આ મહિલા ડોક્ટરના રૂપમાં છે ભગવાન, દિકરીનો જન્મ થવા પર નથી લેતા કોઈ ફી, હોસ્પિટલમાં વહેંચે છે મીઠાઈઓ

આજની પેઢી ભલે શિક્ષિત બની રહી હોય પરંતુ તેમ છતાં પણ લોકો હજુ પણ દિકરા અને દિકરીઓમાં ફરક કરવાની આદતોને ભૂલ્યા નથી. દિકરીઓને જ્યાં માં બાપના માથાનો ભાર માનવામાં આવે છે તો બીજી તરફ દિકરાઓને ઘરના વારસદાર સમજીને તેની પુજા કરવામાં આવે છે. જો કે આજની છોકરીઓ પણ છોકરાઓની કોઈપણ બાબતમાં પાછળ રહેતી નથી. પરંતુ તેમ છતાં પણ હાલના દિવસોમાં સમાચારોમાં છોકરીઓ સાથે હ્રદય કંપાવનારી ઘટનાઓ વિશે વાંચીને કે સાંભળીને આપણી આત્મા તડપી ઊઠે છે. આજે પણ ઘણા લોકો ગર્ભમાં જ દિકરીઓની હત્યા કરી દે છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમનો જીવ તેમની દિકરીઓમાં હોય છે અને તે દિકરીઓને જ પોતાની દરેક ખુશીનું કારણ માનતા હોય છે.

દિકરીઓ ભગવાનનું વરદાન છે જે દરેક લોકોએ એક ભેટ માનીને તેમનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ અમુક લોકો ભગવાનના આ વરદાનની કદર કરવાનું ભૂલી ગયા છે. બીજી તરફ દુનિયામાં એક એવી ડોક્ટર પણ હાજર છે જે દિકરીનો જ્ન્મ થવા પર બધા સાથે પોતાની ખુશી વહેંચે છે. તમને જણાવી દઈએ કે આ ડોક્ટરનું નામ શિપ્રા ધર છે. જે પોતાના નર્સિંગ હોમમાં દિકરીનો જન્મ થવા પર બધાને મીઠાઈઓ વહેંચે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જે મહિલાને ખોળે દિકરીનો જન્મ થાય છે તેની પાસેથી કોઈપણ પ્રકારની ફી પણ લેતા નથી. આ કળયુગના જમાનામાં ભગવાન બનીને આવેલા શિપ્રા ધરને લોકો પણ ભગવાનનું રૂપ જ મને છે.

ભૃણ હત્યા સામે ઝુંબેશ

હાલમાં જ એક ન્યૂઝ ચેનલ સાથે થયેલ વાતચીત દરમિયાન ડો. શિપ્રાએ જણાવ્યુ કે તેમણે બીએચયુ થી એમબીબીએસ અને એમડી નો અભ્યાસ પૂરો કર્યો છે અને હાલમાં તે વારાણસીના પહાડીયા નામના વિસ્તારમાં પોતાનું એક નર્સિંગ હોમ ચલાવી રહ્યા છે. આ નર્સિંગ હોમમાં તેમણે ભૃણ હત્યાનો વિરોધ કરવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવે છે. જે અંતર્ગત તે દિકરીના જન્મ થવાની ખુશીમાં અને લોકોને જાગૃત કરવા માટે આખા નર્સિંગ હોમમાં મીઠાઈઓ વહેંચે છે. ઉપરાંત તે દિકરીઓને જન્મ આપવાની પહેલને પ્રોત્સાહન આપવા માટે લોકો પાસેથી દિકરીનો જન્મ થવા પર કોઈપણ પ્રકારની ફી લેતા નથી.

આજે પણ દિકરીઓને ભારણ માનવામાં આવે છે

ડો. શિપ્રા ધરના અનુસાર લોકો દિકરીઓને લઈને આજે પણ નકારાત્મક વિચારધારા ધરાવે છે. તેમની સામે એવા ઘણા કેસ આવ્યા છે જેમાં દિકરીનો જન્મ થવા પર પરિવારજનોના ચહેરા પર ખુશીની જગ્યાએ નિરાશા છવાઈ જાય છે. ફક્ત એટલું જ નહીં પોતાની ગરીબીના કારણે પણ ઘણા લોકો દિકરીનો જન્મ થવા પર રડવા લાગે છે. આવી જ વિચારધારાને બદલવા માટે શિપ્રા ધર દિવસરાત મહેનત કરી રહી છે. કારણકે લોકો દિકરીઓને ભાર ના સમજે અને તેને દિકરાની જેમ જ અપનાવે.

મોદીજી પણ થઈ ચૂક્યા છે પ્રભાવિત

ખબરો અનુસાર અત્યાર સુધીમાં આ મહિલા ડોક્ટર તેમના નર્સિંગ હોમમાં ૧૦૦ દિકરીઓનો જન્મ કરવી ચૂકી છે. જેમની તેમણે કોઈ દિવસ કોઈપણ પ્રકારની ફી વસૂલી નથી. ઉપરાંત તે દિકરીનો જન્મ થવા પર હોસ્પિટલનો બેડ ચાર્જ ખર્ચ પણ નથી લેતા. જ્યારે તેમના નર્સિંગ હોમના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણ થઈ તો તે ખૂબ જ પ્રભાવિત થયા હતાં. જ્યારે મોદીજી વારાણસી ગયા તો તે ડો. શિપ્રાને મળવા પહોચ્યાં હતાં અને પોતાના સંબોધનમાં દેશના બધા જ ડોક્ટરોને આહવાન કર્યું હતું કે તે દર મહિનાની ૯ તારીખમાં જન્મ લેનાર દિકરીઓની કોઈપણ પ્રકારની ફી ના વસૂલે જેનાથી બેટી પઢાઓ ના અભિયાનને વેગ મળશે.