આ મંદિરમાં પ્રસાદનાં રૂપમાં વહેંચવામાં આવે છે સોનાના સિક્કા અને ઘરેણા, સદીઓથી ચાલી રહી છે આ પ્રથા

Posted by

આજે અમે તમને ભારતનાં એક એવા મંદિરનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં ભક્તોને પ્રસાદના રૂપમાં મીઠાઈ નહી પરંતુ ઘરેણા આપવામાં આવે છે. ભારતનું આ અનોખું મંદિર મધ્યપ્રદેશમાં સ્થિત છે અને આ મંદિરનું નામ માં મહાલક્ષ્મી મંદિર છે. આ મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં વિશેષ પ્રસાદ ચઢાવે છે. આ મંદિર રતલામ શહેરનાં માણક ચોકમાં સ્થિત છે.

મધ્યપ્રદેશના માલવામાં સ્થિત રતલામ શહેરની સોનાની નગરીનાં નામથી પણ જાણવામાં આવે છે. આ મંદિર હજારો વર્ષો જૂનું છે. દિવાળીનાં દિવસે આ મંદિરમાં ખાસ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે અને મંદિરને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવે છે. આ દિવસે મંદિરની સજાવટ રોકડા, સોના-ચાંદીના સિક્કા, આભૂષણ અને અન્ય કિંમતી ચીજોથી કરવામાં આવે છે.

લાગે છે કુબેરનો દરબાર

માં મહાલક્ષ્મી મંદિરમાં કુબેરનો દરબાર લાગે છે. આ દરબારમાં આવતા ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણા અને રૂપિયા-પૈસા આપવામાં આવે છે. કુબેરનો આ દરબાર દિપોત્સવ દરમિયાન લગાવવામાં આવે છે.

આ દરબારમાં આવનાર ભક્તો પ્રસાદનાં રૂપમાં રૂપિયા અને રોકડા ભગવાનને ચઢાવે છે. દિવાળીનાં દિવસે આ મંદિરના કપાટ ૨૪ કલાક ખુલ્લા રહે છે અને ધનતેરસના દિવસે કુબેરનો દરબાર લાગે છે.

થાય છે દિપોત્સવનું આયોજન

આ મંદિરમાં ધનતેરસથી લઈને પાંચ દિવસ સુધી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાનમાં માં લક્ષ્મીના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. ભક્તજન અહીંયા આવીને પૂજા કરે છે અને દિવડાઓ પ્રગટાવે છે એટલું જ નહી મંદિરને ફૂલોથી નહી પરંતુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા ઘરેણા અને રૂપિયાથી સજાવવામાં આવે છે. આ દરમિયાન મંદિરમાં આવનારી મહિલાઓને કુબેરની પોટલી આપવામાં આવે છે.

દશકોથી ચાલી રહી છે આ પરંપરા

મંદિરમાં ઘરેણાં અને રૂપિયાને ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. કહેવામાં આવે છે કે આ પરંપરાને અહીંયા પર રહેવાવાળા એક રાજાએ શરૂ કરી હતી. રાજ્યની સમૃદ્ધિ માટે રાજા મંદિરમાં ધન અને ઘરેણાં ચઢાવતા હતા ત્યારથી જ આ પરંપરા શરૂ થઇ છે અને લોકો મંદિરમાં આવીને ઘરેણા અને પૈસા માતાજીને ચઢાવે છે અને તેમને જ પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.

એવી માન્યતા છે કે જે ભક્ત મંદિરમાં ધન અને ઘરેણાં ચડાવે છે તેમના ઘરમાં માં લક્ષ્મીની કૃપા થાય છે. આ જ કારણ છે કે દૂરથી લોકો આ મંદિરમાં આવીને કિમતી ચીજોને ચઢાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *