આ મંદિરમાં પોતાની અદભુત મણી સાથે વિરાજમાન છે નાગરાજ, મણી ને જોઈ લેનાર વ્યક્તિ થઈ જાય છે આંધળો, પુજારી પણ આંખો પર પટ્ટીને બાંધીને કરે છે પુજા

ભારત દેશમાં એક થી એક ચડિયાતા મંદિર છે, જે પોતાની અલગ-અલગ વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. દરેક મંદિરની પોતાની એક અનોખી માન્યતા છે. દેશમાં એક એવું પણ મંદિર છે, જ્યાં મહિલા અને પુરુષ કોઈપણ શ્રદ્ધાળુઓને મંદિરની અંદર જવાની પરવાનગી નથી. અહીં ભક્તો તો શું મંદિરનાં પુજારીને પણ ભગવાનના દર્શન કરવા મળતા નથી. પુજારી પોતાની આંખો પર પટ્ટી બાંધીને જ પુજા-અર્ચના કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં પુજારી સિવાય કોઇપણ વ્યક્તિ પ્રવેશ કરી શકતું નથી. મંદિરમાં બિરાજમાન છે નાગરાજ અને તેમની અદભુત મણી, જેને લઇને આ મંદિરની ચર્ચા દુર દુર સુધી થાય છે.

ઉત્તરાખંડમાં સ્થિત છે મંદિર

આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દેવાલ ના બ્લોકમાં વાંણ નામનાં સ્થાન પર સ્થિત છે. રાજ્યમાં આ દેવસ્થળ લાટું મંદિરનાં નામથી વિખ્યાત છે કારણકે અહીં લાટું દેવતાની પુજા થાય છે. અહીનાં રહેવાસીઓ અનુસાર લાટું દેવતા ઉત્તરાખંડની આરાધ્ય નંદાદેવીનાં ધર્મ ભાઈ છે. હકિકતમાં વાંણ ગામ પ્રત્યેક ૧૨ વર્ષો પર થનારી ઉત્તરાખંડની સૌથી લાંબી પદયાત્રા શ્રી નંદાદેવીની રાજ જાત યાત્રાનું સ્થળ છે. અહીં લાટું દેવતા વાંણ થી લઈને હેમકુંડ સુધી પોતાની બહેન નંદા દેવીની આગેવાની કરે છે.

વર્ષમાં માત્ર એકવાર પુર્ણિમાનાં દિવસે ખુલે છે મંદિરનાં દ્વાર

દર ૧૨ વર્ષમાં ઉત્તરાખંડની સૌથી લાંબી શ્રી નંદાદેવીની રાજ જાત્રા યાત્રા વાંણ ગામમાં થાય છે. લાટું દેવતા ગામમાંથી હેમકુંડ સુધી નંદાદેવીનું અભિનંદન કરે છે. મંદિરનાં દ્વાર વર્ષમાં એક જ દિવસ વૈશાખ માસની પુર્ણિમાનાં દિવસે ખુલે છે. આ દિવસે પુજારી આ મંદિરનાં દ્વાર પોતાની આંખ-મોં પર પટ્ટી બાંધી ખોલે છે. દેવતાનાં દર્શન ભક્તો દુરથી જ કરે છે. જ્યારે મંદિરનાં દ્વાર ખુલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચંડીકા પાઠનું આયોજન થાય છે.

મંદિરમાં નાગરાજ પોતાની અદ્ભુત મણી સાથે છે વિરાજમાન

સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં નાગરાજ પોતાની અદ્ભુત મણી સાથે રહે છે, જેને જોવું સામાન્ય લોકોની વાત નથી. પુજારી પણ નાગરાજનાં મહાન રૂપને જોઈને ગભરાઈ  ના જાય એટલા માટે પોતાની આંખ પર પટ્ટી બાંધે છે. એવી પણ માન્યતા છે કે મણિ ની તેજ રોશની વ્યક્તિને આંધળો બનાવી દે છે. પુજારીનાં મોઢાની ગંધ દેવતા સુધી અને નાગરાજનાં ઝેરીલી ગંધ પુજારીનાં નાક સુધી પહોંચવી ના જોઈએ એટલા માટે તેઓ નાક-મોં પર પટ્ટી લગાવીને રાખે છે.