આ મંદિરની દેવીએ પાકિસ્તાનનાં સૈનિકોને ચટાડી દીધી હતી ધૂળ, ચમત્કાર જોઈને સૈનિકો બની ગયા પુજારી

ભારતને એમ જ આસ્થા અને ચમત્કારોનો દેશ કહેવામાં આવતો નથી. અહીંયા ઘણા મંદિરો આવેલા છે જેમના ચમત્કાર અને દૈવીય કૃપાથી દેશ વિસ્મૃત થયો છે અને આવા જ એક મંદિરની વિશે આજે અમે તમને જણાવીશું. જો કે આપણા દેશમાં તો ઘણા મંદિરો આવેલા છે જેમના દર્શનથી લોકોના કષ્ટ દૂર થઈ જાય છે, તો વળી અમુક મંદિર ઇચ્છિત ફળ મેળવવા માટે લોકપ્રિય છે જ્યારે અમુક મંદિર વિવાહ કે સંતાન ઈચ્છાની પૂર્તિ માટે જાણીતા છે.

આજે અમે તમને જે મંદિરની વિશે જણાવી રહ્યા છીએ ત્યાંની દેવી મહિમા તો ખૂબ જ નિરાલી છે. આ મંદિરની દેવી સ્થાનીય લોકોની ઇચ્છાઓ પૂરી કરવાની સાથે સાથે તે એક સેનાની જેમ દેશની રક્ષા પણ કરે છે. જી હા, રાજસ્થાનમાં એક એવું મંદિર છે જ્યાંની દેવીને પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડવા માટે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ મંદિરમાં બીએસએફના જવાનો વિશેષરૂપથી પૂજા અર્ચના કરે છે. તો ચાલો જાણી લઈએ આ મંદિર અને ત્યાં બિરાજમાન દેવીની મહિમાનાં વિશે.

હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના જેસલમેરથી ૧૨૦ કિલોમીટર દૂર સ્થિત માતા ઘંટીયાલીનાં મંદિરની. જેના વિશે એવું કહેવામાં આવે છે કે ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનનાં યુદ્ધમાં અહીંયાની દેવીએ એવો ચમત્કાર બતાવ્યો કે પાકિસ્તાનની સેના મંદિરની પાસે પહોંચતા જ ખતમ થઈ ગઈ. એવું જણાવવામાં આવે છે કે ૧૯૬૫નાં યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનની સેના આ મંદિરની પાસે આવી તો એકબીજાને જ દુશ્મન સમજીને લડવા લાગી. વળી અમુક પાકિસ્તાની સૈનિકો માતા નાં ચમત્કારથી આંધળા થઈ ગયા.

રાજસ્થાનના મંદિર ૧૯૬૫ના યુદ્ધ પછી દેશમાં ચર્ચિત થઈ ગયું હતું કારણ હતું આ દેવીની અનુકમ્પા, જેના લીધે પાકિસ્તાનના સૈનિકો આ ક્ષેત્રમાં સ્વયં જ કાળનો કોળિયો બની ગયા હતા. જણાવવામાં આવે છે કે ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન જ્યારે પાકિસ્તાનના સૈનિકો આ મંદિરની નજીક પહોંચ્યા તો તે પોતાની જ સેનાને ભારતીય સૈનિક સમજીને એકબીજા પર ગોળીઓ ચલાવવા લાગ્યા. વળી અમુક પાકિસ્તાની સૈનિકો ઘંટીયાલી માતાનાં મંદિરમાં અંદર પ્રવેશ કરી ગયા અને માતાની મૂર્તિનો શૃંગાર ઉતારવાની કોશિશ કરતા જ તે દૈવીય અનુકંપાથી અંધ થઈ ગયા. દેવી ઘંટીયાલીનાં મંદિરની પાસે ૫ કિલો મીટરના અંતર પર તનોટ માતાજીનું પણ મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે આ બંને દેવીઓની અનુકંપાથી પાક સૈનિકોનો આ યુદ્ધમાં પરાજય થયો હતો.

૧૯૬૫નાં યુદ્ધમાં બંને દેવીઓ ઘંટીયાલી અને માતા તનોટ નાં આશીર્વાદથી પાકિસ્તાનના સૈનિકોને ધૂળ ચટાડ્યા બાદ બીએસએફના જવાનોએ આ બંને મંદિરોની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. આજે પણ બંને મંદિરમાં બીએસએફના સૈનિકો જ પંડિત હોય છે. જ્યાં મુખ્ય પૂજારી પણ બીએસએફ સૈનિક જ છે. તેમનું નામ છે પંડિત સુનિલ કુમાર અવસ્થી. અવસ્થીનું માનીએ તો આ બંને મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂના છે અને ખૂબ જ સિદ્ધદાયી માનવામાં આવે છે. વળી ૧૯૬૫નાં યુદ્ધ બાદ તેમની લોકપ્રિયતા પણ ખુબ જ વધી ચૂકી છે.