો, ખૂબ જ રમો, ખાઓ-પીઓ અને મોજ-મસ્તી કરો. બાળપણથી મોટા થવા સુધી આપણો સ્વભાવ બદલાતો રહે છે અને સાથે-સાથે ચહેરામાં પણ ખૂબ જ ફરક જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો તમને કોઈ મોટા વ્યક્તિના બાળપણની તસ્વીર બતાવવામાં આવે તો કદાચ તમે તેને ઓળખી પણ નહી શકો.

આજે અમે તમને બોલિવૂડની એક પોપ્યુલર અભિનેત્રીની બાળપણની તસ્વીર બતાવવા જઈ રહ્યા છીએ. આ તસવીરમાં તમને એક નાની બાળકી સ્માઇલ કરતી જોવા મળી રહી છે. આ બાળકી વર્તમાન સમયમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. તો ચાલો તમે પણ પોતાના મગજના ઘોડાને દોડાવો અને અમને જણાવો કે તે કઈ બોલિવૂડ એક્ટ્રેસની તસવીર છે.

ઓળખ્યા કે નહી ? જો નહીં તો ચિંતા કરવાની જરૂર નથી. અમે જ તમને જણાવી દઈએ. હકીકતમાં ફોટોમાં જોવા મળતી આ બાળકી બીજી કોઈ નહી પરંતુ બોલિવુડની અભિનેત્રી દિયા મિર્ઝા છે. દિયા મિર્ઝા એ આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટાને શેર કરતા લખ્યું છે કે, હું મારા યંગ અવતાર વિશે શું કહી શકું? યુનિવર્સની ટાઈમિંગ હંમેશા સટીક હોય છે. ભલે જ તમને તે સમયનો અંદાજો ના હોય. તમે તમારા અવતારને શું કહેશો?

દિયા મિર્ઝાની આ પોસ્ટ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને ૧ લાખ ૫૭ હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે. ફેન્સ તેમના ઉપર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે એક યૂઝરે લખ્યું કે તમે તમારા અવતારને કહો કે મોટી થઈને તમે એક ખૂબ જ સારી વ્યક્તિ બનશો. વળી અન્ય યુઝર્સે દિયા મિર્ઝાનાં બાળપણનાં લુકની પ્રશંસા કરતાં લખ્યું કે ખૂબ જ પ્રેમાળ, ખૂબ જ ક્યુટ, બાળપણથી લઈને અત્યાર સુધી તમે બિલકુલ પણ બદલ્યા નથી.

દિયા મિર્ઝાના એક ફેન્સ એ બાળપણ ઉપર શાયરી લખતા કહ્યું કે, બચપન યાદ બહુત આતા હૈ, યૌવન રસઘટ ભર લાતા હૈ, બદલા મૌસમ, ઢલતી છાયા, રિસતી ગાગર, લૂટતી માયા, સબ કુછ દાવ લગા કર, ઘાટે કા વ્યાપાર હુવા, નયે મિલ કા પથ્થર પાર હુવા, વ્યસ્ત રહો, મસ્ત રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *