આ મોંઘી મોંઘી ચીજોની માલિક છે સ્વર્ગની અપ્સરા ઐશ્વર્યા રાય બચ્ચન, જાણીને રહી જશો આશ્ચર્યચકિત

Posted by

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે. વર્ષ ૧૯૯૪માં ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને વિશ્વ સુંદરી પણ બની ગઈ હતી. ઐશ્વર્યા રાય એટલી પ્રતિભાશાળી છે કે તેમણે પોતાના અભિનયથી ૧૦ થી પણ વધારે ફિલ્મફેર પુરસ્કાર માટે નોમિનેશન મેળવી લીધું હતું.

એટલું જ નહી “હમ દિલ દે ચુકે સનમ” અને “દેવદાસ” જેવી ફિલ્મો માટે ઐશ્વર્યા રાયને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળી ચૂક્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ ફિલ્મોથી દૂર જરૂર રહે છે પરંતુ તેમ છતાં પણ તેમની કમાણી કેટલી છે તેને જાણીને કોઈપણ આશ્ચર્યમાં પડી જશે. ત્યાં સુધી કે પોતાના પતિ અભિષેક બચ્ચનથી પણ વધારે સંપત્તિ ઐશ્વર્યા રાયની પાસે છે.

તેમની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો તે ૨૫૮ કરોડ રૂપિયાની માલિક છે. કોઈપણ ફિલ્મને કરવા માટે ઐશ્વર્યા રાયની ફિસ ૯ કરોડ રૂપિયા છે. એટલું જ નહી બ્રાન્ડ એન્ડોર્સમેંટ પણ જો ઐશ્વર્યા રાય કરે છે તો તેમાંથી પણ તેને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી થાય છે. જણાવવામાં આવે છે કે દર વર્ષે ઐશ્વર્યા રાય ૧૫ કરોડ રૂપિયા સરળતાથી કમાઈ લે છે. તો ચાલો એક નજર આપણે ઐશ્વર્યા રાયની સંપત્તિ અને તેમના ધન દોલત પર કરીએ.

લક્ઝરી ગાડીઓની માલિક

લક્ઝરી ગાડીઓ તો ઐશ્વર્યા રાયની પાસે ઘણી બધી છે. બેંટલી સીજીટી તેમની સૌથી પસંદગીની કાર છે. દુનિયાની સૌથી શાનદાર કારમાં તેમની ગણતરી થાય છે. તેમની કિંમત લગભગ ૩ કરોડ ૬૫ લાખ રૂપિયા છે, એટલું જ નહી ઐશ્વર્યા રાયની પાસે ૨ કરોડ ૩૫ લાખ રૂપિયાની એક મર્સિડીઝ બેંજ એસ-૫૦૦ પણ છે.

ઐશ્વર્યા રાયની પાસે કારનુ જે મોટું કલેક્શન રહેલું છે, તેમાં ૧ કરોડ ૧૨ લાખ રૂપિયાની ઓડી-૮ એલ પણ સામેલ છે. આ બધા સિવાય પણ ઐશ્વર્યા રાયની પાસે બીજી ઘણી બધી મોંઘી કાર પણ રહેલી છે.

સાડીઓ અને જ્વેલરી

ઐશ્વર્યા રાય બચ્ચનને મોંઘી જ્વેલરી અને સાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેમની પાસે ઘણી બધી મોંઘી જ્વેલરી અને સાડીઓનું કલેક્શન રહેલું છે. જ્યારે અમિતાભ બચ્ચનના દિકરા અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા ત્યારે ઐશ્વર્યા રાય ૭૫ લાખ રૂપિયાની એક સાડી પહેરેલી નજર આવી હતી. તેમની આ સાડીમાં સોનુ જડેલું હતું.

એટલું જ નહી ઐશ્વર્યા રાયએ જે લગ્નની વીંટી પહેરી રાખી હતી જણાવવામાં આવે છે કે તેમની કિંમત ૫૦ લાખ રૂપિયા હતી. એટલું જ નહીં તેમની આ વીંટી ૫૩ કેરેટ સોલિટેયર  ડાયમંડની બનાવેલી હતી. તેના સિવાય પણ ઘણા અવસર પર ઐશ્વર્યા રાયને મોંઘી સાડીઓ અને મોંઘી જ્વેલરી પહેરતા જોવામાં આવેલ છે.

બાંદ્રા પાર્ટમેન્ટ

ઐશ્વર્યા રાય બચ્ચનની પાસે લગભગ ૩૦ કરોડ રૂપિયાની કિંમતનો એક મોટો આલીશાન ઐપાર્ટમેન્ટ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહેલો છે. આ એપાર્ટમેન્ટમાં પાંચ મોટા મોટા બેડરૂમ છે. ફ્રેન્ચ વિંડોથી આ એપાર્ટમેન્ટની સુંદરતા વધી જાય છે. સ્કાઈલાર્ક ટાવર્સનાં ૩૭માં ફ્લોર પર ઐશ્વર્યા રાયનો ફ્લેટ આવેલો છે. જો કે આ આલીશાન એપાર્ટમેન્ટમાં ક્યારેય ક્યારેય જ રહેવા માટે જાય છે.

દુબઈમાં આલીશાન વિલા

ઐશ્વર્યા રાય ૧૬ કરોડ રૂપિયાના એક આલિશાન વિલાની માલિક છે. ઐશ્વર્યાનો આ વિલા દુબઈના સેન્ચ્યુરી ફોલમાં સ્થિત છે. શહેરની બિલકુલ વચોવચ આ પ્રોપર્ટી રહેલી છે. જે સમયે ઐશ્વર્યા રાય એ તેને ખરીદ્યો હતો ત્યારની તુલનામાં હવે આ પ્રોપર્ટીની કિંમત ત્રણ ગણી વધી ચૂકી છે. તેના પરથી જાણ થાય છે કે અશ્વૈર્યા રાયની પાસે કેટલી સંપતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *